- સુરતમાં એક પરિવારનો સામૂહિક આપઘાત
- એક પરિવારના 7 લોકોએ ટૂંકાવ્યું જીવન
- પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
BYA News Surat : સુરતના અડાજણમાંથી હચમચાવી નાખતો બનાવ સામે આવ્યો છે. જે મુજબ સુરતના અડાજણમાં એક જ પરિવારના 7 લોકોએ સામૂહિક આપઘાત કરતા અરેરાટી વ્યાપી ગઈ છે. હાલ પરિવારના સામૂહિક આપઘાત પાછળનું કારણ અકબંધ છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
એક જ પરિવારના 7 સભ્યોનો આપઘાત
મળતી માહિતી અનુસાર, સુરતના અડાજણ વિસ્તારમાં એક જ પરિવારના 7 લોકોએ જીવન ટૂંકાવી દેતા ખળભળાટ મચી ગયો છે. અડાજણ વિસ્તારમાં એક જ પરિવારના 6 સભ્યોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. જ્યારે એક સભ્યએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. તો એકસાથે 7 લોકોના આપઘાત કરવા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.
સામૂહિક આપઘાત પાછળનું કારણ અકબંધ
આ અંગેની જાણ પોલીસને થતાં અડાજણ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી છે. હાલ પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બીજુ બાજુ પોલીસકર્મીઓ દ્વારા આજુબાજુમાં રહેતા લોકોની અને પરિવારજનો પૂછપરછ કરવામાં આવી રહી છે.