Saturday, July 20, 2024
IndiaNews

અગ્નિવીર વાયુસેના ભરતી માં જોડાવાની તક, જાણો કેવી રીતે કરશો અરજી

ભારતીય વાયુસેનામાં જોડાઈ દેશ માટે સમર્પિત થવા આતુર યુવાનો માટે ભરતી આવી છે. ઇન્ડિયન એરફોર્સ અગ્નિવીર વાયુસેનામાં જોવડાવા માંગતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ થી અરજી કરવાની રહેશે અને પ્રક્રિયા 28 જુલાઈ સુધી ચાલશે.

અગ્નિવીર વાયુસેના ભરતી માટે ની લાયકાત,પગાર ધોરણ અને ફીઝીકલ ફિટનેસ અંગેની માહિતી

અરજી કરવા માટેની લાયકાત: વાયુસેનામાં જોડાવા માંગતા યુવાનોની વય 18 થી 21 વર્ષની હોવી ફરજિયાત છે. જેમનો જન્મ 3 જુલાઈ 2004 થી 3 જાન્યુઆરી 2008 સુધીમાં થવો હોવો જોઈએ. ઉપરાંત માત્ર અવિવાહિક ઉમેદવાર જ અરજી કરી શકશે. ઉપરાંત ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન યુવાન લગ્ન કરી શકશે નહીં અને સાથે સાથે યુવતી ગર્ભવતી થઈ શકશે નહીં. સેનામાં જોડાતા પહેલા વિવિધ શરતોના સ્વીકાર અંગેના દસ્તાવેજો ઉપર હસ્તાક્ષર કરવાના રહેશે.

ભણતરમાં 12 સાયન્સ સાથે ગણિત ફિઝિક્સ અને અંગ્રેજી વિષયમાં ઓછામાં ઓછા 50 માર્કસે પાસ થયેલ હોવો જોઈએ. આ ઉપરાંત ત્રણ વર્ષનો એન્જિનિયરિંગ નો ડિપ્લોમા કોર્સ ઓછામાં ઓછા 50% એ પૂર્ણ કરેલ હોવો જોઈએ. અથવા ફિઝિક્સ અને ગણિતમાં સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થાઓમાંથી બે વર્ષનો વેકેશન કોર્સ કરેલ હોવો જોઈએ જેની અંદર ઓછામાં ઓછા 50 માર્ક જરૂરી છે. જો 12 સાયન્સ ના લીધું હોય તો પણ અંગ્રેજીમાં ઓછામાં ઓછા 50 માર્ક અને ધોરણ 12 ઓછામાં ઓછા 50 ટકા એ પાસ કરેલ હોવું જોઈએ.

શારીરિક લાયકાત: પુરુષ ઉમેદવારને લઘુત્તમ ઊંચાઈ 152.5 સેન્ટીમીટર તથા તથા મહિલા ઉમેદવારની 152 સેન્ટીમીટર હાઇટ હોવી જોઈએ. ઉમેદવારનું વજન વય અને ઊંચાઈ અનુસાર હોવું જોઈએ. પુરુષનું ચેસ્ટ સાઈઝ 77 સેન્ટીમીટર હોવી જોઈએ. શારીરિક રીતે કોઈક તકલીફ ન હોય તથા કોઈ ગંભીર બીમારીથી પીડિત ન હોય તેવા ઉમેદવારને જ અરજી કરવી.

પગાર ધોરણ : ચાર વર્ષના સેવાકાળ દરમિયાન પગાર વધતો રહેશે જેમાં પ્રથમ વર્ષે ₹30,000 પ્રતિ માસ બીજા વર્ષે ₹33,000 પ્રતિ માસ ત્રીજા વર્ષે રૂપિયા 36,500 અને ચોથા વર્ષે ₹40,000 પ્રતિ માસ રહેશે. સેવા દરમિયાન 48 લાખનો નોન કન્ટ્રીબયુટરી એલ.આઇ.સી પણ મળશે.

ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ  : પુરુષ ઉમેદવારે 1.6 કિલોમીટરની દર સાત મિનિટમાં જ્યારે મહિલા ઉમેદવારે આઠ મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે. પુરુષ ઉમેદવારે 1-1-1 મિનિટમાં 10 પુશપસ અને સીટ અપ્સ કરવાના રહેશે. સાથે 20 સ્કવોટસ કરવાના રહેશે. મહિલા ઉમેદવારે 1.30 મિનિટમાં 10 સીટ અપ્સ અને એક મિનિટમાં 15 સ્કવોટસ કરવાના રહેશે. જેમાં પાસ થનાર ઉમેદવારનો મેડિકલ ચેક અપ થશે.

અરજી કરવા બાબતે : ઓનલાઇન અરજી કરવા માટે https://agnipathvayu.cdac.in/AV/ ઉપર ક્લિક કરવાનું રહેશે. જેમાં રજીસ્ટ્રેશન કરાવી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. પાસપોર્ટ સાઇઝ ફોટો ડાબા હાથના અંગૂઠાની ઇમ્પ્રેશન ઈમેજ અને સાઈન અપલોડ કર્યા બાદ‌ ₹550 વત્તા જીએસટી પેટે ફી ભરવાની રહેશે. જેમાં માન્ય ગેટવે પ્લેટફોર્મ પરથી પેમેન્ટ કરી શકાશે.

માન્ય ઉમેદવારે 60 મિનિટમાં ઓનલાઇન ટેસ્ટ નિર્ધારિત તારીખે આપવાની રહેશે. જેમાં ફિઝિક્સ ગણિત અને અંગ્રેજી વિષયોને લગતા પ્રશ્નો હશે. વિજ્ઞાન પ્રવાહ સિવાયના ઉમેદવારો એ 45 મિનિટની ઓનલાઇન ટેસ્ટ આપવાની રહેશે. જેમાં સી બી એસ ઇ બોર્ડ આધારિત 85 મિનિટ નું અંગ્રેજી રીઝનીંગ અને જનરલ અવેરનેસ ને લગતા પ્રશ્નોનુ પેપર હશે. તમામ પેપર ઓબ્જેક્ટીવ અને હિન્દી અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ હશે. પરીક્ષાની પસંદગી ઉમેદવારની લાયકાત અનુસાર થશે.

BYA News SURAT

તમે પાડેલા ફોટોગ્રાફ/વિડિયો તમારા વિસ્તારની સમસ્યાઓ ગટર,પાણીની સમસ્યાઓ, સામાજિક-ધાર્મિક કાર્યક્રમો, ખેતીવાડી અને પશુપાલનને લગતી સમસ્યાઓ, મહાનગરપાલિકા, નગરપાલિકા ના અધિકારીઓ ધ્યાન ન આપતા હોય, પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન માં ફરિયાદ ન લેતા હોય કે ટ્રાફિક પોલીસ તમારી સાથે ગેરવર્તન કરતી હોય તો તેની વિગતો, WhatsApp નં.96011 51675 પર મોકલી આપો, જેથી અમે તેને સારી રીતે પ્રકાશિત કરી શકીએ

BYA News ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હમણાં જ જોડાવો અને ગુજરાત ભરના સમાચાર તેમજ આપના વિસ્તારની સમસ્યા કે પ્રેસનોટ મોકલો

• WHATSAPP group link : https://chat.whatsapp.com/IJx1Fzzqmdc6brKsftw4Bw

• Instagram
https://www.instagram.com/b.y.a.news?igsh=MXJiazQ4ZDRrZ3pjbw==

• Facebook
https://www.facebook.com/bharatyuvaabhiyansurat?mibextid=ZbWKwL

• YouTube channel
https://www.youtube.com/@BHARATYUVAABHIYAN2014

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *