વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે 51મા રાણી દુર્ગાવતીજી રમતોત્સવનો આજથી ભવ્ય આરંભ
સુરત:વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે ૫૧મો રાણી દુર્ગાવતીજી રમતોત્સવનો આજે ભવ્ય આરંભ થયો હતો. આ રમતોત્સવ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો. કિશોરસિંહ એન ચાવડાની અધ્યક્ષતામાં યોજાયો છે. જેમાં યુનિવર્સિટી વિસ્તારની કુલ ૧૩૪ કોલેજોના ૧૮૧૨ વિદ્યાર્થીઓએ ભાગીદારી નોંધાવેલ છે. જેમાં ૧૧૦૫ વિદ્યાર્થી ખેલાડીઓ અને ૭૦૭ વિદ્યાર્થીની ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ રમતોત્સવ તા-૨૧ થી ૨૪ જાન્યુઆરી ૨૦૨૫ એમ કુલ ચાર દિવસ માટે યોજવામાં આવેલ છે. જેમાં આજે પહેલા દિવસે એટલે કે તા: ૨૧/૦૧/૨૦૨૫ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે ઉદ્ઘાટન સત્ર યોજાયું હતું. તેમાં આરંભે દીપ પ્રાગટ્ય વિધિ કરવામાં આવી હતી.
દીપ પ્રાગટ્ય વિધિમાં યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો. કિશોરસિંહ એન ચાવડા, યુનિવર્સિટીના કુલ સચિવ શ્રી ડો. રમેશભાઈદાન ગઢવી, યુવક કલ્યાણ અને શારીરિક શિક્ષણ વિભાગના વડા ડો. યોગેશ વાસિયા, એનએસએસના વડા ડો. શ્રીધર નિમાવત, બોર્ડ ઓફ સ્પોર્ટસના હોદ્દેદારો, યુનિવર્સિટીના જુદા જુદા વિભાગોના વડાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય વિધિ બાદ યુનિવર્સિટી ગીતનું ગાન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી ગીત ગાન બાદ કુલપતિ શ્રી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને રમતોત્સવમાં ભાગીદાર થયેલ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ કુચનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્ર સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ દ્વારા વ્યાયામ જ્યોત કુલપતિ શ્રી ને અર્પણ કરવામા આવી હતી.
કાર્યક્રમને આગળ ધપાવતા કુલ સચિવ શ્રી ડો. રમેશ દાન ગઢવી દ્વારા પ્રસંગે અનુરૂપ આવકાર પ્રવચન આપવામાં આવ્યું હતું. જેમાં તેમણે કુલપતિ શ્રી વગેરે મંચસ્થ મહેમાનો, બોર્ડ ઓફ સ્પોર્ટસના સભ્યશ્રીઓ, રમતોત્સવમાં સામેલ કોલેજો અને વિદ્યાર્થીઓ, વિભાગના વડાઓ, કોલેજોના આચાર્યશ્રીઓ, રમતોત્સવના અમલીકરણ માટે રચાયેલ જુદી જુદી સમિતિઓના સભ્યો વગેરેને શાબ્દિક આવકાર આપ્યો હતો. ત્યારબાદ તેમણે ૫૧મા રાણી દુર્ગાવતીજી રમતોત્સવના નામકરણ વિશે અને વર્તમાન અને ભવિષ્યમાં યોજાનારા આ પ્રકારના અન્ય કાર્યક્રમોના નામકરણ વિશે વાત કરી હતી. તેમણે ઉપસ્થિત સૌને આજે બપોરે યુનિવર્સિટી કન્વેશન હોલ ખાતે બિરસા મુંડાના જીવન પર આધારિત નાટક નિહાળવા માટે અને આજે સાંજથી શરૂ થતા રામોત્સવ માટે આમંત્રણ આપ્યુ હતું. તેમણે ડીઆરબી કોલેજની બેન્ડ ટીમનો અને કોલેજનો વિશેષ આભાર માન્યો હતો.
કુલ સચિવ શ્રી ના આવકાર પ્રવચન બાદ મંચસ્થ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં કુલપતિ શ્રી નું સ્વાગત યુવક કલ્યાણના વડા ડો. યોગેશ વાસીયા દ્વારા પુષ્પગુચ્છ અને ખેસથી કરવામાં આવ્યું હતું. જ્યારે કુલ સચિવ શ્રી નું સ્વાગત એનએસએસના વડા ડો. શ્રીધર નિમાવત દ્વારા પુષ્પગુચ્છ અને ખેસથી કરવામાં આવ્યું હતું. આમની સાથે સાથે બોર્ડ ઓફ સ્પોર્ટસ્ના ઉપસ્થિત સભ્યો, વિભિન્ન વિભાગોના વડાઓ વગેરેનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.
સ્વાગત વિધિ બાદ યુનિવર્સિટીના કુલપતિ શ્રી એ પ્રવચન કર્યું હતું. જેમાં તેમણે પોતાના પ્રવચનનો આરંભ ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓ દ્વારા કર્યો હતો. તેમણે મંચસ્થ મહેમાનો અને કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. શાબ્દિક સ્વાગત બાદ તેમણે પ્રવચનમાં યુનિવર્સિટીના ૬૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાનાર જુદા જુદા કાર્યક્રમો, પોતાની ૪૧ વર્ષની શિક્ષણ યાત્રા, વિદ્યાર્થીઓને મોબાઈલથી દૂર રહેવાની, મોબાઇલમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરવા અને માત્ર ઈમેલનો ઉપયોગ કરવા, મોબાઈલ અને ઈમેલનો પાસવર્ડ મા-બાપને આપવા, ભોજનમાં સ્થાનિક ભોજનને મહત્વ આપવા, બ્રહ્મમુહૂર્તમાં ઊઠવાની અને સમયસર સૂઈ જવાની, સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે ભોજન લેવા, ભારતીય જીવન શૈલી અપનાવીને શરીરને રોગોથી દૂર રાખવા, માતા પિતાને સાક્ષાત દંડવત પ્રણામ અને વંદન કરી આશીર્વાદ લેવા, આ રમતોત્સવમાં થયેલા કીર્તિમાનો, રમતોત્સવમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓ અને કોલેજોની સંખ્યા, યુવા અને સ્વસ્થ ભારત, ભારતમાં ભવિષ્યમાં યોજાનાર ઓલિમ્પિક, ૨૦૨૮મા તમામ સંસ્થાઓની ગુજરાતમાં યોજનારી જુદી જુદી રમતો વગેરે વિશે વિગતે વાત કરી પોતાનું પ્રવચન પૂર્ણ કર્યું હતું.
કુલપતિ શ્રી એ પ્રવચન બાદ ૫૧મો રાણી દુર્ગાવતીજી રમતોત્સવ વિધિવત ખુલ્લો મુક્યો હતો. ત્યારબાદ રમતોત્સવમાં શુદ્ધતા જળવાઈ રહે તે માટે વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે યુવક કલ્યાણ અને શારીરિક શિક્ષણ વિભાગના વડા ડો.યોગેશ વાસીયા સાહેબ દ્વારા આભાર વિધિ અને ઋણ સ્વીકાર કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે કુલપતિ શ્રી, કુલ સચિવ શ્રી, અન્ય મંચસ્થ મહેમાનો, યુનિવર્સિટીના વહીવટદારો, બોર્ડ ઓફ સ્પોર્ટ્સના સભ્યો, કાર્યક્રમમાં સામેલ કોલેજો અને વિદ્યાર્થીઓ, વ્યવસ્થાપન માટે રચાયેલ જુદી જુદી સમિતિઓના સભ્યશ્રીઓ વગેરેનો રમતોત્સવમાં સહયોગ કરવા બદલ આભાર માન્યો હતો અને ઉદ્ઘાટન સત્રને પૂર્ણ જાહેર કર્યું હતું.
આજે બપોરના ૦૨:૩૦ કલાકે આરંભ થતાં સત્રમાં જુદી જુદી રમતોનો આરંભ થશે. જેમાં ભાઈઓ અને બહેનોની ૧૦૦ મીટર હિટ દોડ, બહેનોની ગોળા ફેંક ફાઇનલ સ્પર્ધા, બહેનો માટે ઊંચી કૂદ ફાઇનલ, ભાઈઓ અને બહેનો માટે ૪૦૦ મીટર હિટ દોડ, ભાઈઓ અને બહેનો માટેની ૧૫૦૦ મીટર હિટ દોડનો સમાવેશ થાય છે.
• તમે પાડેલા ફોટોગ્રાફ/વિડિયો તમારા વિસ્તારની સમસ્યાઓ ગટર,પાણીની સમસ્યાઓ, સામાજિક-ધાર્મિક કાર્યક્રમો, ખેતીવાડી અને પશુપાલનને લગતી સમસ્યાઓ, મહાનગરપાલિકા, નગરપાલિકા ના અધિકારીઓ ધ્યાન ન આપતા હોય, પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન માં ફરિયાદ ન લેતા હોય કે ટ્રાફિક પોલીસ તમારી સાથે ગેરવર્તન કરતી હોય તો તેની વિગતો, WhatsApp નં.96011 51675 પર મોકલી આપો, જેથી અમે તેને સારી રીતે પ્રકાશિત કરી શકીએ
• BYA News ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હમણાં જ જોડાવો અને ગુજરાત ભરના સમાચાર તેમજ આપના વિસ્તારની સમસ્યા કે પ્રેસનોટ મોકલો
• WHATSAPP group link : https://chat.whatsapp.com/IJx1Fzzqmdc6brKsftw4Bw
• Instagram
• https://www.instagram.com/b.y.a.news?igsh=MXJiazQ4ZDRrZ3pjbw==
• Facebook
• https://www.facebook.com/bharatyuvaabhiyansurat?mibextid=ZbWKwL
• YouTube channel
• https://www.youtube.com/@BHARATYUVAABHIYAN2014