સુબ્રમણ્યમ સ્વામી નો આક્ષેપ: ભારતની જમીન પચાવી પાડી અને નરેન્દ્ર મોદી થયા નતમસ્તક!
સુબ્રમણ્યમ સ્વામી નો આક્ષેપ : ભાજપના વરિષ્ઠ નેતાઓનો આક્ષેપ છે કે ચીન એ ભારતની 4064 ચોરસ કિલોમીટર જમીન પચાવી લીધી છે અને આ વાત મોદી સરકારે છુપાવી છે.
સ્વામીએ ઓક્ટોબર 2023 માં દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી કે પીએમ મોદી ચીનના સૈન્ય સામે નમી ગયા આરટીઆઇ હેઠળ ચીન અંગે તેમની જાણકારી આપતા નથી.
કોંગ્રેસ પણ નેહરુ ગાંધી પરિવારના ચીન સાથે ગાઢ સંબંધ હોવાથી લદ્દાખ મુદ્દે ચુપ હોવાનો સ્વામી દ્વારા આક્ષેપ.
નવી દિલ્હી: મોદી સરકાર દ્વારા ચીને લદ્દાખમાં ભારતની 4064 કિલોમીટર જેટલી જમીન કબ્જે કરી લીધા ની વાત ભારત દેશથી છુપાવી છે. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન સમક્ષ શીશ નમાવી દીધું છે. દેશની નબળી નેતાગીરી ચીન સામે ઘૂંટણીય પડી ગઈ હોય તેવા આક્ષેપો કરીને પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામી એ દાવો કર્યો છે. આગળ તેમણે જણાવ્યું કે નેહરુ ગાંધી ખાનદાનના ગાઢ સંબંધ ના કારણે કોંગ્રેસ પણ ચીનનો મુદ્દો ઉઠાવવાનો ટાળી રહી છે તેવા આક્ષેપો સ્વામીએ કોંગ્રેસ સામે કર્યા છે. લદ્દાખમાં પેંગોંગ સરોવર પર ચીને પુલ બાંધી દીધો છે તેવા અહેવાલો આવતા સ્વામીએ મોદી સરકાર અને કોંગ્રેસ ની સામે આક્ષેપોના તીર છોડવાનું શરૂ કરી દીધું છે.
સુબ્રમણ્યમ સ્વામી નો આક્ષેપ: ભારતની જમીન પચાવી પાડી
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા એવા સુબ્રમણ્યમ સ્વામીએ ચીનને ભારતનો 4064 ચોરસ કિલોમીટર વિસ્તાર કબજેક્ટ કરી લીધો હોવાની વાત નરેન્દ્ર મોદી સરકાર છુપાવી રહી હોવાનો દાવો કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ દ્વારા સ્વામીએ 29 અને 30 જુલાઈ ના રોજ અનેક ટ્વીટ કરીને મોદી સરકાર પર અનેક ઘાતક શાબ્દિક બાણ છોડ્યા હતા. તેમણે ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન સામે આત્મસમર્પણ કરી દીધું છે. આગળ ઉમેરતા મોદી ચીનના સૈન્ય સામે શીશ નમાવી દીધું હોય તેવું લાગી રહ્યું છે. ચીને પેંગોંગ સરોવર પર નવો પુલ બાંધી દીધો છે અને તેના પરથી તે ખૂબ જ ટૂંકા સમયમાં ચુશુલ એરફિલ્ડ સુધી પહોંચી શકે છે.
સુબ્રમણ્યમ સ્વામી કે જેમની હાલ ઉંમર ૮૪ વર્ષ છે તેમણે અનેક ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે લદાખપર ચીન દ્વારા યુહાત્મક રીતે કબજો કરી લેવાયો છે જરા આપણી નબળી નેતાગીરી કોઈ આયા નહીં કહીને વિલાપ કરી રહી છે. કેટલાક મીડિયા આર્ટિકલ અનુસાર ચીને પેંગોંગ સરોવર પર નવો પુલ બનાવી દીધો છે જે 50 થી 100 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા સરોવરને પાર કરવાનો સમય કેટલા કલાક ઘટાડી દેશે તેમ જાણવા મળી રહ્યું છે.
ભાજપના નેતાઓ દ્વારા સવાલ કરવામાં આવ્યા હતા કે ચીને ભારતનો 4064 ચોરસ કિલોમીટર વિસ્તાર પચાવી પાડ્યો એ અંગે મોદી સરકાર તેમના નેતાઓને માહિતી કેમ નથી આપતી? નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી એનડીએ સરકાર ચીન સાથેની સોદાબાજીમાં સામેલ નથી ને? નરેન્દ્ર મોદી સરકાર સ્વામી નો વિરોધ કેમ કરી રહી છે? સ્વામીએ ચીનનો મુદ્દો ઉઠાવતા કોંગ્રેસને પણ જાણે પ્રહાર કરવાનું ધાર્યું હોય તેમ તેમણે જણાવતા કહ્યું હતું કે નેહરુ ગાંધી ખાનદાનના ચીન સાથે ગાઢ સંબંધો છે. તેમણે ચીન સાથે સોદાબાજી કરી છે તેથી કોંગ્રેસ આ મુદ્દે બિલકુલ ચૂપ છે પણ મોદી સરકાર પણ તેમને માહિતી આપી રહી નથી.
સ્વામી આગળ સવાલ કર્યો હતો કે ચીને ભારતની જમીન પર કબજો કર્યો તેની સાથે જોડાયેલું સત્ય જણાવવાથી રોકવા માટે મોદી સરકાર સુપ્રીમ કોર્ટમાં તેનો વિરોધ કેમ કરી રહી છે? 29 અને 30 જુલાઈના રોજ સુપ્રીમ સ્વામીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સપર્ટ ઘણા ટ્વીટ કરીને લોકોને સત્ય જાણવવાનો અધિકાર છે તેમ કહ્યું હતું. કોંગ્રેસ પાર્ટી આ મુદ્દો ઉઠાવતી નથી કારણ કે ગાંધી પરિવારનો ચીન સાથે કરાર છે શું નરેન્દ્ર મોદીએ પણ ચીન સાથે કરાર કરી લીધો છે?
સ્વામીએ નવેમ્બર 2022માં કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આર.ટી.આઈ એક્ટ હેઠળ અરજી કરીને પૂછ્યું હતું કે ચીને ભારતની કેટલી જમીન પર કબજો જમાવ્યો છે? 2014 પછી ભારત ચીન સરહદે નવા બરફ ઝોન અથવા નો મેન્સ લેન્ડ બનાવવાની કારણે કેટલી ભારતીય સાર્વભૌમ જમીન ગુમાવી છે? વર્ષ 1996માં ભારત અને ચીન વાસ્તવિક નિયંત્રણ રેખાનું પાલન કરવા માટે પરસ્પર સંબંધ થયા હતા પછી ભારતીય વિસ્તારમાં ચીની સૈન્યના આક્રમણ અને કયા કરાર હેઠળ અથવા બીજી કઈ રીતે ભારતને અક્સાઈ ચીન પ્રદેશ ચીનને સોંપ્યો હતો? સ્વામીએ બરફ ઝોન ની રચનાને કારણે ભારતમાં વિસ્થાપિત થયેલા લોકોની સંખ્યાને લગતી માહિતી પણ માંગી હતી. પરંતુ ગૃહ મંત્રાલય દ્વારા માહિતી સ્વામીને આપવામાં આવી ન હતી.
સ્વામીએ 9 ઓક્ટોબર 2023 ના રોજ આ માહિતી મેળવવા માટે દિલ્હી હાઇકોર્ટમાં પણ અરજી કરી છે. ભાજપના નેતા સ્વામી ચીન મુદ્દે વડાપ્રધાન મોદી પર શાબ્દિક હુમલા કરી રહ્યા છે. સ્વામીએ ગયા મહિને પીએમ મોદી પર આક્ષેપક કરતા એક્સ પર એક પોસ્ટ મૂકીને કહ્યું હતું કે પીએમ મોદીને જે ઇમારતોના શિલાન્યાસ પર તેમનું નામ લખેલું છે તેના માટે યાદ કરાવવામાં આવશે. મોહમ્મદ બિન તુધલક અને ભારતમાં બ્રિટિશ શાસકોની જેમ તેમણે પણ દેશમાં ઇમારતો ઊભી કરી છે જેનો ઉપયોગ થઈ રહ્યો છે પરંતુ તેઓ ભુલાઈ ગયા છે. કંઈક તે જ રીતે પીએમ મોદી ને લદાખમાં ચીન સામે નતમસ્તક થવા બદલ યાદ રાખવામાં આવશે.
• તમે પાડેલા ફોટોગ્રાફ/વિડિયો તમારા વિસ્તારની સમસ્યાઓ ગટર,પાણીની સમસ્યાઓ, સામાજિક-ધાર્મિક કાર્યક્રમો, ખેતીવાડી અને પશુપાલનને લગતી સમસ્યાઓ, મહાનગરપાલિકા, નગરપાલિકા ના અધિકારીઓ ધ્યાન ન આપતા હોય, પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન માં ફરિયાદ ન લેતા હોય કે ટ્રાફિક પોલીસ તમારી સાથે ગેરવર્તન કરતી હોય તો તેની વિગતો, WhatsApp નં.96011 51675 પર મોકલી આપો, જેથી અમે તેને સારી રીતે પ્રકાશિત કરી શકીએ
• BYA News ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હમણાં જ જોડાવો અને ગુજરાત ભરના સમાચાર તેમજ આપના વિસ્તારની સમસ્યા કે પ્રેસનોટ મોકલો
• WHATSAPP group link : https://chat.whatsapp.com/IJx1Fzzqmdc6brKsftw4Bw
• Instagram
• https://www.instagram.com/b.y.a.news?igsh=MXJiazQ4ZDRrZ3pjbw==
• Facebook
• https://www.facebook.com/bharatyuvaabhiyansurat?mibextid=ZbWKwL
• YouTube channel
• https://www.youtube.com/@BHARATYUVAABHIYAN2014