BYA News

શ્રી બાલાજી સ્ટેટસ ના બિલ્ડર દ્વારા કરોડો રૂપિયા ની જમીન પચાવી પાડવાના પ્રકરણમાં વડોદરા કલેકટરશ્રી ની હાલત આયુષ ઓક જેવી થાય તો નવાઈ નહી..!

પ્રતિનિધિ ભારત યુવા અભિયાન: વડોદરા મહાનગરપાલિકાના સમા વિસ્તારમાં સર્વે નં.૩૯, પૈકી સિટી સર્વે નં.૩ વાળી જમીનમાં શ્રી બાલાજી સ્ટેટસ (અગોરા મોલ) ના માલિક દ્વારા સિટી સર્વે નં.૩ સમાવિષ્ટ વિશ્વામિત્રી નદીમાં માટી પુરાણ કરી જમીન પચાવી પાડી તદ્દન ગેરકાયદે દીવાલ બનાવી ઐતિહાસિક કૌભાંડ આચરી કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાના પ્રકરણમાં જાગૃત નાગરિકએ કલેકટર અને મ્યુ.કમિશનર ને લેખિત રજૂઆત કરેલ, પરંતુ બંને સણદી અધિકારીઓએ કૌભાંડમાં કોઈ જ કામગીરી કરેલ નથી.!

જોકે અરજદારે આ પ્રકરણ સંદર્ભમાં માહિતી અધિકાર કાયદો-૨૦૦૫ હેઠળ માહિતી માંગતાં વડોદરા મ્યુ.કોર્પોરેશનના એફોડેબલ હાઉસીંગ વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રીએ સ્થળની મુલાકાત કરી, પુરાણ, દબાણ અને ચાલી રહેલ ખોટી ગતિવિધિઓ અંગેના ધારદાર સવાલો કર્તા સંચાલક છંછેડાયા હતા, અને ધુઆંપુઆં થઇ ગયા હતા, અને પોતે ખુબ મોટા માણસ હોવાનું સરકારશ્રીની નજીક હોવાનું તેમજ કેન્દ્ર, રાજ્યના કેટલાક મંત્રીશ્રીઓની નજીક હોવાનું જણાવી સદર અધિકારીને હડધૂત કરી પોતાના કમ્પાઉન્ડમાં થી તાત્કાલિક નીકળી જવા તેમજ ભવિષ્યમાં પોતાની મંજુરી વગર ફરી દાખલ ન થવા ધમકી આપેલ, જોકે, અપમાનિત થયેલ અધિકારીએ વિભાગમાં તપાસ કર્તા બાંધકામ, પરવાનગી રજાચિટ્ઠી કે વડોદરા મ્યુ.કોર્પોરેશનની કોઈ જ મંજુરી ન મેળવી હોવાથી સદર અધિકારીએ નોટીસ પાઠવી આ ગેરકાયદે ચાલી રહેલ પ્રવૃતિઓ તાત્કાલિક બંધ કરવા જણાવેલ, પરંતુ જમીન પચાવી પાડનાર આ સંચાલક પોતે ઊચી વગ ધરાવતા હોવાથી આ ગતિવિધિઓ ચાલુ જ રાખી “ચોર કોટવાલને દંડે” એમ સદર અધિકારીની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી, વડોદરા શહેર તેમજ આસપાસ વિસ્તારોમાં થઇ રહેલ ચર્ચાઓ મુજબ સદર અગોરા મોલ-૨ ના સંચાલકોએ ૧૦૦૦૦ છો.મીટર થી વધુની જમીન વિશ્વામિત્રી નદીમાં માટી પુરાણ, દબાણ અને ગેરકાયદેસર દીવાલ બનાવી પચાવી પાડી હોવાની વારંવાર ચર્ચાઓ થઇ રહી છે,

આ પણ વાંચો : સુરત મહાનગરપાલિકા દ્વારા બનવવામાં આવેલ ભેસ્તાન આવાસ જર્જરિત

તેમ વડોદરા મ્યુ.કોર્પોરેશને પાઠવેલ નોટીસનો જવાબ ન પાઠવનાર તેમજ આ ગેરકાયદે પ્રવૃતિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા અરજદારે કલેકટર વડોદરા તેમજ મ્યુ.કમિશનર વડોદરાને અનેક રજુઆતો કરેલ હોવા છતાં આ બંને સનદી અધિકારીઓ આ કરોડોના જમીન કૌભાંડમાં મગનું નામ મરી પાડવા તૈયાર નથી, તેમજ તે અંગે રૂબરૂ મળી ખુલાસો પૂછતાં સદર બંને સનદી અધિકારીઓ મૌન સેવી રહ્યાં છે, આ સરકારશ્રીની (વિશ્વામંત્રી નદીની) કરોડો રૂપિયાની જમીન પચાવી પાડનાર આ અગોરા મોલ-૨ના સંચાલક વિરુદ્ધ કાર્યવાહી ન થતાં મ્યુ.કમિશનર તેમજ કલેકટર વડોદરાની કામગીરી ઉપર અનેક સવાલો ઉભાં થઇ રહ્યાં છે, જોકે સદર ઐતહાસિક કૌભાંડ અંગે અરજદારે યોગ્ય કાર્યવાહી કરવા માટે ગુજરાત તકેદારી આયુક્તશ્રી, મુખ્ય સચીવશ્રી, ગુજરાત સરકાર, અધિક મુખ્ય સચીવશ્રી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, અધિક મુખ્ય સચીવશ્રી મહેસુલ વિભાગ, સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકશ્રી સહિતના વડાઓ (ઉચ્ચ અધિકારીઓ) ને અનેક રજુઆતો કરેલ છે, પરંતુ રાજ્ય વિભાગની સદર ઉચ્ચ કચેરીઓના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ પત્ર તબદીલ સીવાય કઈ કહી શકાય એવી કોઈ જ ઠોસ કાર્યવાહી કરેલ નથી, મળેલ મૌખિક જાણકારી મુજબ અરજદાર ટૂંક સમયમાં ગુજરાત હાઈકોર્ટમાં દાદ માંગી સીબીઆઈ તપાસ કરવા માટે રજુઆત કરવાના હોવાનું જાણવા મળેલ છે, હવે જોઈએ આ પ્રકરણે કોઈ ઠોસ કાર્યવાહી થાય છે કે અરજદારે આ પ્રકરણમાં ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજુ કરવું પડશે..? તે માટે રાહ જોવી રહી.

BYA News SURAT

તમે પાડેલા ફોટોગ્રાફ/વિડિયો તમારા વિસ્તારની સમસ્યાઓ ગટર,પાણીની સમસ્યાઓ, સામાજિક-ધાર્મિક કાર્યક્રમો, ખેતીવાડી અને પશુપાલનને લગતી સમસ્યાઓ, મહાનગરપાલિકા, નગરપાલિકા ના અધિકારીઓ ધ્યાન ન આપતા હોય, પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન માં ફરિયાદ ન લેતા હોય કે ટ્રાફિક પોલીસ તમારી સાથે ગેરવર્તન કરતી હોય તો તેની વિગતો, WhatsApp નં.96011 51675 પર મોકલી આપો, જેથી અમે તેને સારી રીતે પ્રકાશિત કરી શકીએ

BYA News ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હમણાં જ જોડાવો અને ગુજરાત ભરના સમાચાર તેમજ આપના વિસ્તારની સમસ્યા કે પ્રેસનોટ મોકલો

• WHATSAPP group link : https://chat.whatsapp.com/IJx1Fzzqmdc6brKsftw4Bw

• Instagram
https://www.instagram.com/b.y.a.news?igsh=MXJiazQ4ZDRrZ3pjbw==

• Facebook
https://www.facebook.com/bharatyuvaabhiyansurat?mibextid=ZbWKwL

• YouTube channel
https://www.youtube.com/@BHARATYUVAABHIYAN2014

Exit mobile version