Wednesday, November 6, 2024
Surat

ઇતિહાસમાં પ્રથમ વખત VNSGU કુલપતિ બનવા માટે હવે પ્રેઝન્ટેશન-ઈન્ટરવ્યૂ આપવું પડશે

હાલમાં જ VNSGU કુલપતિ ની ટર્મ પૂરી થઈ છે માટે જ હવે નવા કુલપતિ માટે આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોમાં યુનિવર્સિટીઓની હાલત સારી ન હોય તેવું લાગી રહ્યું છે. એવામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પણ કંઈક ને કંઈક પ્રકારે વિવાદો થતા રહે છે પછી એડમિશન બાબતે હોય કે પછી પરીક્ષા બાબતે હાલમાં યુનિવર્સિટીઓનું નામ બગડ્યું હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં જ નર્મદ યુનિવર્સિટી ની એમ.એ અર્થશાસ્ત્ર પાર્ટ 1 એક્સટર્નલ ની પરીક્ષામાં ફક્ત એક જ વિદ્યાર્થી પાસ થયો હતો અને આ જોતા યુનિવર્સિટીના શિક્ષકો ઉપર પણ શંકા જવા લાગી છે કે શું એ લોકો આપણું ભવિષ્ય વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી કરી શકે છે ખરા? પરંતુ યુનિવર્સિટીમાં સર્વ કરતાંધરતા કુલપતિ કહેવાય છે તો શું VNSGU કુલપતિ ની પદવીએ જવા માટે કોઈ ઇન્ટરવ્યૂ કોઈ નિયમ ન હોવો જોઈએ? આ વસ્તુ હવે શક્ય છે.

– ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓના ઇતિહાસમાં પ્રથમ વખત ઇન્ટરવ્યૂ અને પ્રેઝન્ટેશન યોજાવા જઈ રહ્યા છે. આજે ત્રણ જૂન ના રોજ યુનિવર્સિટીના કુલપતિ માટે અરજી કરેલ 34 ઉમેદવારોને ઇન્ટરવ્યૂ અને પ્રેઝન્ટેશન માટે આજે રૂબરૂ બોલાવવામાં આવ્યા છે.

– હાલમાં જ દક્ષિણ ગુજરાતમાં કુલપતિની ટર્મ પૂરી થઈ છે માટે જ હવે નવા કુલપતિ માટે આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સર્ચ કમિટી દ્વારા તમામ ઉમેદવારો પાસેથી અરજીઓ લીધા બાદ આજે ઇન્ટરવ્યૂ અને પ્રેઝન્ટેશન માટે રૂબરૂ બોલાવવામાં આવ્યા છે. કયા કયા મુદ્દાઓ ઉપર પ્રેઝન્ટેશન આપવાનું રહેશે તેની યાદી બનાવી દેવામાં આવી છે. સર્કિટ હાઉસ ખાતે આજે બુધવારે થનારા કુલપતિના ઇન્ટરવ્યૂમાં તમામ સિનિયર પ્રોફેસરોએ પહેલી વખત10 મિનિટનું પ્રેઝન્ટેશન કરવાનું રહેશે.

– અરજી કરનાર ઉમેદવારોએ એ ફરિયાદ કરી છે કે સર્ચ કમિટીના ચેરમેને પોતાની મનસ્વી રીતે દરેક નિર્ણયો લઈ રહ્યા છે. અત્યાર સુધી ક્યારેય પણ આ રીતે રૂબરૂ મુલાકાત દ્વારા કુલપતિની પસંદગી કરવામાં આવી નથી. ભૂતકાળમાં દરેક ઉમેદવારોનો બાયોડેટા મંગાવી તેમાંથી ત્રણ નામ સિલેક્ટ કરી સરકાર પાસે મોકલવામાં આવતા હતા.

– ઉમેદવારોને રૂબરૂ આવવા માટે કોઈપણ પ્રકારની પીએડીએ ની જોગવાઈ કરવામાં આવી નથી દરેક ઉમેદવારે પોતાના સ્વખર્ચે આવવાનું રહેશે. દસ વર્ષથી વધુ અનુભવ ધરાવતા સિનિયર પ્રોફેસરે આ રીતે આવીને ઇન્ટરવ્યૂ આપવો પડે તે શરમની બાબત છે આ મુદ્દે કમિટીના ચેરમેન સામે શિક્ષણ વિભાગમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. કમિટીના આ પ્રકારના નિર્ણય સામે ઉમેદવારોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે.

– દેશની તમામ યુનિવર્સિટીઓમાં સરકાર દ્વારા જ કોઈ એક ઉમેદવારને કુલપતિ બનાવવામાં આવે છે અત્યાર સુધી જેટલી પણ વાર સરકારી યુનિવર્સિટીઓમાં કુલપતિ નિમાયા છે તેમના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા નથી.

– દેશની કોઈ પણ યુનિવર્સિટીમાં કુલપતિ માટે પ્રેઝન્ટેશન આપવું તેવો નિયમ લાવવામાં આવ્યો નથી પરંતુ આ વખતે સુરત વીર નર્મદ યુનિવર્સિટી ખાતે લેવાયેલા નિર્ણયને કારણે શિક્ષણ જગતમાં ઘેરા પ્રત્યાઘટો પડે તેવી શક્યતા છે.

– ઉમેદવારે જુદાજુદા ચાર પ્રકારે એટલે કે વ્યવસાયિક અને એકેડેમિક નેતૃત્વના અનુભવ સહિત એકેડેમિક સર્વશ્રેષ્ઠતાના વિકાસ અને રિસર્ચ પ્રકલ્પો અંગેના આપના દ્રષ્ટિકોણ અને વિઝન સર્વ સહભાગીઓનો સમાવેશ કરીને કેમ્પસને ધબકતું કરવા અંગે આપના વિચારો, યુનિવર્સિટીની પ્રતિ વધારવા અંગેના અને સર્વ સહભાગીઓ સાથે વધુ ગાઢ વાતાવરણ સર્જવા આપના વિચારો જેવા મુદ્દે દસ મિનિટનું પ્રેઝન્ટેશન આપવા કહેવામાં આવ્યું છે. આની સાથે સાથે પ્રશ્નોત્તરીનો સેશન પણ રાખવામાં આવ્યો છે. આ તમામ ઉમેદવારોએ ક્લાર્કની જેમ હાથમાં ફાઈલ લઈ કમિટીની સામે ઇન્ટરવ્યૂ અને પ્રેઝન્ટેશન આપવા માટે લાઈનમાં બેસવું પડશે.

– પરંતુ શું એવું નથી લાગતું કે યુનિવર્સિટીમાં થઈ રહેલ પ્રક્રિયાઓ અને વિવાદોને જોતા એક સારા કુલપતિ માટે આ દરેક વસ્તુ યોગ્ય છે?

 

BYA News SURAT

તમે પાડેલા ફોટોગ્રાફ/વિડિયો તમારા વિસ્તારની સમસ્યાઓ ગટર,પાણીની સમસ્યાઓ, સામાજિક-ધાર્મિક કાર્યક્રમો, ખેતીવાડી અને પશુપાલનને લગતી સમસ્યાઓ, મહાનગરપાલિકા, નગરપાલિકા ના અધિકારીઓ ધ્યાન ન આપતા હોય, પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન માં ફરિયાદ ન લેતા હોય કે ટ્રાફિક પોલીસ તમારી સાથે ગેરવર્તન કરતી હોય તો તેની વિગતો, WhatsApp નં.96011 51675 પર મોકલી આપો, જેથી અમે તેને સારી રીતે પ્રકાશિત કરી શકીએ

BYA News ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હમણાં જ જોડાવો અને ગુજરાત ભરના સમાચાર તેમજ આપના વિસ્તારની સમસ્યા કે પ્રેસનોટ મોકલો

• WHATSAPP group link : https://chat.whatsapp.com/IJx1Fzzqmdc6brKsftw4Bw

• Instagram
https://www.instagram.com/b.y.a.news?igsh=MXJiazQ4ZDRrZ3pjbw==

• Facebook
https://www.facebook.com/bharatyuvaabhiyansurat?mibextid=ZbWKwL

• YouTube channel
https://www.youtube.com/@BHARATYUVAABHIYAN2014

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *