Monday, September 16, 2024
Surat

કડોદરામાં ગૌચર નુ દબાણ નક્કી થયું છતાં કાર્યવાહી ન કરવા પાછળ નુ કારણ શું..?

કડોદરા ગૌચર દબાણો નક્કી થયા બાદ પણ દબાણો દુર ન કરવા માટે ચીફ ઓફિસરશ્રી કડોદરા નગરપાલીકાએ કેટલા રૂપિયા ખંખેર્યા..?

સુરત : -મળતી માહિતી અનુસાર જેતે જગ્યાએ ગૌચર માટે અનામત જગ્યા પડી હોય તે નીભાવ અને જાળવણી ની જવાબદારી જે તે સ્થાનિક સ્વરાજ સત્તા મંડળની હોય છે અને એવા ગૌચર માં દબાણ થાય અને સત્તામંડળ ના ધ્યાને આવે અથવા કોઈ જાગૃત અરજદાર ધ્યાને દોરે તો એ દબાણો તાત્કાલિક દુર કરાવવાની ની જવાબદારી તંત્રની હોય છે,

મળતી માહિતી મુજબ મોજે : કડોદરા બ્લોક નં.૨૨૫, તા.પલસાણા, જી.સુરત ગૌચર તરીકે ચાલી આવેલ છે, જેમાં કેટલાક ઇસમો દ્વારા દબાણ કરવામાં આવતા જાગૃત નાગરિક દ્વારા સદર પ્રકરણ અન્વયે સને-૨૦૧૮ થી વિવિધ કક્ષાએ વિગતવાર પુરાવા સાથે ફરિયાદો રજુ કરેલ, પરંતુ ગૌચર દબાણ દુર કરવા માટે જવાબદાર એવા એકપણ વિભાગ દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવેલ નથી,

ઉલ્લેખનીય છે કે,, ખુબ લાંબા સમય થી મામલતદારશ્રી પલસાણા, નગરપાલીકા કડોદરા,  સુરત શહેરી વિકાસ સત્તામંડળ, સહીત કલેકટર કચેરી સહીતની કચેરીઓ જવાબદારી એકબીજા ઉપર ઢોળી નક્કર કાર્યવાહી કરવાનું ટાળી રહ્યાં છે, જેથી અરજદાર દ્વારા તત્કાલીન નિવાસી અધિક કલેકટરશ્રી ને રૂબરૂ મળી સદર પ્રકરણ થી અવગત કરતાં સાહેબે સરકારી ખર્ચે દબાણ અંગે માપણી કરવા જણાવેલ, અને તે મુજબ સુરત જિલ્લા જમીન નિરીક્ષણ દ્વારા તા.૨૧.૦૩.૨૦૨૩ ડી.ટી.આર.૨/૨૨-૨૩ થી ગૌચર માપણી કરી દબાણ નક્કી કરેલ અને એ માહિતી અરજદાર દ્વારા માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ મેળવી, દબાણ માપણી સીટ સાથે કડોદરા નગરપાલીકા ને વિગતવાર ફરીયાદ રજુ કરેલ છતાંપણ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ આ સરકારી બાબુઓ ગૌચર પર થયેલ દબાણ દુર કરવા તૈયાર નથી, યારે અહીં સૌથી મોટો સવાલ એ થાય છે કે,, ગૌ માતા માટે પણ જેણે કામગીરી નથી કરવી એ બાબુઓ સામાન્ય પ્રજાજન ના કામો કેટલા ઈમાનદારીથી કરતાં હશે એતો વિચારવું રહ્યું.!

કડોદરામાં ગૌચર નુ દબાણ નક્કી થયું છતાં કાર્યવાહી ન કરવા પાછળ નુ કારણ શું..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *