સુરત મહાનગરપાલિકા ના કતારગામ ઝોનના ઝોનલ ચીફ મહેશ ચાવડા અને કાર્યપાલક ઇજનેર કામિની દોશી તક્ષશિલા અગ્નિકાંડ, રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ જેવી ઘટનાની રાહ જોઈ રહ્યાાં હોય તેમ રાજકીય નેતાઓના નામે ગેરકાયદેસર બાંધકામ સામે નોટિસ આપ્યા બાદ પણ નક્કર કાર્યવાહી ન કરી નતમસ્તક કેમ થયા…?? એ સવાલો ઉઠી રહ્યાાં છે…
મ્યુનિ. કમિશનરનો ઝીરો દબાણની પોલીસી ફક્ત ગરીબ વર્ગના લોકો માટે, રાજકીય નેતાઓના કથિત મળતિયાઓ માટે નહિ!!
ગરીબ વર્ગના લોકોના દબાણો દૂર કરી હીરોગીરી બતાવનાર કતારગામ ઝોનના આ બંને અધિકારીઓ કેમ રાજકીય નેતાના ભલામણ ગેરકાયદે બાંધકામ ને છાવરી રહ્યાાં છે..? શું કાયદો ફક્ત ગરીબો માટે… નેતાઓ માટે નહિ..? તક્ષશિલા અગ્નિકાંડ, રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ જેવી ઘટનાની રાહ જોતા કતારગામ ઝોનના આ અધિકારીઓ નવા એક અગ્નિકાંડની રાહ જોઈ રહ્યાાં છે કે શું..?
(પ્રતિનિધિ, ભારત યુવા અભિયાન)
સુરત મળતી માહિતી મુજબ સુરત મહાનગરપાલિકા ના નોર્થઝોન (કતારગામ) અવાર નવાર છેલ્લા ઘણા સમય થી કોઈ ને કોઈ કારણોસર ચર્ચામાં છે. સાથોસાથ નોર્થઝોન (કતારગામ) માં માં પ્રત્યેક બાબતો માં રાજકીય આગેવાનો ની ખુબ જ ભલામણો આવતી રહે છે અને ઝોન ના બાબુઓ તે ભલામણ ના કારણે તેઓને કરવાની કોઈ જ કામગીરી કરતા હોતા નથી, જેથી તેઓની કામગીરી શૂન્ય જણાઈ રહી છે.
પરંતુ “હા”આજ સરકારી બાબુઓ લારી,ગલ્લા, પાથરણા વાળાઓ ને હેરાન કરવાના હોય તો નોર્થઝોન તે કામગીરી ૧૦૦ ટકા કરતાં રહ્યાં છે. કેમ કે, તે લારી,ગલ્લા, પાથરણા વાળાઓ પાસે થી નાની રકમ નો દંડ ભરાવી લારી,ગલ્લા, પાથરણા વાળાઓ ની સામે નોર્થઝોન (કતારગામ) ના બાબુઓ હીરોગીરી કરી પોતે સાહેબ હોવાનું સાબિત કરતા ફરે છે. પરંતુ ગેરકાયદેસર બાંધકામ હોય, કે રોડ-રસ્તા, સહિતની શહેરીજનો માટેની પ્રાથમિક જરૂરિયાત ની કામગીરીમાં નોર્થઝોન (કતારગામ) ની શૂન્ય કામગીરી નજરે પડી રહી છે. જ્યાં જોવો ત્યાં રોડ ના થીગડા ઉખડી ગયેલ દેખાય તો બાંધકામો ગેરકાયદે દેખાતા હોવા છતાં સદર બાબુઓ ની આ કામગીરી કેમ શૂન્ય..? તે એક પ્રશ્ન થઇ રહ્યો છે.
ત્યારે એક એવા કિસ્સા ની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકા ના નોર્થઝોન (કતારગામ) ખાતે સામે આવ્યો છે, જેમાં નોર્થઝોન (કતારગામ) ના ઝોનલ ચીફશ્રી મહેશ ચાવડા તેમજ કાર્યપાલક ઈજનેરશ્રી કામિની દોશી ની ભૂંડી ભૂમિકા ભજવી હોવાનું મનાઈ રહ્યું છે. ઝોન વિસ્તાર અંતર્ગત ટી.પી.૦૩, એક ખુલ્લી જમીનમાં થઇ રહેલ ભવ્ય બાંધકામ ગેરકાયદે હોવા છતાં સદર ઝોનલ ચીફશ્રી મહેશ ચાવડા તેમજ કાર્યપાલક ઈજનેરશ્રી કામિની દોશી ને તેને છાવરી રહેલ છે. અને આગળ ની કાર્યવાહી કરવામાં ઝોનલ ચીફશ્રી એમ.ડી.ચાવડા તેમજ કાર્યપાલક ઈજનેરશ્રી કામિની દોશી ના હાથ કેમ ધ્રુજી રહ્યાં છે તે વિચારવું રહ્યું. નોર્થઝોન (કતારગામ) મા સતત ગેરકાયદેસર બાંધકામો ને છાવરનાર ઝોનલ ચીફશ્રી મહેશ ચાવડા તેમજ કાર્યપાલક ઈજનેરશ્રી કામિની દોશી જેવા અધિકારીઓ ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ ઠોસ કાર્યવાહી ન કરી પાથરણા વાળો સામે હિરીગોરી કરી બાંધકામો ને છાવરવા ના ભાગ રૂપે કાર્યપાલક ઈજનેરશ્રી દ્વારા નોટીસ પાઠવ્યા બાદ પણ પોતે ઝોન ના વડા તરીકે ફરજ બજાવી રહ્યાં હોય તેમ નોટીસ ને પણ નજર અંદાજ કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે મોટાભાગે આ બાબુઓ દ્વારા બિન અધિકૃત બાંધકામ ધારક ને નોટીસ પાઠવ્યા બાદ કોઈ જ નક્કર કાર્યવાહી ન કરવા ના બદલે બાંધકામ ધારકો પાસે થી મોટી રકમ રિશ્વત પેટે લેતા હોય તેમ જણાઈ રહેલ છે. કેમ કે, કાર્યપાલક ઈજનેરશ્રી દ્વારા નોટીસ પાઠવ્યા બાદ કરવાની કાર્યવાહી તો ફક્ત ને ફક્ત નાયબ ઈજનેરશ્રી અને આસી.ઈજનેર ને જ કરવાની રહેતી હોય છે, પરંતુ સદર ડેપ્યુટી ઈજનેર કોઈ જ કાર્યવાહી ન કરી પોતાનો વ્યક્તિગત હેતુ સિદ્ધ કરી ભ્રષ્ટાચાર આચરતા નજરે પડી રહ્યાં છે. ત્યારબાદ જે તે બાંધકામ ધારકો પાસે થી તગડી રકમ વસુલ કરી, મળેલ સત્તા નો દુરઉપયોગ કરી ભ્રષ્ટાચાર આચરી રહ્યાં હોવાની ચર્ચાઓ ઊઠવા પામી છે, તેમ વિસ્તૃત જાણવા જઈએ તો ડેપ્યુટી ઈજનેર ના હદ વિસ્તારમા ચાલતા તમામ બાંધકામો ગેરકાયદે હોવા છતાં કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નથી, અને એક પણ બાંધકામ નું ડીમોલેશન કરવામાં આવેલ નથી. ત્યારે એવા એક બે બાંધકામો ની વાત કરીએ તો ટી.પી:૦૩ વિસ્તારમાં અનેક બાંધકામ ગેરકાયદે જણાઈ રહેલ છે, અને તે બાંધકામ ને દુર પણ કરેલ નથી, જેથી આવા ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા સમગ્ર કતારગામ ઝોન વિસ્તારમાં ચર્ચાઓ ઉઠવા પામી છે કે, ગેરકાયદેસર બાંધકામ છાવરવા માટે ઝોનલ ચીફશ્રી મહેશ ચાવડા તેમજ કાર્યપાલક ઈજનેરશ્રી કામિની દોશી એ ખુબ મોટી રકમ લઇ લીધેલ હોવાથી બાંધકામ વપરાશ શરુ થવા દેવામાં આવેલ છે.
અને વળી અધિકારીઓ દ્વારા આચરવામાં આવતો ભ્રષ્ટાચાર આજે એટલી હદે પહોંચી ગયો છે, ભ્રષ્ટ અધિકારી ઝોનલ ચીફશ્રી મહેશ ચાવડા તેમજ કાર્યપાલક ઈજનેરશ્રી કામિની દોશી ગેરકાયદે બાંધકામ કરનારા મિલ્કતદારો સાથે સેટિંગનો ખેલ પાર પાડીને લારી, ગલ્લા, પાથરણા વાળાઓ સામે હીરોગીર બતાવી ફક્ત ગેરકાયદે બાંધકામોને જ કહેવાતી મંજૂરી નથી આપતાં, પરંતુ આવા ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ ફરિયાદો થયા બાદ પણ છાવરતાં જોવા મળે છે, અને લારી, ગલ્લા, પાથરણા વાળાઓ સામે કાર્યવાહી કરી રહેલ છે, જેથી હવે જોવાનું રહ્યું કે કતારગામ ઝોન ના બાબુઓ નિષ્પક્ષ રહી કાર્યવાહી કરશે કે પછી રાજકીય નેતાઓ ની ભલામણ થી ખુરશીમાં અદપવાળી બેસી રહેશે..!!!!!
આગે….આગે…દેખો…..હોતા…હૈ….ક્યાં!!