Site icon BYA News

પથિકાશ્રમ ગાંધીનગરનું રીનોવેશન કામ સરકારની મંજુરી વગર પાટનગર યોજના વિભાગ-૧ એ કર્યું ?

Gandhinagar Pathikashram Gujarat

ભારત યુવા અભિયાન

ગાંધીનગર

સરકારના નિયમો મુજબ જે તે કામગીરી માટે સૌ પ્રથમવહીવટી મંજુરી મળે છે ત્યારબાદ અંદાજ પત્ર તૈયાર થાય પછી તાંત્રિક મંજુરી મળે છે ત્યાર બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાની હોય, ત્યાર પછી ટેન્ડર મંજુર કરી વર્કઓર્ડર આપ્યા પછી જ કામગીરી શરૂથઇ શકે છે. પરંતુ માહિતી અધિકાર કાયદા હેઠળ મળેલ માહિતી મુજબ પાટનગર યોજના વિભાગ-૧ ના પેટાવિભાગ ૩ દ્વારા મળેલ માહિતી મુજબ “કામગીરી મંજુરી પ્રક્રિયા હેઠળ હોઈ માહિતી અધુરી હોવાથી હાલ આપી શકાય તેમ નથી.” તેમ માહિતી મળેલ છે ત્યારે જોવાનું એ છે કે આ પથિકાશ્રમ રીનોવેશન, કલરકામ સહિતની ઘણી બધી કામગીરી પાછલા બે વર્ષ દરમ્યાન થયેલ છે. અને હાલ તદ્દન નવું રંગરોગાન સાથે પથિકાશ્રમ તૈયાર થયેલ છે.તેમજ અંદરના ભાગમાં પણ ફર્નીચર અને ઇલેક્ટ્રિક ઉપકરણ ની ખરદી સહિતની ઘણી બધી કામગીરી પાછલા બે વર્ષમાં થયેલ છે. તો આ ખર્ચ સરકારશ્રીની મંજુરી વગર કરેલ છે ? મંજુરીની કામગીરી પ્રક્રિયા હેઠળ છે તો ખર્ચ કર્યો કેવી રીતે ? તે સવાલ પાટનગર યોજના વિભાગ -૧ ની કામગીરી સામે અને સવાલો ઉભા કરે છે.

જો કે પાટનગર યોજના વર્તુળ અધિક્ષક ઈજનેર ન બઢતી/બદલી થતા સી.પી.પટેલ ને અહીંથી ખસેડવામાં આવ્યા ત્યારથી પાટનગર યોજના વિભાગ-૧ અને ૨ ની કામગીરી બાબતે ભૂતકાળ માં પણ અનેક આક્ષેપો થયા હતા, ત્યારે ઈ.ચા. અધિક્ષક ઈજનેર હોવાથી તેઓ પોતાના વિરુદ્ધ આક્ષેપો વાળીફરિયાદો મળેલ સત્તાના જોરે દફતરે કરી રહ્યા છે. સાથે સાથે પાટનગર યોજના વિભાગ-૧ ન ભ્રષ્ટાચારો ઉપર પડદો પાડવા સતત પ્રયાસો કરી રહ્યા હહોય તેમ જણાઈ રહ્યું છે. જેથી મુખ્ય ઈજનેર એમ.આઈ.પટેલ આ પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરાવે તો અનેક અધિકારીઓની નોકર જોખમમાં મુકાય તો નવાઈ નહિ.

https://chat.whatsapp.com/IJx1Fzzqmdc6brKsftw4Bw

તમે જ બનો તમારા વિસ્તાર ના આગેવાન મોબાઈલ થી ફોટો પાડી વિગતો નંબર પર મોકલો +91-9601151675

તમે પાડેલા ફોટોગ્રાફ/વિડિયો તમારા વિસ્તારની સમસ્યાઓ ગટર,પાણીની સમસ્યાઓ, સામાજિક-ધાર્મિક કાર્યક્રમો,ખેતીવાડી અને પશુપાલનને લગતી સમસ્યાઓ, મહાનગરપાલિકા, નગરપાલિકા ના અધિકારીઓ ધ્યાન ન આપતા હોય, પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન માં ફરિયાદ ન લેતા હોય કે ટ્રાફિક પોલીસ તમારી સાથે ગેરવર્તન કરતી હોય તો તેની વિગતો, WhatsApp નંબર મોકલી આપો,
જેથી અમે તેને સારી રીતે પ્રકાશિત કરી શકીએ

Instagram
https://www.instagram.com/b.y.a.news?igsh=MXJiazQ4ZDRrZ3pjbw==

Facebook

YouTube channel
https://www.youtube.com/@BHARATYUVAABHIYAN2014

BYA News ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હમણાં જ જોડાવો અને ગુજરાત ભરના સમાચાર તેમજ આપના વિસ્તારની સમસ્યા કે પ્રેસનોટ મોકલો

Exit mobile version