BYA NEWS : નવી દિલ્હી તા.28 :દેશમાં ઈન્ડિયાને બદલે ભારત નામાકરણની પ્રક્રિયા હવે રેલ્વે સુધી પહોંચી છે અને ભારતીય રેલ હવે તેના તમામ સતાવાર દસ્તાવેજો અને અન્ય સંદેશાવ્યવહારમાં ઈન્ડીયા શબ્દ દુર કરીને ભારત શબ્દનો ઉપયોગ કરશે. ઉપરાંત હવે ઈન્ડીયન રેલ્વે નહી પરંતુ ભારતીય રેલ્વે શબ્દને વધુ પ્રચલીત બનાવશે. રેલ્વેના તમામ કોચ અને ગુડઝ ટ્રેનની રેન્કમાં પણ ભારત શબ્દ આવી જશે.
કેન્દ્ર સરકારે જે રીતે ઈન્ડીયા શબ્દને વિદાય આપવાની તૈયારી કરી છે તે પછી સરકારી વિભાગોમાં રેલ્વે તે અપનાવનાર પ્રથમ જાહેર સાહસ છે.