ચિરાગ પાસવાને પિતા રામવિલાસના “વાસ્તવિક” રાજકીય વારસ તરીકે સ્થિતિ મજબૂત કરી
હાજીપુર લોકસભા મતવિસ્તારના પ્રતિનિધિ ચિરાગ પાસવાને મોદીની ૩.o કેબિનેટમાં મંત્રીપદ મેળવ્યું છે. પરંતુ આ ચિરાગ પાસવાન છે કોણ? આવો એમના નીજી જીવનની એક નાનકડી ઝાંખી લઈએ. ૩૧ ઓક્ટોબર ૧૯૮૨ ના રોજ દિલ્હીમાં ગ્રાહક બાબતોના કેબિનેટ મંત્રી રામ વિલાસ પાસવાન ના ઘરે તેમનો જન્મ થયો. પોતે રાજકીય પરિવારથી હોવા છતાં અભિનયમાં તેમણે હાથ અજમાવ્યો. પરંતુ ત્યારબાદ ચિરાગ પાસવાનની રાજકીય સફર ૨૦૧૨માં શરૂ થઈ હતી જ્યારે તેઓ લોક જનશક્તિ પાર્ટી માં જોડાયા હતા.બે વર્ષ પછી, ૨૦૧૪ માં, તેમણે બિહારના જમુઈ મતવિસ્તારમાંથી લોકસભાની ચૂંટણી લડી અને જીતી.
જાણો ચિરાગ પાસવાન કોણ છે
ચિરાગે નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ઓપન સ્કૂલમાં તેનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ ૨૦૦૫માં ઝાંસીની ઇન્સ્ટિટયૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી માંથી કમ્પ્યુટર એન્જિનિયરિંગ માં બી ટેક પૂરું કર્યું હતુ. પરંતુ ત્રીજા વર્ષમાં તેમણે તેમના અભ્યાસ છોડી દીધો હતો અને રાજનીતિમાં જોડાતા પહેલા અમુક વર્ષો તેમણે ફિલ્મી લાઈનમાં પણ કાર્ય કર્યું હતું. કંગના રનોત જોડે ૨૦૧૧માં ફિલ્મ ‘મિલે ના મિલે હમ’ માં કામ કર્યું હતું. પરંતુ ફિલ્મે સારી કમાણી ન કરતા તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને છોડી ૨૦૧૨માં પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી. તેઓ લોક જનશક્તિ પાર્ટી માં જોડાયા હતા.બે વર્ષ પછી, ૨૦૧૪ માં, તેમણે બિહારના જમુઈ મતવિસ્તારમાંથી લોકસભાની ચૂંટણી લડી અને જીતી. હાજીપુર બેઠક પાસવાન માટે વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે તેનું પ્રતિનિધિત્વ તેમના પિતા સ્વર્ગસ્થ રામવિલાસ પાસવાન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે વર્ષ ૨૦૦૦ માં લોક જનશક્તિ પાર્ટી ની સ્થાપના કરી હતી. આ સીટ ચિરાગ પાસવાન માટે ખૂબ જ મહત્વની છે કારણ કે તેમના પિતા ૧૯૭૭ માં આ સીટમાં પ્રથમવાર વિજય મેળવ્યા બાદ આઠ વખત એનું પ્રતિનિધિત્વ કર્યું હતું.સાંસદ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે ઘણી સંસદીય સમિતિઓમાં સેવા આપી હતી અને એલજેપીના કેન્દ્રીય સંસદીય બોર્ડના અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું. ૨૦૧૪ દરમિયાન તેમણે ભાજપ જોડે ગઠબંધન કરવા માટે એક મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો. ૨૦૦૨ માં ગુજરાતમાં થયેલ રમખાણો બાદ તેમના પિતાએ જે સંબંધો તોડ્યા હતા તેને ફરી જોડવા તેમના પિતાને તેમણે સમજાવ્યું હતું. ચિરાગના પ્રયાસોએ જાણે એલજેપી માં એક નવા શ્વાસ મૂકી દીધા હોય તેમ ૨૦૦૯ માં શૂન્ય બેઠકો થી શરૂઆત કરી ૨૦૧૪ માં છ બેઠકો મળી હતી. ત્યારબાદ ૨૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં એલજીપીએ જનતા દળ યુનાઇટેડ અને ભાજપ જોડે ગઠબંધન કરી ચૂંટણી લડી અને છ બેઠકો જીતી હતી. ચૂંટણી પંચને આપેલ એફિડેબિટ મુજબ ચિરાગની કુલ સંપત્તિ ૨.૬૮ કરોડ રૂપિયા છે જેમાંથી ૧.૬૬ કરોડની જંગમ સંપત્તિ છે અને ૧.૦૨ કરોડની સ્થાવર સંપત્તિ છે.
જો કે, ચિરાગે ૨૦૨૦ માં તેના પિતાના અવસાન પછી વિવાદનો સામનો કરવો પડ્યો, જ્યારે તે તેના કાકા પશુપતિ કુમાર પારસ સાથે અથડાયો. ૨૦૨૧ માં, પાંચ એલજેપી સાંસદોએ પાસવાન વિરુદ્ધ રેલી કરી અને પારસ સાથે હાથ મિલાવ્યા.બાદમાં, બધું સરભર કરવામાં આવ્યું હતું.
• તમે પાડેલા ફોટોગ્રાફ/વિડિયો તમારા વિસ્તારની સમસ્યાઓ ગટર,પાણીની સમસ્યાઓ, સામાજિક-ધાર્મિક કાર્યક્રમો, ખેતીવાડી અને પશુપાલનને લગતી સમસ્યાઓ, મહાનગરપાલિકા, નગરપાલિકા ના અધિકારીઓ ધ્યાન ન આપતા હોય, પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન માં ફરિયાદ ન લેતા હોય કે ટ્રાફિક પોલીસ તમારી સાથે ગેરવર્તન કરતી હોય તો તેની વિગતો, WhatsApp નં.96011 51675 પર મોકલી આપો,
જેથી અમે તેને સારી રીતે પ્રકાશિત કરી શકીએ
• BYA News ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હમણાં જ જોડાવો અને ગુજરાત ભરના સમાચાર તેમજ આપના વિસ્તારની સમસ્યા કે પ્રેસનોટ મોકલો
• WHATSAPP group link : https://chat.whatsapp.com/IJx1Fzzqmdc6brKsftw4Bw
• Instagram
• https://www.instagram.com/b.y.a.news?igsh=MXJiazQ4ZDRrZ3pjbw==
• Facebook
• https://www.facebook.com/bharatyuvaabhiyansurat?mibextid=ZbWKwL
• YouTube channel
• https://www.youtube.com/@BHARATYUVAABHIYAN2014