Saturday, September 14, 2024
IndiaSurat

વક્ફ બોર્ડના વિધેયક સુધારામાં સુરત પાલિકા ‘મુગલીસરા’બિલ્ડીંગ નો ઉલ્લેખ કરવામાં આવ્યો

હાલમાં જ થયેલ સાંસદ સભાની બેઠકમાં વક્ફ બોર્ડના વિધેયક રજુ કરવામાં આવ્યા હતા જેમાં ઘણી બધી માહિતીને ઉમેરવામાં આવી હતી સાથે સાથે સુરત મહાનગરપાલિકાની કચેરીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 22 ઓક્ટોબર 2021 ના રોજ પાલિકાની હુમાયુ સરાય તરીકે ઓળખાતી મિલકતને વકફ મિલકત તરીકે નોંધાવાનો હુકમ થયેલો હતો. આ સમગ્ર મામલે પાલિકાએ ઉગ્ર તપાસ કરી દરેક પ્રકારની કાયદાકીય માહિતી પૂર્ણ પાડી હતી જેથી કરીને ચુકાદો પાલિકાની તરફેણમા આવ્યો હતો.

સંસદ ભવનમાં વકફ બોર્ડ ના સુધારામાં સુરત પાલિકા ‘મુગલીસરા’ નો ઉલ્લેખ કરવામાં આવ્યો

સંસદ ભવનમાં વકફ બોર્ડના કાયદાઓમાં સુધારાનું બિલ પસાર કરવામાં આવ્યું હતું અરે આ મુદ્દે ભારે વિવાદ પણ થયો હતો. કેન્દ્રીય મંત્રી રીજ્જુ દ્વારા વક્ફ બિલ સુધારા અંગેના નિર્ણય માં સમર્થન અંગે રજૂ કરાયેલા વિવિધ મુદ્દાઓમાં સુરત પાલિકાની બિલ્ડીંગને પણ સમાવી લેવામાં આવ્યું હતું. કારણ પાલિકાની બિલ્ડીંગ ને ‘વક્ફ બિલ્ડીંગ’ તરીકે જાહેર કરેલ હતી તે દાવો ખોટો હતો આ સમગ્ર ઘટનાને રજૂ કરવામાં આવી હતી.

કેન્દ્રીય મંત્રી દ્વારા વક્ફ વિધેયક સુધારા અંગેના સમર્થનના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને સુરતની પાલિકા બિલ્ડીંગ જે સુરત મહાનગરપાલિકા નું મુખ્ય વહીવટી ભવન છે તેને વક્ફ તરીકે જાહેર કરવાનો મુદ્દો પણ રજૂ કરવામાં આવ્યો હતો. જો સરકારી મિલકત વાળી જગ્યાને વક્ફ જાહેર કરતા હોય તો સામાન્ય તો શું થાય? તેવી દલીલ કેન્દ્રીય મંત્રી દ્વારા કરવામાં આવી હતી. 22 ઓક્ટોબર 2021 ના રોજ વોર્ડ નંબર 11 સીટી સર્વે નંબર 1504 વાળી હુમાયુ સરાય તરીકે ઓળખાતી બિલ્ડીંગ ને ‘વક્ફ મિલકત’ તરીકે નોંધાવવાનો હુકમ કર્યો હતો.

આ નિર્ણય ને પાલિકા દ્વારા ગુજરાત રાજ્ય વક્ફ ટ્રિબ્યુનલ ગાંધીનગર સમક્ષ પડકારવામાં આવ્યો હતો. સુરત પાલિકા કમિશનર ટાઉન પ્લાનિંગના ડેપ્યુટી કમિશનર અને કર્મચારીઓ દ્વારા આ અંગે વિસ્તૃત અભ્યાસ કરવામાં આવ્યો હતો અને વક્ફ બોર્ડના દાવા સામે મજબૂત પુરાવા મુકવામાં આવ્યા હતા.

ત્યારબાદ પાલિકાના એડવોકેટે પાલિકા નો પક્ષ રજૂ કર્યો હતો જેમાં તેમને સફળતા મળી હતી. સુરત પાલિકાની મિલકત જે જાહેર મિલકત છે તેને જો વક્ફ બોર્ડમાં ઉમેરવામાં આવતી હોય તો ખાનગી મિલકતો નું શું થાય આ મુદ્દો સાંસદમાં ઉઠાવવામાં આવ્યો હતો.

 

BYA News SURAT

 

તમે પાડેલા ફોટોગ્રાફ/વિડિયો તમારા વિસ્તારની સમસ્યાઓ ગટર,પાણીની સમસ્યાઓ, સામાજિક-ધાર્મિક કાર્યક્રમો, ખેતીવાડી અને પશુપાલનને લગતી સમસ્યાઓ, મહાનગરપાલિકા, નગરપાલિકા ના અધિકારીઓ ધ્યાન ન આપતા હોય, પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન માં ફરિયાદ ન લેતા હોય કે ટ્રાફિક પોલીસ તમારી સાથે ગેરવર્તન કરતી હોય તો તેની વિગતો, WhatsApp નં.96011 51675 પર મોકલી આપો, જેથી અમે તેને સારી રીતે પ્રકાશિત કરી શકીએ

BYA News ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હમણાં જ જોડાવો અને ગુજરાત ભરના સમાચાર તેમજ આપના વિસ્તારની સમસ્યા કે પ્રેસનોટ મોકલો

• WHATSAPP group link : https://chat.whatsapp.com/IJx1Fzzqmdc6brKsftw4Bw

• Instagram
https://www.instagram.com/b.y.a.news?igsh=MXJiazQ4ZDRrZ3pjbw==

• Facebook
https://www.facebook.com/bharatyuvaabhiyansurat?mibextid=ZbWKwL

• YouTube channel
https://www.youtube.com/@BHARATYUVAABHIYAN2014

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *