Thursday, November 21, 2024
Rajkot

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ | પીડિતોએ રૂપાલાને ઘેરી લીધા, રુપાલે કહ્યું હું, સતત તંત્ર ના સંપર્કમાં હતો

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ : રાજકોટમાં નાણા-મવા રોડ પર આવેલ TRP ગેમઝોનમાં ભીષણ આગની ઘટનામાં ૨૮ જેટલા લોકો ના મોત હચમચાવી દે તેવી ઘટના ઘટી હતી, ત્યારે લોકસભા ની ચુંટણી થી વિવાદોમાં રહેલા રૂપાલા આજે રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોચ્યા હતા, પરંતુ મૃતદેહ માટે રાહ જોઈ રહેલા મૃતકોના પરિવારજનોએ રૂપાલાને ઘેરી લીધા અને અનેક સવાલો કર્યા,
રૂપાલા સિવિલ હોસ્પિટલ ખાતે અગ્નિકાંડના પીડિતોને મળવા પહોચ્યા હતા, તે દરમ્યાન મૃતકોના પરિવારજનો નો આરોપ છે કે તમે ઘટના ના ૫૪ કલાક પછી અહીં આવ્યા છો..? ત્યારે પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, હું બીજા જ દિવસે સ્થળ પર હતો, પણ અહીં આવ્યો ન હતો, જે પ્રક્રિયા થાય તેમાં બાધા આવે તેમ હતી, હું સતત તંત્રના સંપર્કમાં હતો, બીજા દિવસે પણ હું મુખ્યમંત્રીશ્રી સાથે જ હતો, અમે સ્વજનોની લાગણી પહોંચાડીશું અને તે લાગણી અનુરૂપ એક્શન લેવામાં આવે તે દિશામાં કામ કરીશું, પરષોત્તમ રૂપાલાએ સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ સાથેની બેઠકમાં જણાવ્યું કે,,, મૃતદેહના કેટલા DNA આવ્યા છે, કેટલા બાકી છે, કેટલો સમય લાગે તેવો છે, તે માહિતી લેવાના આશય થી મે સંબંધિત અધિકારી સાથે ચર્ચા કરી છે, ૧૭ DNA ટેસ્ટ અહીં પહોચ્યા છે, ૨૭ મૃતદેહ સ્થળ પરથી મળી મળ્યા હતા, થોડા અવશેષો પણ મળ્યા છે, તે તમામ મૃતદેહ ગાંધીનગર FSLમાં મોકલ્યા છે અને હજુ ૧૦ રીપોર્ટ બાકી છે

મૃતદેહોમાં લોહી નહી હોવાથી હાડકાથી DNA ટેસ્ટ કરવા પડ્યા : ગાંધીનગર ખાતે ફોરેન્સિક લેબમાં મૃતકોના DNA ટેસ્ટ કરવામાં આવ્યા, મૃતદેહમાં થી DNA ના સેમ્પલ લેવા માટે લોહીની જરૂર હોય છે, પરંતુ રાજકોટ ટી.આર.પી. ગેમઝોન અગ્નિકાંડ ઘટનામાં લોહી નહી હોવાથી મૃતકોના હાડકાને તાત્કાલિક ગાંધીનગર FSL ખાતે પહોંચાડવામાં આવ્યા હતા, મૃતકોના હાડકાને એર એમ્બ્યુલન્સ દ્વારા રાજકોટથી અમદાવા પહોંચાડયા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *