રાજકોટ TRP ગેમઝોન ના આરોપી ધવલને રાજકોટ પોલીસને સોંપાયો..
સવારે ત્રણ વાગ્યે રાજકોટ પોલીસે આરોપી ને કબ્જે લીધો
BYA NEWS :- મળતી માહિતી અનુસાર રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ નો મુખ્ય આરોપી ધવલ ઠક્કરને બનાસકાંઠા LCB એ ઠક્કરને આબુરોડથી પકડી લીધા બાદ સવારે ત્રણ વાગ્યા ની આજુબાજુ બનાસકાંઠા પોલીસના કબ્જામાં થી ધવલ ઠક્કર ને રાજકોટ પોલીસ ના હવાલે કરવામાં આવેલ, ત્યારબાદ રાજકોટ પોલીસ દ્વારા ધવલ ને રાજકોટ લઇ જવા રવાના થયેલ, ધવલ ઠક્કર ની હવે રાજકોટ પોલીસ તપાસ કરશે, તેમાં આરોપી ધવલ ની પુછપરછમાં ઘણા મોટા ખુલાસા થવાની શક્યતાઓમાં પણ થઇ શકે છે,
તેમ સુત્રો અનુસાર પોલીસે આ પ્રકરણમાં કુલ છ ફરીયાદ દાખલ પણ કરી છે,
તેમ જાણવા જઈએ તો આ કેસમાં રાજકોટ તાલુકા પોલીસ પોતે ફરિયાદી બની છે, તેમ પોલીસે આ પ્રકરણમાં કુલ છ લોકો સામે ફરીયાદ પણ દાખલ કરેલ છે,
જેમાં (૧) ધવલભાઈ ભરતભાઈ ઠક્કર (૨) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા (૩) કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા (૪) યુવરાજસિંહ હરિસિંહ સોલંકી (૫) પ્રકાશચંદ કનૈયાલાલ હિરન (૬) રાહુલ લલિતભાઈ રાઠોડ નાઓ નો સમાવેશ થાય છે,
ત્યારે પોલીસે છ આરોપીઓ વિરુદ્ધ IPC કલમ ૩૦૪,૩૦૮,૩૩૭,૩૩૮,૧૧૪ મુજબ નો ગુન્હો નોંધ્યો છે, એફ.આઈ.આર માં જણાવવામાં આવેલ છે કે, ટી.આર.પી ગેમઝોન ના સંચાલકો મુખ્ય આરોપી ધવલ કોર્પોરેશનના પ્રોપરાઈટર (૧) ધવલભાઈ ભરતભાઈ ઠક્કર તથા રેસ વે એન્ટરપ્રાઇઝના ભાગીદારો (૨) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા (૩) કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા (૪) યુવરાજસિંહ હરિસિંહ સોલંકી (૫) પ્રકાશચંદ કનૈયાલાલ હિરન (૬) રાહુલ લલિતભાઈ રાઠોડ ત્યારબાદબાદ તપાસમાં ખુલે તે તમામ ઇસમોએ આશરે ૫૦ મીટર પહોળું અને આશરે ૬૦ મીટર લાંબુ અને ત્રણ થી ચાર માળ જેટલું ઊંચું લોખંડ તથા ફેબ્રિકેશન થી માળખું ઊભું કરીને ગેમઝોન બનાવેલ, આ ગેમઝોનમાં આગ લાગવાની ઘટના બને તો તેની પહોંચીવળે આગને રોકી અસરકારક ફાયર ફાયટીંગ ના સાધનો રાખ્યા વગર ઉપરાંત અગ્નીશમન વિભાગની એન.ઓ.સી. મેળવ્યા વગર આ જોખમી જગ્યાએ ગેમઝોન ચલાવી રહ્યાં હતા અને તેથી જ આટલી મોટી દુર્ઘટના બનેલ છે.