Bya News
ગુજરાતદેશ-વિદેશસુરત

ભારતમાં દેખાશે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ : મંદિરોના સમયમાં ફેરફાર

  • BYA NEWS:
  •  તા. ૨૮ : આજે રાત્રે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ થવા જઇ રહ્યું છે, જે ભારતમાં આંશિક દેખાશે, જેમાં આજે શરદપૂર્ણિમાં હોવાના કારણે ઘણાં મંદિરો પર દર્શન માટે ભક્‍તો પણ પહોંચી રહ્યા છે ત્‍યારે કેટલાંક મંદિરનો સમયમાં ફેરફાર કરવામાં આવ્‍યા છે. ગ્રહણને લઈને રાજયના મોટાભાગના મંદિરોમાં દર્શન બપોરે ૩ વાગ્‍યા બાદ બંધ થઈ જશે.

આ ચંદ્રગ્રહણ વર્ષ ૨૦૨૩નું છેલ્લું ગ્રહણ રહેશે જે આજે મધ્‍યરાત્રી ૧.૦૬એ શરૂ થશે અને રાત્રે ૨.૨૨ વાગ્‍યે સમાપ્ત થશે. ᅠસૂતક આજે બપોરે ૨.૫૨ વાગ્‍યાથી લાગી જશે અને ગ્રહણ સમાપ્ત થયા સુધી ચાલુ રહેશે.

ગ્રહણને પગલે રાજયના સોમનાથ, દ્વારકા, અંબાજી, બહુચરાજી, પાવાગઢ, ડાકોર સહિતના મંદિરોમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. જેમાં બપોરથી મંદિર બંધ કરવામાં આવશે. નોંધનીય છેકે, આજે શરદપૂર્ણિમાં છે જેના કારણે વિવિધ ધર્મ સ્‍થાનો પર પૂજાપાઠ થતાં હોય છે ત્‍યારે મંદિર બંધ રહેશે. ભારતમાં રાતે ૧૧.૩૧ વાગ્‍યાથી ચંદ્રગ્રહણ દેખાશે.

રાજયમાં તમામ ૨૯ ઓક્‍ટોબરના રવિવારે તેના નિયત સમયે ખુલશે. ગ્રહણ મોક્ષ તા.૨૯ ઓક્‍ટોબરના મધ્‍યરાત્રીએ થતો હોવાથી, પ્રાતઃ મહાપૂજન સવારે ૬.૧૦ કલાકે, પ્રાતઃઆરતી સવારે ૭.૦૦ કલાકે નિયત સમય અનુસાર કરવામાં આવશે.

સોમનાથ મંદિર તેમજ ટ્રસ્‍ટ હસ્‍તકના તમામ મંદિરોમાં ગ્રહણના વેધ સ્‍પર્શથી મોક્ષ સુધી નિયમિત થતી પૂજાઓ, આરતી સહિતનો ઉપક્રમ સ્‍થગિત રહેશે. ચંદ્રગ્રહણ પ્રભાસ ક્ષેત્રને સ્‍પર્શતું હોવાથી સોમનાથ મંદિર સહિતના મંદિરોમાં મધ્‍યાહ્ન આરતી પછી દરેક પૂજાક્રમ બંધ રહેશે. સોમનાથ મંદિર પરિસરમાં દરમાસની પુર્ણિમાએ યોજાતા સુંદરકાંડપાઠ નિયત સમયે સાંજે ૫-૩૦ વાગ્‍યે પ્રારંભ થશે.

જયારે અંબાજી સહિત પાવાગઢ સહિતાના મંદિર અને દ્વારકા સહિતના મંદિરમાં બપોર બાદથી જ મંદિર બંધ કરવામાં આવશે. જેના પછી ગ્રહણનો પુણ્‍યકાળ ગ્રહણ સ્‍પર્શથી ગ્રહણ મોક્ષ સુધી રહેશે. જયાં સુધી મંદિરો સંપૂર્ણ રીતે બંધ રહેશે. આ પછી મંદિરો ૨૯ ઓક્‍ટોબરના સવારની પ્રાંતઃ આરતી સાથે ફરી શરૂ થઈ જશે.

૧. પૂજા ન કરવી

ચંદ્રગ્રહણનું સૂતક શરૂ થતાં જ મંદિરોના દરવાજા બંધ થઈ જાય છે. તે દરમિયાન કોઈ પૂજા કે પાઠ ન કરો. સુતક સમયગાળા દરમિયાન, તમે તમારા પ્રિય દેવતાનું નામ યાદ કરી શકો છો અથવા તેમના મંત્રનો જાપ કરી શકો છો.

૨. શુભ કાર્ય ન કરો

ચંદ્રગ્રહણના સુતક સમયગાળામાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી કારણ કે ધાર્મિક દૃષ્ટિએ આ સમય અશુદ્ધ માનવામાં આવે છે અને અશુભ પરિણામ આપે છે.

૩. ખોરાક રાંધશો નહીં કે ખાશો નહીં

ચંદ્રગ્રહણ દરમિયાન રસોઈ અને ખાવા બંને પર પ્રતિબંધ છે. એવી માન્‍યતા છે કે ચંદ્રગ્રહણની આડ અસરને કારણે તમારું ભોજન દૂષિત થઈ શકે છે, જેનાથી સ્‍વાસ્‍થ્‍ય સમસ્‍યાઓ થઈ શકે છે.

૪. સુતકના સમયગાળામાં

સૂવું નહીં

ચંદ્રગ્રહણના સુતક સમયગાળામાં સૂવું વર્જિત છે. જો કે, બીમાર, વૃદ્ધો અને બાળકોને આમાંથી મુક્‍તિ આપવામાં આવી છે.

૫. ગર્ભવતી મહિલાઓએ આ કામો ન કરવા જોઈએ

સગર્ભા સ્ત્રીઓએ ચંદ્રગ્રહણ દરમિયાન ખાસ કાળજી લેવી જોઈએ. તેઓએ ઘરની બહાર ન નીકળવું જોઈએ. સોય, છરી વગેરે જેવી તીક્ષ્‍ણ કે તીક્ષ્‍ણ વસ્‍તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. એક લોકપ્રિય માન્‍યતા છે કે આમ કરવાથી ગર્ભ પર નકારાત્‍મક અસર પડે છે.

ગ્રહણ દરમિયાન વાળ અને નખ ન કાપવા જોઇએ.

Related posts

PM મોદી તા.31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે સરદાર સાહેબની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે…

byanews

ગુજરાત શિક્ષણ બોર્ડે કર્યો ધો-10 અને 12ની ફીમાં વધારો, ફીમાં 10 % નો વધારો

byanews

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા રાજવી વંશજોનું સન્માન થશે

byanews

Leave a Comment

તાજા ખબર
error: Content is protected !!