સુરત ભાજપ ના કોર્પોરેટર દર્શિની કોઠીયા સામે ગાંધીનગર સેક્ટર-21માં પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સુરતના પુણાગામ વિસ્તારમાં ઇશ્વરકૃપા સોસાયટીમાં રહેતાં દર્શિની પ્રવિણભાઇ કોઠીયા નામની મહિલા સામે છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે, ફરીયાદ વચ્ચે કોઠીયાએ સુરત મહાનગરપાલીકાના બે કોર્પોરેટરો પાસે થી આર્થિક તકલીફમાં હોવાથી ૨૫ લાખ રૂપિયા ની મદદ માંગી હતી, ત્યારબાદ અન્ય વ્યક્તિઓ પાસેથી લાખોની રકમ લીધા બાદ પરત કરેલ નથી, મળતી માહિતી અનુસાર સુરતના રાંદેર અને કતારગામ ના બે કોર્પોરેટરો સહીત આઠ થી દસ જણા પાસેથી લાખો રૂપિયા લઇ પરત કરવામાં આવેલ નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે,
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પબ્લિક હેલ્થ કન્સલ્ટન્ટ તરીકે કામ કરવા દરમિયાન વર્ષ 2018માં શ્રદ્ધા રાજપુતને દર્શીની કોઠીયા સાથે ગાંધીનગર મહાપાલિકામાં મુલાકાત થયા બાદ મિત્રતા બંધાઈ હતી, તે દરમિયાન વર્ષ 2022માં દર્શિનીએ આર્થિક તકલીફના કારણે રૂપિયા પાંચ લાખની જરૂર હોવાનું કહેતા એક વર્ષમાં પરત કરવાની શરતે શ્રધ્ધાએ રૂપિયા પાંચ લાખ આપ્યા હતાં, એક વર્ષ બાદ નાણાં પરત માંગતા અઢી-અઢી લાખના બે ચેક ICICI બેંકના આપ્યા હતાં, પરંતુ તે ચેક બેંકમાં જમા કરાવ્યા તે દરમિયાન અપુરતા ભંડોળના કારણે ચેક પરત થયા હતા.
તેમ દર્શિની કોઠીયા દ્વારા ની ચુંટણી બાદ તુંરત રાંદેર વિસ્તારના ભાજપના એક કોર્પોરેટર પાસેથી દાસ લાખ અને કતારગામ વિસ્તારના એક કોર્પોરેટર પાસે થી પંદર લાખ રૂપિયા પડાવ્યા હતા, તેમ ભાજપના બંને કોર્પોરેટર પાસેથી ટોટલ ૨૫ લાખ રૂપિયા લઇ રકમ પરત કરવાના સમયે ફરી ગયેલ, તેમજ બંને કોર્પોરેટર ઉપરાંત પોતાના પર્સનલ આસિસ્ટન્ટ ના નામે પણ લાખો રૂપિયાની લોન લઇ હજી સુધી હપ્તા ભર્યા નહી હોવાનું બહાર આવેલ છે, રાજકીય રાજકીય જાહેર જીવન સાથે જોડાયેલ દર્શિની કોઠીયા લાખો રૂપિયા ઉઘરાવી પરત કરવાને મુદ્દે ઠાગાઠૈયા કરી રહ્યાં છે, તેમ આ વાત સુરત શહેર ભાજપમાં ચર્ચાના સ્થાને ચાલી રહેલ છે.
ત્યારપછી ફરિયાદી દ્વારા આરોપી સામે ફરીયાદ દાખલ કર્યા બાદ પોલીસે આરોપી સામે ફરીયાદ નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે,
તેમ દર્શિની કોઠીયા દ્વારા કોર્પોરેશન ની ચુંટણી બાદ તુંરત રાંદેર વિસ્તારના ભાજપના એક કોર્પોરેટર પાસેથી દાસ લાખ અને કતારગામ વિસ્તારના એક કોર્પોરેટર પાસે થી પંદર લાખ રૂપિયા પડાવ્યા હતા, તેમ ભાજપના બંને કોર્પોરેટર પાસેથી ટોટલ ૨૫ લાખ રૂપિયા લઇ રકમ પરત કરવાના સમયે ફરી ગયેલ, તેમજ બંને કોર્પોરેટર ઉપરાંત પોતાના પર્સનલ આસિસ્ટન્ટ ના નામે પણ લાખો રૂપિયાની લોન લઇ હજી સુધી હપ્તા ભર્યા નહી હોવાનું બહાર આવેલ છે, રાજકીય રાજકીય જાહેર જીવન સાથે જોડાયેલ દર્શિની કોઠીયા લાખો રૂપિયા ઉઘરાવી પરત કરવાને મુદ્દે ઠાગાઠૈયા કરી રહ્યાં છે, તેમ આ વાત સુરત શહેર ભાજપમાં ચર્ચાના સ્થાને ચાલી રહેલ છે.