આપણે ત્યાં પૃથ્વી ઉપર જો કોઈને ભગવાન માનવામાં આવતા હોય તો તે ડોક્ટર છે. ડોક્ટર એક એવું વ્યક્તિત્વ છે જે લોકોનુ જીવન સુખમય અને શારીરિક રીતે મજબૂત બનાવી શકે છે. માટે જ 1 જુલાઈ ના રોજ “રાષ્ટ્રીય ડોક્ટર દિવસ” ઉજવવામાં આવે છે. દેશના જાણીતા ડોક્ટર બિધાન ચંદ્ર રોયને શ્રદ્ધાંજલિ અને સન્માન આપવા માટે પુણ્યતિથિ નિમિત્તે “રાષ્ટ્રીય ડોક્ટર દિવસ” ઉજવવામાં આવે છે.તો ચાલો જાણીએ કે ભારતમાં ડોક્ટર જગતની શરૂઆત કઈ રીતે થઈ.
નાનપણમાં આપણે સર્વ ઇતિહાસ ના પાનાઓમાં વાંચી ચૂક્યા છીએ કે પ્રથમ જાણીતા ભારતીય ડૉક્ટર સુશ્રુત હતા, જે 6ઠ્ઠી સદી બીસીઈમાં રહેતા હોવાનું માનવામાં આવે છે. સુશ્રુત એક ચિકિત્સક અને સર્જન હતા જેઓ હાલના ઉત્તર પ્રદેશ, ભારતના પ્રાચીન શહેર વારાણસીમાં પ્રેક્ટિસ કરતા હતા. તેમણે જ ભારતનો પ્લાસ્ટિક સર્જરીની શરૂઆત કરી હતી. અને ફક્ત પ્લાસ્ટિક સર્જરી જ નહીં ભારતમાં આંખની સર્જરી હાડકા કિડની દરેકની સર્જરીઓ કરવામાં આવતી હતી. આપણી પાસે એવી ઘણી ચોપડીઓ હાલમાં પણ છે જેની અંદર આપણુ તબીબી જગતનુ વર્ણન કરવામાં આવે છે તેમાંનું એક પુસ્તક છે ચરક સંહિતા. આ પુસ્તકમાં આયુર્વેદ વિશે ખૂબ જ ઉંડુ જ્ઞાન વર્ણવેલ છે. આપણે જ દુનિયાને યોગ વિશે જણાવ્યું હતું જેના દ્વારા આજે આખી દુનિયા સ્વસ્થ જીવનના રસ્તા ઉપર ચાલવાનો પ્રયત્ન કરી રહી છે. મહર્ષિ પતંજલિ પણ આદેશમાં ખૂબ જ સન્માનનીય ડોક્ટર હતા. એવું માનવામાં આવે છે કે નાલંદા વિદ્યાપીઠમાં લાખોની સંખ્યાનો પુસ્તકો હતો જેની અંદર ઘણા આયુર્વેદને લગતા પણ પુસ્તકો હતા જે સળગાવી નાખવામાં આવ્યા હતો. આ તો આપણા પૌરાણિક ભારતના તબીબોની એક નાની ઝાંખી થઈ હવે હાલમાં તબિબ જગતની જાણકારી મેળવીએ.
ભારતમાં ડોક્ટર ડેની શરૂઆત 1991 ભૂતપૂર્વ સરકાર દ્વારા કરવામાં આવી હતી. ક્યાર થી દર વર્ષે પહેલી જુલાઈ ના રોજ ભારતના મહાન ડોક્ટર અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી એવા બિધાન ચંદ્ર રોયને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉજવવામાં આવે છે.
2020 થી 2022 દરમિયાન કોરોનામાં ડોક્ટરોને ભગવાન માનવામાં આવ્યા હતા કારણ કે તેઓએ પોતાના જીવના જોખમે લોકોના જીવની રક્ષા કરી હતી. નેશનલ મેડિકલ કમિશનના અનુસાર દેશમાં લગભગ 13 લાખ જેટલા ડોક્ટરો રજીસ્ટર છે આ દરેક એલોપેથી ડોક્ટર છે. અને લગભગ ચાર લાખ જેટલા આયુર્વેદિક ડોક્ટરો છે. આ દરેક ભેગા મળીને ભારતને એક સ્વસ્થ દેશ બનાવવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. આપણે કેટલી વાર ડોક્ટરોએ કરેલા કાર્યોને સાંભળીએ છીએ. ફક્ત એક જ કિસ્સાની વાત કરીએ તો થોડાક સમય પહેલા દિલ્હીમાં પહેલીવાર કોઈક વ્યક્તિને કપાયેલા હાથની સર્જરી કરીને જોડવામાં આવ્યા હતા અને આવા તો કેટલાય કાર્ય ડોક્ટર દ્વારા કરવામાં આવે છે.
“રાષ્ટ્રીય ડોક્ટર દિવસ” નિમિત્તે ભારતના અને વિશ્વના દરેક ડોક્ટરોને શત શત નમન…
• તમે પાડેલા ફોટોગ્રાફ/વિડિયો તમારા વિસ્તારની સમસ્યાઓ ગટર,પાણીની સમસ્યાઓ, સામાજિક-ધાર્મિક કાર્યક્રમો, ખેતીવાડી અને પશુપાલનને લગતી સમસ્યાઓ, મહાનગરપાલિકા, નગરપાલિકા ના અધિકારીઓ ધ્યાન ન આપતા હોય, પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન માં ફરિયાદ ન લેતા હોય કે ટ્રાફિક પોલીસ તમારી સાથે ગેરવર્તન કરતી હોય તો તેની વિગતો, WhatsApp નં.96011 51675 પર મોકલી આપો, જેથી અમે તેને સારી રીતે પ્રકાશિત કરી શકીએ
• BYA News ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હમણાં જ જોડાવો અને ગુજરાત ભરના સમાચાર તેમજ આપના વિસ્તારની સમસ્યા કે પ્રેસનોટ મોકલો
• WHATSAPP group link : https://chat.whatsapp.com/IJx1Fzzqmdc6brKsftw4Bw
• Instagram
• https://www.instagram.com/b.y.a.news?igsh=MXJiazQ4ZDRrZ3pjbw==
• Facebook
• https://www.facebook.com/bharatyuvaabhiyansurat?mibextid=ZbWKwL
• YouTube channel
• https://www.youtube.com/@BHARATYUVAABHIYAN2014