Bya News
દેશ-વિદેશ

‘મે મારા મિત્રને LOGIN I’D પાસવર્ડ આપ્યા હતા’ TMC સાંસદ મહુઆ મોઇત્રાએ કર્યો સ્વીકાર

  • BYA NEWS 
  • મહુઆ મોઇત્રાએ કરી કબૂલાત
  • સંસદીય લોગિન આઇડી પાસવર્ડ મિત્રને આપ્યા હતા
  • પ્રશ્નો અપલોડ કરવા માટે લોગિન આઇડી આપ્યુ હોવાનું જણાવ્યું

ટીએમસીના સાંસદ મહુઆ મોઇત્રાએ સ્વીકાર્યું છે કે તેણીએ તેનો સંસદીય લોગિન આઈડી પાસવર્ડ તેના વેપારી મિત્ર દર્શન હિરાનંદાનીને આપ્યો હતો, પરંતુ તેના બદલામાં કોઈ પૈસા લીધા નથી. તમને જણાવી દઈએ કે મોઇત્રાના પૂર્વ સહયોગી અને સુપ્રીમ કોર્ટના વકીલ જય અનંત દેહદરાઈએ ટીએમસી નેતા દ્વારા લાંચ લેવા અને પ્રશ્નો પૂછવા અંગે સીબીઆઈને ફરિયાદ કરી છે.

જાણ વિના પ્રશ્ન અપલોડ કરવાનો સવાલ જ નથી- મહુઆ મોઇત્રા

એક ઈન્ટરવ્યુમાં મહુઆ મોઈત્રાએ જણાવ્યું હતું કે કોઈ પણ સાંસદ પોતાના પ્રશ્નો ટાઈપ કરતા નથી. મેં તેમને (દર્શન હિરાનંદાની)ને મારો સંસદીય લોગિન આઈડી-પાસવર્ડ એટલા માટે આપ્યો હતો કે તેઓ ઓફિસના કોઇ પણ સવાલો ટાઇપ કરી શકે. વેબસાઇટ પર અપલોડ કરી શકે. વધુમાં જણાવ્યું કે સંસદની વેબસાઇટ પર પ્રશ્ન અપલોડ કરવા માટે OTP જરૂરી છે. મારા મોબાઈલ નંબર પર OTP આવે છે. આવી સ્થિતિમાં મારી જાણ વગર અન્ય કોઈ વ્યક્તિ કોઈપણ પ્રશ્ન અપલોડ કરી શકે તેવો કોઈ પ્રશ્ન નથી.

Related posts

રેલ્વેમાં પણ હવે ઈન્ડિયાને વિદાય: ભારતની એન્ટ્રી

byanews

ભારતમાં દેખાશે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ : મંદિરોના સમયમાં ફેરફાર

byanews

કાશ્મીર કોઈ મુદ્દો નથી, PoKના લોકો કહે છે કે અમને ભારતનો ભાગ બનાવો : CM યોગી

byanews

Leave a Comment

તાજા ખબર
error: Content is protected !!