BYA News

IPL ના મેગા ઓક્શન મુદ્દે શાહરૂખ અને વાડીયા આમને સામને

હાલના સમયમાં ભારતમાં સૌથી મોટી કોઈ રમત કહેવાતી હોય તો તે ક્રિકેટ છે જેમાં દર વર્ષે હજારો કરોડની આવક થાય છે અને જો તે જ આવકનો સૌથી મોટો ઝરીઓ હોય તો તે IPL છે. IPL 2025 ના મેગા ઓપ્શન પહેલા ગઈકાલે એટલે કે 31 જુલાઈ ના રોજ BCCI અને IPL ફ્રેન્ચાઇઝીના માલિકો વચ્ચે મીટીંગ રાખેલ હતી. આ મિટિંગમાં કોલકત્તા નાઈટ રાઈડર્સ ના માલિક અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કિંગ એવા શાહરુખ ખાન અને પંજાબ ટીમના નેસ વાડીયા વચ્ચે બોલાચાલી થઈ હતી. બંને વચ્ચેનો વિવાદ નો મુદ્દો આઇપીએલ મેગા ઓકશન પહેલા ખેલાડીઓના રીટેન્શન સંખ્યાનો હતો. ફ્રેન્ચાઇઝી બેસ્ટ ટીમ તૈયાર કરવા માટે પ્રયત્ન કરી રહી છે પરંતુ દર ત્રણ વર્ષે બીસીસીઆઈ મેગા ઓપ્શન કરે છે અને જેના કારણે ફ્રેન્ચાઇઝીના ત્રણ ચાર ખેલાડીઓ જ રિટર્ન અથવા તો એમ કહીએ કે જાળવી રખાતા હોય છે. જોકે પૂરી ટીમનું ફરીથી રિસ્ટ્રક્ચરિંગ કરવામાં એટલે કે પૂરી ટીમને ફરીથી એક જૂઠ કરવામાં ફ્રેન્ચાઇઝીના માલિકોને મુશ્કેલી નડતી હોય છે. જેનાથી શાહરુખ ખાને મેગા અક્ષર ની સિસ્ટમને દૂર કરવામાં સમર્થન આપ્યું હતું.

મીડિયા રિપોર્ટની વાત અનુસાર મિટિંગમાં સામેલ BCCI ના સુત્રોએ જણાવ્યું હતું કે શાહરૂખ મેગા અક્ષર ના વિરોધમાં સમર્થન આપી રહ્યા હતા ત્યારે કેકેઆરના માલિકની પંજાબ કિંગના કો ઓનર એવા નેસ વાડીયા સાથે રીટન્સન ની સંખ્યા અંગે ઉગ્ર બોલા ચાલુ થઈ હતી. શાહરૂખ રિટર્ન્સન ના પક્ષમાં હતા જ્યારે વાડીયા તેના વિરોધમાં હતા.

શાહરૂખ અને વાડીયા આમને સામને

મુંબઈમાં આયોજિત આ મિટિંગમાં શાહરૂખ ખાને મેઘા ઓક્શન દૂર કરવા અંગે સનરાઈઝર હૈદરાબાદ સાથે હાથ મિલાવ્યો હતો. કાવ્યા મરણ પણ શાહરૂખ ના આ મુદ્દાનું સમર્થન કરતી હતી. પરંતુ બીસીસીઆઈ એ હજી સુધી આ મામલે કોઈ ચોક્કસ નિર્ણય જાહેર કર્યો નથી. ઓગસ્ટના અંત સુધીમાં બીસીસીઆઈ પોતાનો નિર્ણય જણાવશે. કાવ્યા મરાને જણાવ્યું હતું કે ટીમ બનાવવામાં બહુ સમય લાગે છે યુવા ખેલાડીઓને સક્ષમ બનાવવામાં ઘણો સમય અને રોકાણ પણ થાય છે. અભિષેક શર્મા જેવા ખેલાડીને પોતાના પ્રદર્શનમાં સ્થિરતા લાવવા માટે ત્રણ વર્ષ લાગ્યા હતા. આવી ઘણી ટીમોમાં આ પ્રકારના ઉદાહરણો જોવા મળે છે.

– દિલ્હી કેપિટલ્સ ના માલિકે પણ આ મેગા ઓપ્શન નું સમર્થન કર્યું હતું. મિટિંગમાં હાજરી આપનાર અન્ય માલિકોમાં દિલ્હી કેપિટલ ના માલિક એવા કિરણકુમાર ગાંધી પાર્થ જિંદાલ લખનઉ સુપર જાયન્ટ્સના સંજીવ ગોઇનકા ચેન્નાઈ સુપર કિંગ્સના રૂપા ગુરુનાથ રાજસ્થાન રોયલ્સના મનોજ બડાલે અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર ના પ્રાથમિક મિશ્રા સામેલ હતા. અમુક માલિકો વિડિયો કોન્ફરન્સ ના માધ્યમથી પણ મિટિંગમાં હાજર હતા. મુંબઇ ઇન્ડિયન્સના અંબાણી એ પણ ઉપસ્થિતિ આપી હતી. મિટિંગ બાદ દિલ્હી કેપિટલ્સ ના માલિક જિંદાલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે” હું મેગા ઓપ્શન ના પક્ષમાં છું. મને આશ્ચર્ય થાય છે કે પ્રથમ વખત મેગા ઓપ્શન જારી રાખવા મુદ્દે આટલી ઉગ્ર ચર્ચા થઈ પરંતુ હું તેનું સમર્થન કરું છું.”

 

BYA News SURAT

તમે પાડેલા ફોટોગ્રાફ/વિડિયો તમારા વિસ્તારની સમસ્યાઓ ગટર,પાણીની સમસ્યાઓ, સામાજિક-ધાર્મિક કાર્યક્રમો, ખેતીવાડી અને પશુપાલનને લગતી સમસ્યાઓ, મહાનગરપાલિકા, નગરપાલિકા ના અધિકારીઓ ધ્યાન ન આપતા હોય, પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન માં ફરિયાદ ન લેતા હોય કે ટ્રાફિક પોલીસ તમારી સાથે ગેરવર્તન કરતી હોય તો તેની વિગતો, WhatsApp નં.96011 51675 પર મોકલી આપો, જેથી અમે તેને સારી રીતે પ્રકાશિત કરી શકીએ

BYA News ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હમણાં જ જોડાવો અને ગુજરાત ભરના સમાચાર તેમજ આપના વિસ્તારની સમસ્યા કે પ્રેસનોટ મોકલો

• WHATSAPP group link : https://chat.whatsapp.com/IJx1Fzzqmdc6brKsftw4Bw

• Instagram
https://www.instagram.com/b.y.a.news?igsh=MXJiazQ4ZDRrZ3pjbw==

• Facebook
https://www.facebook.com/bharatyuvaabhiyansurat?mibextid=ZbWKwL

• YouTube channel
https://www.youtube.com/@BHARATYUVAABHIYAN2014

Exit mobile version