BYA News

Surat GIDC | ચૂંટાયેલ અધિકારીઓના કારણે સુરત જી.આઈ.ડી.સી (GIDC) બન્યું ભ્રષ્ટાચારનુ હબ…?

સુરત ભાટપોર જી.આઈ.ડી.સી.(GIDC)માં ૬૦૦ થી વધુ અનઅધિકૃત બાંધકામોમાં કાર્યવાહી માટે નોટીસો પાઠવેલ છતાં ચૂંટાયેલ અધિકારીઓના ડરથી કાર્યપાલક ઈજનેર અને નાયબ કાર્યપાલક ઈજનેર કોઈ કાર્યવાહી કરી શકતાં નથી..!
વાઈસ ચેરમને અને મેનેજીંગ ડીરેકટર, ગાંધીનગર, ગુજરાત તકેદારી આયોગ, તેમજ મુખ્યમંત્રી કાર્યલય, સહિતના પત્રોને ઘોળીને પી જનારા (નજર અંદાજ) આવા ભ્રષ્ટાચારી પ્રાદેશિક મેનેજર તેમજ કાર્યપાલક ઈજનેર સામે કાર્યવાહી ક્યારે…?
GIDCના કાર્યપાલક ઈજનેર અને નાયબ કાર્યપાલક ઈજનેર નિદ્રામાં અને બાંધકામધારકોને જલસા..?
સચીન, પાંડેસરા, કતારગામ, ખટોદરા જી.આઈ.ડી.સી.માં જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર..!!
કાર્યપાલક ઈજનેર અને નાયબ કાર્યપાલક ઈજનેર આખરે ક્યારે ઊંઘમાંથી જાગશે…?

(ભારત યુવા અભિયાન)

સુરત જી.આઈ.ડી.સી ના હદ વિસ્તારમાં ચાલતા બાંધકામો ને છાવરવામાં મસમોટો હાથ ધરાવનાર કાર્યપાલક ઈજનેર અને નાયબ કાર્યપાલક ઈજનેર ના કારણે જી.આઈ.ડી.સી કચેરી ને ભ્રષ્ટાચાર કચેરી તરીકે ઓળખાવા લાગી.

સુરત જી.આઈ.ડી.સીમાં ગેરકાયદે બાંધકામો ને છાવરીને આચરવામાં આવતો ભ્રષ્ટાચાર આજે ઉડીને આંખે વળગે એટલી હદે પહોંચી ગયો છે, ભ્રષ્ટ અધિકારીઓ ગેરકાયદે બાંધકામ કરનારા મિલ્કતદારો સાથે સેટિંગનો ખેલ પાર પાડીને ફક્ત ગેરકાયદે બાંધકામોને જ કહેવાતી મંજૂરી નથી આપતાં, પરંતુ આવા ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ અનેક ફરિયાદો થયા બાદ પણ આંખ આડા કાન કરી છાવરતાં જોવા મળે છે,

એટલું જ નહી પણ કાર્યવાહીના નામે ફક્ત નોટીસોનું નાટક રચીને ઉચ્ચ અધિકારીઓની આંખોમાં ધૂળ ઝોંકવાનો પ્રયાસ કરતાં હોય છે, ત્યારે આવો જ એક કિસ્સો સુરત જી.આઈ.ડી.સી નો સામે આવ્યો છે, જેમાં જી.આઈ.ડી.સી ના કાર્યપાલક ઈજનેર અને નાયબ કાર્યપાલક ઈજનેર ની ભૂંડી ભૂમિકા ભજવી હોવાનું મનાઈ રહ્યું છે,

ત્યારબાદ જી.આઈ.ડી.સી (GIDC) મા સતત ગેરકાયદેસર બાંધકામો ને છાવરનાર કાર્યપાલક ઈજનેર અને નાયબ કાર્યપાલક ઈજનેર જેવા ભ્રષ્ટ અધિકારીઓ ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ ઠોસ કાર્યવાહી ન કરી બાંધકામો ને છાવરવા ના ભાગ રૂપે આજદિન સુધી નોટીસ પણ પાઠવેલ નથી, કે નક્કર કાર્યવાહી ન કરવા ના બદલે બાંધકામ ધારકો પાસે થી રિશ્વત (લાંચ લેતા હોય તેમ જણાઈ રહેલ છે,

ત્યારબાદ જે તે બાંધકામ ધારકો પાસે થી તગડી રકમ વસુલ કરી, મળેલ સત્તા નો દુરઉપયોગ કરી ભ્રષ્ટાચાર આચરી રહ્યાં હોવાની ચર્ચાઓ ઊઠવા પામી છે, તેમ વિસ્તૃત જાણવા જઈએ તો કાર્યપાલક ઈજનેર અને નાયબ કાર્યપાલક ઈજનેર ના હદ વિસ્તારમા ચાલતા તમામ બાંધકામો ગેરકાયદે હોવા છતાં કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નથી, અને એક પણ બાંધકામ નું ડીમોલેશ કરવામાં આવેલ નથી.  જેથી આવા ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા સમગ્ર જી.આઈ.ડી.સી. કચેરીમાં ચર્ચાઓ ઉઠવા પામી છે કે, ગેરકાયદેસર બાંધકામ છાવરવા માટે કાર્યપાલક ઈજનેર અને નાયબ કાર્યપાલક ઈજનેર એ ખુબ મોટી રકમ લઇ લીધેલ હોવાથી બાંધકામ વપરાશ શરુ થવા દેવામાં આવેલ છે,

ગેરકાયદે બાંધકામો ને છાવરીને આચરવામાં આવતો ભ્રષ્ટાચાર આજે એટલી હદે પહોંચી ગયો છે, ભ્રષ્ટ અધિકારી કાર્યપાલક ઈજનેર અને નાયબ કાર્યપાલક ઈજનેર ગેરકાયદે બાંધકામ કરનારા મિલ્કતદારો સાથે સેટિંગનો ખેલ પાર પાડીને ફક્ત ગેરકાયદે બાંધકામોને જ કહેવાતી મંજૂરી નથી આપતાં, પરંતુ આવા ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ ફરિયાદો થયા બાદ પણ છાવરતાં જોવા મળે છે,

ઉચ્ચ કક્ષાએ અનેક રજુઆતો કરવા છતાં આ કાર્યપાલક ઈજનેર અને નાયબ કાર્યપાલક ઈજનેર જી.આઈ.ડી.સી માં હજુ કેટલો સમય કેટલો ભ્રષ્ટાચાર આચરે છે..? તે જોવાનું રહ્યું..

આગે….આગે…દેખો…..હોતા…હૈ….ક્યાં

BYA News SURAT

• તમે પાડેલા ફોટોગ્રાફ/વિડિયો તમારા વિસ્તારની સમસ્યાઓ ગટર,પાણીની સમસ્યાઓ, સામાજિક-ધાર્મિક કાર્યક્રમો, ખેતીવાડી અને પશુપાલનને લગતી સમસ્યાઓ, મહાનગરપાલિકા, નગરપાલિકા ના અધિકારીઓ ધ્યાન ન આપતા હોય, પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન માં ફરિયાદ ન લેતા હોય કે ટ્રાફિક પોલીસ તમારી સાથે ગેરવર્તન કરતી હોય તો તેની વિગતો, WhatsApp નં.96011 51675 પર મોકલી આપો,
જેથી અમે તેને સારી રીતે પ્રકાશિત કરી શકીએ

• BYA News ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હમણાં જ જોડાવો અને ગુજરાત ભરના સમાચાર તેમજ આપના વિસ્તારની સમસ્યા કે પ્રેસનોટ મોકલો

• WHATSAPP group link : https://chat.whatsapp.com/IJx1Fzzqmdc6brKsftw4Bw

• Instagram
• https://www.instagram.com/b.y.a.news?igsh=MXJiazQ4ZDRrZ3pjbw==

• Facebook
• https://www.facebook.com/bharatyuvaabhiyansurat?mibextid=ZbWKwL

• YouTube channel
• https://www.youtube.com/@BHARATYUVAABHIYAN2014

Exit mobile version