Monday, February 10, 2025
Blog

ભારત કરતાં આ દેશોમાં સોનું સસ્તું મળે છે જાણો તેના વિશે.

– વિશ્વાસનીય સૂત્રો દ્વારા બજારમાંથી સોનુ લેવું યોગ્ય છે
– દેશનો વ્યાપાર કાયદેસર અને સુસંગત રીતે ચાલે તે જોવું જરૂરી છે.

જાણો ક્યાં દેશમાં સોનું સસ્તું મળે છે

આ દેશમાં ભારત કરતાં પણ સસ્તું સોનું મળે છે તેને અનુલક્તા નિયમો જાણવા જરૂરી છે.

નવી દિલ્હી ૨૯ જુલાઈ સોમવાર ૨૦૨૪

– ભારત એક એવો દેશ છે કે જ્યાં સોનાના દાગીના એ મીઠાઈમાં સાકરનું કામ કરે છે જેમ મીઠાઈ સાકર વગર અધૂરી છે તેમ જ ભારતમાં શુભ પ્રસંગો જેવા કે લગ્ન સગાઈ સાકર રૂપિયો એવા દરેક પ્રસંગમાં સોનાની વસ્તુઓ આપવામાં આવે છે. માટે જ ભારતમાં હજારો વર્ષોથી સોનાને એક કીમતી દાગીના તરીકે ઓળખવામાં આવે છે. પણ ભારત કરતાં પણ સસ્તા આ કીમતી દાગીના બીજા દેશમાં મળે છે. આવો તેના વિશે આગળ જાણીએ.

– ભારત દેશમાં સોનાની જરૂરિયાત કરતા તેની પ્રોસેસિંગ ઓછી થાય છે માટે જ ભારત દેશમાં સોનું મોંઘુ છે. તેની સામે કેટલાક દેશ એવા છે જે સસ્તામાં સોનું પૂરું પાડે છે તે દેશોની યાદીમાં દુબઈ મલાવી કોલમ્બિયા ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં સોનાની કિંમત ભારત કરતાં ઓછી છે.

– મળેલ માહિતી અનુસાર દુબઈમાં ૧૦ જુલાઈના રોજ ૨૪ કેરેટ સોનાની એક ગ્રામ ની કિંમત ૫૭૭૯ રૂપિયા હતી. મલાવીમાં ૬૩૪૬ ઓસ્ટ્રેલિયામાં ૬૩૪૭ કોલંબિયામાં ૬૩૫૧ અને ઇન્ડોનેશિયામાં ૬૩૫૯ છે. પરંતુ કેટલાક નિષ્ણાંતો અનુસાર ગોલ્ડ ધાતુ ખરીદતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું તે આવશ્યક બને છે. સોનુ ખરીદવાની ઉતાવળમાં છેતરપિંડી થવાની શક્યતા પણ રહેલી છે. સોનુ ખરીદવા અને લાવવા ના નિયમો જે તે દેશના ટેક્સ સિક્યુરિટી વગેરેને જાણવું ખૂબ જ જરૂરી બને છે.

– ભારતીય કાયદાઓ અને કસ્ટમ ના નિયમો સાથે જે તે દેશના નિયમો સુસંગત અને કાયદેસર છે તે જાણવું જરૂરી છે. આપ સીમા શુલ્ક અને ટ્રાવેલિંગ દરમિયાન વિશ્વસનીય સૂત્રો દ્વારા જ બજારમાંથી સોનુ લેવું તે યોગ્ય છે. ઘણીવાર સોનું ઓનલાઇન અને ઓફલાઈન બંને જગ્યાએથી મળતું હોય છે પરંતુ ઓનલાઇન સોનુ ખરીદવું તે સસ્તુ પડી શકતું હોય છે ધ્યાનમાં રાખવાની બાબતે છે કે પેમેન્ટ કરતી વખતે ડીલરની યોગ્યતા ચકાસવી. ઝવેરાત કરતા સોનાના સિક્કા અને બુલિયન ખરીદવા એ વધારે યોગ્ય માનવામાં આવે છે.

BYA News SURAT

તમે પાડેલા ફોટોગ્રાફ/વિડિયો તમારા વિસ્તારની સમસ્યાઓ ગટર,પાણીની સમસ્યાઓ, સામાજિક-ધાર્મિક કાર્યક્રમો, ખેતીવાડી અને પશુપાલનને લગતી સમસ્યાઓ, મહાનગરપાલિકા, નગરપાલિકા ના અધિકારીઓ ધ્યાન ન આપતા હોય, પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન માં ફરિયાદ ન લેતા હોય કે ટ્રાફિક પોલીસ તમારી સાથે ગેરવર્તન કરતી હોય તો તેની વિગતો, WhatsApp નં.96011 51675 પર મોકલી આપો, જેથી અમે તેને સારી રીતે પ્રકાશિત કરી શકીએ

BYA News ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હમણાં જ જોડાવો અને ગુજરાત ભરના સમાચાર તેમજ આપના વિસ્તારની સમસ્યા કે પ્રેસનોટ મોકલો

• WHATSAPP group link : https://chat.whatsapp.com/IJx1Fzzqmdc6brKsftw4Bw

• Instagram
https://www.instagram.com/b.y.a.news?igsh=MXJiazQ4ZDRrZ3pjbw==

• Facebook
https://www.facebook.com/bharatyuvaabhiyansurat?mibextid=ZbWKwL

• YouTube channel
https://www.youtube.com/@BHARATYUVAABHIYAN2014

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *