Monday, October 21, 2024
Gujarat

ગુજરાતના આ જીલ્લામાં મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની આગાહી

મેં અને જૂન મહિનામાં રેકોર્ડ બ્રેક ગરમી થયા બાદ જાણે ઇન્દ્ર રાજાએ પૃથ્વીવાસીઓ ઉપર આશીર્વાદ વરસાવ્યા હોય તે રીતે વરસાદનું આગમન થયું હતું. દરેકને ગરમીમાંથી રાહત મળી હોય તેવું થયું હતું. પરંતુ આ જ વરસાદ જો વધારે આવે તો તે વિનાશનું સ્વરૂપ પણ લઈ શકે છે. ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

4 જુલાઈ થી સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી જેવા દક્ષિણ ગુજરાતના શહેરો અને જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં ભારે હતી ભારે વરસાદ તથા અમદાવાદમાં મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ વરસાદ થવાની આગાહી છે. બંગાળની ખાડીમાં આ દિવસો દરમિયાન એક સિસ્ટમ ઊભી થઈ રહી છે જેના કારણે રાજ્યમાં ભારતીય ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 8 થી 16 જુલાઈ દરમિયાન રાજીના ઘણા વિસ્તારોમાં ભારતે અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. અષાઢી બીજના દિવસે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી જેવા દક્ષિણ ગુજરાતના શહેરો અને જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે કચ્છ મહેસાણા પાલીતાણા ભાવનગર પાટણ બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા અમદાવાદ આણંદ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર માં હળવો વરસાદ રહેવાની આગાહી છે.

 

BYA News SURAT

તમે પાડેલા ફોટોગ્રાફ/વિડિયો તમારા વિસ્તારની સમસ્યાઓ ગટર,પાણીની સમસ્યાઓ, સામાજિક-ધાર્મિક કાર્યક્રમો, ખેતીવાડી અને પશુપાલનને લગતી સમસ્યાઓ, મહાનગરપાલિકા, નગરપાલિકા ના અધિકારીઓ ધ્યાન ન આપતા હોય, પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન માં ફરિયાદ ન લેતા હોય કે ટ્રાફિક પોલીસ તમારી સાથે ગેરવર્તન કરતી હોય તો તેની વિગતો, WhatsApp નં.96011 51675 પર મોકલી આપો, જેથી અમે તેને સારી રીતે પ્રકાશિત કરી શકીએ

BYA News ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હમણાં જ જોડાવો અને ગુજરાત ભરના સમાચાર તેમજ આપના વિસ્તારની સમસ્યા કે પ્રેસનોટ મોકલો

• WHATSAPP group link : https://chat.whatsapp.com/IJx1Fzzqmdc6brKsftw4Bw

• Instagram
https://www.instagram.com/b.y.a.news?igsh=MXJiazQ4ZDRrZ3pjbw==

• Facebook
https://www.facebook.com/bharatyuvaabhiyansurat?mibextid=ZbWKwL

• YouTube channel
https://www.youtube.com/@BHARATYUVAABHIYAN2014

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *