BYA News

મોદી ને સરકાર બનાવાથી કોઈ રોકી શકે તેમ નથી જુઓ આ રહ્યા કારણો

      નરેન્દ્ર મોદી ના નેતૃત્વ માં આ વખતે ભાજપે ૨૦૧૯ કરતા ઓછુ પરિણામ આપ્યું છે છતાં પણ નીતીશ અને નાયડુ બંને ભવિષ્યમાં સાથ છોડી ને જાય તો પણ ભાજપને ફાયદો જ છે.

ઇસ બાર 400 પાર! આ નારા સાથે મોદી સરકાર અને ભાજપના કાર્યકર્તાઓએ તેમનું પ્રચારનો પડધમ‌ શરૂ કર્યો હતો. નરેન્દ્ર મોદી, અમિત શાહ,  નીતિન ગડકરી, યોગી આદિત્યનાથ, એસ. જયશંકર, પવન કલ્યાણ અને આવા કેટલાય લોકોએ મોદી સરકારને ઉપર લાવવા માટે એડી ચોટીનું જોર લગાવીને પ્રચારમાં પોતાનું પૂરેપૂરુ યોગદાન આપ્યું. તેમનાથી થતા દરેક કાર્ય તેમણે કર્યા. આ દરેક વસ્તુને જોતા ઈસ બાર 400 પાર નો નારો જાણે સત્ય થવા જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું. નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ને જોતા અને મીડિયાના એક્ઝિટ પોલ દ્વારા આ વસ્તુ ક્યાંક ને ક્યાંક સાબિત થઈ રહી હતી. રીઝલ્ટ પહેલા અમિત શાહ એ આપેલા શેર માર્કેટના નિવેદન ઉપર શેર માર્કેટ પણ જાણે દોડી રહ્યું હતું. રીઝલ્ટ પહેલા દરેક વસ્તુ એના ચરણ પર હતી પરંતુ રીઝલ્ટ આવવાનું શરૂ થતા શેર માર્કેટ ગગડ્યું અને મોદીનો 400 પાર નો નારો ભેગા મળીને 300 પાર પણ ન કરી શક્યા તો શું આનો મતલબ એમ સમજી શકાય કે જો બીજેપીને બીજા નેતાઓની સહાય ના મળે તો તેમની સરકાર જાય તેમ છે આવો અમુક આંકડાઓ દ્વારા સમજીએ.

આ વખતે એનડીએ એટલે કે નેશનલ ડેમોક્રેટિક એલાઇન્સ ને કુલ ૨૯૨ સીટ મળી છે. એમાંથી જનતા દળ યુનાઇટેડ(JDU) એટલે કે નીતીશ કુમારના પક્ષ પાસે ૧૨ બેઠકો છે અને ચંદ્રાબાબુ નાયડુ પાસે ૧૬ બેઠકો છે. તો આ બંનેની ભેગી ૨૮ બેઠકો થાય. જો ભવિષ્યમાં આ બંને એનડીએ ને છોડીને જતા રહે તો એનડીએ પાસે ૨૬૪ બેઠક રહે એટલે કે સરકાર બનાવવા માટે હજુ ૮ બેઠકો ઓછી પડે. અને હવે જો વિપક્ષની વાત કરીએ તો ઈનઙિ ગઠબંધન પાસે ૨૩૨ બેઠકો છે માટે તેમને સરકાર બનાવવા માટે ૪૦ બેઠકો ઘટે છે. નીતીશ અને નાયડુ બંને ઇન્ડિ ગઠબંધનમાં જતા રહે તો પણ સરકાર બનાવવા માટે ૧૨ બેઠકોની જરૂર પડે. એનડીએ અને ઇન્ડિ બંને સાથે ના હોય તેવા ૧૮ અપક્ષ સાંસદો છે. એ બધા કોના પક્ષમાં છે તેના ઉપર પ્રશ્ન છે. એમાંથી આઠ એનડીએ ને સપોર્ટ કરે તો પણ ભાજપને ફાયદો જ છે. વાત તો એમ છે કે ભાજપ અત્યારથી પોતાની સ્થિતિ કોઈપણ રીતે નબળી ના પડે એ રીતના કાર્યમાં લાગી ગયા છે ભાજપ પાસે પોતાની પોતાની મજબૂત પીઆર ટીમ પણ છે જેના દ્વારા તે ઓનલાઇન અને દરેક પ્રકારના મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર પોતાનો પ્રચાર આક્રામક રીતે કરે છે.‌

ઇન્ડિ ગઠબંધનમાં જેટલા પણ લોકો છે તે દરેક ક્યાં સુધી ગઠબંધનમાં રહેશે તેના પર પણ પ્રશ્ન છે. આ વખતે તો કોંગ્રેસ સોનો આંકડો પણ અડી શક્યા નથી. ૯૯ પર આવીને તેમની ગાડી અટકી ગઈ છે. ઇન્ડિ ગઠબંધનમાં કોંગ્રેસ બાદ અખિલેશ યાદવ સમાજવાદી પાર્ટીના ૩૭ સાંસદો છે ત્યારબાદ મમતા બેનર્જી ની તૃણમુલ કોંગ્રેસના ૨૯ ડી.એન.કે ના ૨૧ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના ૯ શરદ પવારની એન.સી.પી ના ૭ તેજસ્વી યાદવની આર.જે.ડીના ૪ સીપીએમના ૪, ઝારખંડ મુક્તિ મોરચાના ૩, એએપીના ૩ અને અન્ય નાના પક્ષો નો સમાવેશ થાય છે. રાજકારણ એ એક એવી જગ્યા છે જ્યાં કોઈપણ પ્રકારની દોસ્તી લાંબા સમય સુધી ટકતી નથી. સમય સંજોગો અને પરિસ્થિતિ મુજબ દોસ્તી અને દુશ્મની બદલાતી રહે છે અને તે જ રીતે પાર્ટીઓના સાંસદો પણ બદલાતા રહે છે. જેમ કે સીધી વાત કરીએ તો મમતા બેનર્જી પણ પહેલા એનડીએ નો ભાગ રહી ચૂક્યા છે.હાલમાં નીતિશકુમાર એનડીએ થી છુટા પડે તેમ લાગતું નથી કારણકે આવતા વર્ષે જ બિહાર વિધાનસભાની ચૂંટણી છે આ ચૂંટણીમાં નીતિશકુમાર ને એનડીએ નીજરૂર પડશે જ. આની પહેલા પણ એનડીએ જોડે છેડો પાડવાના પરિણામો નીતીશ કુમારે જોઈ ચૂક્યા.

 

BYA News SURAT

Exit mobile version