ગુજરાત તકેદારી આયોગ તથા કમિશ્નર ભૂસ્તર વિજ્ઞાન ખનીજની મીઠી નજર!
(પ્રતિનિધિ, ભારત યુવા અભિયાન)
સુરત : દક્ષિણ ગુજરાતમાં સરકારની સેવા નહીં પરંતુ પોતાની માલિકીની પેઢી ચલાવતા હોય તે રીતે માટી રેતી સહિતના ભૂસ્તર પદાર્થોનો મોટાપાયે વેપાર કરનાર ભૂસ્તરશાસ્ત્રી ડી.કે.પટેલ વિરુદ્ધ અનેક આક્ષેપો તથા આધારપુરુવાઓ સાથે ઈ.સ. 2022માં અનેક રજૂઆતો કરતાં, કલેક્ટરશ્રી સુરત (collector surat) એ આ આધાર પુરાવાઓની તપાસ સહિત, ડી.કે.પટેલનો વેપાર જ્યાં ફૂલ્યોફાલ્યો હતો તે સ્થળની પણ મુલાકાત લઈ તમામ પ્રકરણોની નિષ્પક્ષ તપાસ કરાવતાં ડી.કે.પટેલ જ્યારથી સુરતમાં નિમણૂંક થયા ત્યારથી દક્ષિણ ગુજરાતમાં જે-જે ભ્રષ્ટાચારો આચર્યા હતા.
ગેરરીતિઓ કરી હતી તે મામ કાળાં અડ્ડાં ખોલી દીધા હતાં, ઉપરાંત તેઓની ભ્રષ્ટનીતિથી સરકારને થયેલ નુકશાનનું પણ આકલન કરેલ જોકે આ સંપૂર્ણ તપાસ બાદ કલેક્ટરશ્રીના માર્ગદર્શનથી વાય.બી.ઝાલા નિવાસી અધિક કલેક્ટર સુરતએ તા. 23-6-22ના રોજથી વિગતવાર (અહેવાલ) દરખાસ્ત કરી, અધિક નિયામક ફ્લાઈંગ સ્કવોર્ડ ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ગાંધીનગરને ડી.કે.પટેલ દોષિત હોવાથી તથા સરકારશ્રીને પણ વ્યાપક નુકસાન કર્યું હોવાથી ડી.કે.પટેલ વિરુધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવા જણાવેલ, પરંતુ અધિક નિયામક (F.S.) ઝંકટએ આ અહેવાલ તદ્દન ખોટી રીતે પોતાના તાબામાં પડતર રાખેલ ત્યારબાદ તેઓની બદલી થતાં નાયબ નિયામક વહિવટને હવાલો સોંપેલ જોકે આ અંગે અરજદાર દ્વારા આ અહેવાલની નકલ આધારપુરાવાઓ તરીકે જોડીને ગુજરાત તકેદારી આયોગ સમક્ષ તથા કમિશ્નર ભૂસ્તર વિજ્ઞાન ખનિજને વારંવાર રજૂઆતો કરેલ હોવા છતાં સરકારને કરોડોનું નુકસાન કરાવી ચૂનો ચોંપડનાર ડી.કે.પટેલ હજુ પણ કાયદાના સકંજાથી દૂર છે.
જેથી આ પ્રકરણે આધારપુરાવાઓ જોઈએ તો કમિશ્નર ભૂસ્તર તેમજ કમિશ્નર ગુજરાત તકેદારી આયોગ કચેરીઓના અધિકારીઓએ પોતાને મળેલ સત્તાનો દુરઉપયોગ કરી, વ્યક્તિગત હેતુ સિદ્ધ કરી, ડી.કે.પટેલને આજ સુધી છાવરેલ છે. તે હકીકત છે. તેથી સદર પ્રકરણે સરકાર નોંધ લઈ ડી.કે.પટેલ વિરુદ્ધ કાર્યવાહી કરે તથા ડી.કે.પટેલને આજદિન સુધી છાવરનાર અધિકારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરે તે જરૂરી છે.