સુરત મહાનગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરી ઉપર વરસાદ પડી ગયો હોય તેવું લાગ્યું
આવ રે વરસાદ, ધેવરીયો વરસાદ, ઉના ઉના રોડ અને ખાડાઓ નો વરસાદ.
સુરત : SMC એટલે કે સુરત મહાનગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરી શરૂ કરી હતી પરંતુ તેમાં કરેલ સુરત મહાનગર પાલિકા નું કામ એ યોગ્ય લાગી રહ્યું નથી. ખુબ જ સામાન્ય વરસાદમાં ડામરના રસ્તા ખોખલા થવા લાગ્યા છે. આજે સવારે ગુજરાત ગેસ સર્કલ નજીક એક ટ્રકનું પૈડું એક ખાડા ની અંદર ખુપી ગયું હતું. મુખ્ય રોડ ની બાજુમાં ટ્રક ફસાયો હોવાથી તેની અંદર ભરેલું માલ સામાન બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ હતી. પરંતુ આ પરિસ્થિતિના કારણે ટ્રાફિક થશે તે વાતને નજર અંદાજ કરી શકાય નહીં.
ચાર મહિનાના ગરમીના ગાળા અને ખૂબ જ ઉકળાટ બાદ સુરતીઓને આ પરિસ્થિતિમાંથી વરસાદને લીધે થોડીક રાહત મળી હતી. પરંતુ આ રાહત બાદ ફરીથી શું સુરતની જનતા ઉપર કોઈ આફત આવી પડી છે. સુરત મહાનગરપાલિકાની પ્રિમોન્સુન ની કામગીરી ઉપર વરસાદ પડી ગયો હોય તેવું લાગ્યું. શહેરના ઘણા વિસ્તારોમાં જમીન ખોખલી પડવા લાગી છે અને ઘણી જગ્યાએ પાણી પણ ભરાવા લાગે છે. ઘણા મેટ્રો સ્ટેશન ઉપર પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી. આવા કાર્યોને લીધે શું આપણે સુરતને એક મેટ્રોસિટી બનાવી શકીશું ખરા. બે દિવસ પહેલા અઠવા ઝોન ના રસ્તાની વચ્ચે એક મોટો ખાડો પડ્યો હતો જેને લીધે સુરતની જનતાને તકલીફ પડી હતી. ફક્ત ટ્રાફિક સિગ્નલ લગાવીને અને દંડ લેવાથી આપણે આગળ નહી વધીએ સુરતની કોર્પોરેશન એ પણ એક સારી કામગીરી કરવી પડશે.
• તમે પાડેલા ફોટોગ્રાફ/વિડિયો તમારા વિસ્તારની સમસ્યાઓ ગટર,પાણીની સમસ્યાઓ, સામાજિક-ધાર્મિક કાર્યક્રમો, ખેતીવાડી અને પશુપાલનને લગતી સમસ્યાઓ, મહાનગરપાલિકા, નગરપાલિકા ના અધિકારીઓ ધ્યાન ન આપતા હોય, પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન માં ફરિયાદ ન લેતા હોય કે ટ્રાફિક પોલીસ તમારી સાથે ગેરવર્તન કરતી હોય તો તેની વિગતો, WhatsApp નં.96011 51675 પર મોકલી આપો, જેથી અમે તેને સારી રીતે પ્રકાશિત કરી શકીએ
• BYA News ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હમણાં જ જોડાવો અને ગુજરાત ભરના સમાચાર તેમજ આપના વિસ્તારની સમસ્યા કે પ્રેસનોટ મોકલો
• WHATSAPP group link : https://chat.whatsapp.com/IJx1Fzzqmdc6brKsftw4Bw
• Instagram
• https://www.instagram.com/b.y.a.news?igsh=MXJiazQ4ZDRrZ3pjbw==
• Facebook
• https://www.facebook.com/bharatyuvaabhiyansurat?mibextid=ZbWKwL
• YouTube channel
• https://www.youtube.com/@BHARATYUVAABHIYAN2014