Sunday, July 21, 2024
NewsIndia

આજથી લાગુ થતાં ત્રણ નવા કાયદાઓમાં શું ખાસ છે, આવો વિગતવાર જાણીએ.

મોદી સરકારે ફરિવાર દેશમાં પોતાની સરકાર બનાવ્યા બાદ ત્રણ નવા કાયદાઓ અમલમાં મૂક્યા છે. કે કોઈપણ પ્રકારની ગુજ ગુચ વગર ચાલો આ કાયદાઓને વિસ્તારપૂર્વક સમજીએ.

સમગ્ર દેશમાં આજથી ત્રણ નવા ફોજદારી કાયદાઓ અમલમાં મુકાયા છે. 51 વર્ષ જૂના સીઆરપીસી નું સ્થાન ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા લેશે. ભારતીય દંડ સંહિતા નુ સ્થાન ભારતીય ન્યાય સંહિતા અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ નું સ્થાન ભારતીય સાક્ષ્ય‌ અધિનિયમ લેશે. મહિલાઓ સાથે જોડાયેલા મોટાભાગના ગુનાઓમાં અગાઉથી જ વધારે સજા મળશે. ઇલેક્ટ્રોનિક માહિતી દ્વારા પણ એફઆઇઆર નોંધાવી શકાશે. સામાજિક સેવાઓ જેવા પણ કાયદાઓ લાગુ થશે.

આ 20 મુદ્દાઓ દ્વારા લાગુ પડેલ કાયદાઓને સમજીએ.

– એક જુલાઈ અગાઉ નોંધાયેલા કેસોમાં નવો કાયદો લાગુ નહીં થાય એટલે કે જો આપે સહેલી જુલાઈ પહેલા કેસ કર્યો હશે તો તે જુના કાયદા અનુસાર જ ચલાવવામાં આવશે.

૧. 1 જુલાઈ થી નવા કાયદા અનુસાર જ એફઆઇઆર લખવામાં આવશે અને ટ્રાયલ પૂર્ણ કરવામાં આવશે.

૨. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં કુલ 531 કલમો છે. તેમાંથી 177 જોગવાઈઓમાં સુધારો કરવામાં આવ્યો છે‌ અને 14 કલમો એ હટાવી દેવામાં આવી છે. 9 નવી અને 39 પેટા કલમો પણ ઉમેરવામાં આવી છે. અગાઉ  સીઆરપીસી માં 484 કલમો હતી.

૩. ભારતીય ન્યાય સંહિતામા કુલ 357 કલમો છે. IPC માં અત્યાર સુધી 511 કલમો હતી.

૪. ભારતીય સાક્ષ્ય અધિનિયમમાં કુલ 170 કલમો છે જેમાંથી નવા કાયદાઓમાં છ કલમો હટાવવામાં આવી છે નવી બે કલમો અને છ પેટા કલમો પણ ઉમેરવામાં આવી છે. પહેલા ભારતીય પુરાવા અધિનિયમમાં 167 કલમો હતી.

૫. નવા કાયદામાં ઓડિયો વીડિયો એટલે કે ઈલેક્ટ્રીક સાક્ષી અને ફોરેન્સિક ને પણ મહત્વ આપવામાં આવ્યું છે.

૬. કોઈપણ નાગરિક ગુના મામલે એફઆઇઆર નોંધાવી શકશે. તપાસ માટે કેસને સંબંધિત પોલીસ સ્ટેશનમાં મોકલાશે. એવા ગુના કે જેની અંદર સાત વર્ષ સુધીની સગાની જોગવાઈ છે તેવા ઝીરો એફઆઇઆર વાળા કેસના પુરાવા ની તપાસ ફોરેન્સિક ટીમ પાસે કરાવવાની રહેશે.

૭. હવે પછી ઇલેક્ટ્રોનિક માહિતી દ્વારા પણ એફઆઇઆર નોંધાવી શકાશે. હત્યા લૂંટ બળાત્કાર જેવી ગંભીર કલમો પણ ઈ એફઆઇઆર દ્વારા નોંધી શકાશે. વોઇસ રેકોર્ડિંગ દ્વારા પણ પોલીસને માહિતી આપી શકાય છે. ઈ એફ આઈ આર કર્યું હોય તેવા કેસમાં ત્રણ દિવસમાં એફઆઇઆર ઉપર સહી કરવાની રહેશે.

૮. ફરિયાદીને એફઆઇઆર અને નિવેદન અંગેના દસ્તાવેજો આપવાની જોગવાઈ કરવામાં આવી છે. જો ફરિયાદી છે તો તે પોલીસ દ્વારા આરોપીને થતા પૂછપરછોના મુદ્દા પણ લઈ શકે છે.

૯. એફઆઇઆર ના 90 દિવસની અંદર ચાર્જશીટ ફાઈલ કરવી પડશે. કોર્ટે ચાર્જશીટ દાખલ કર્યાના 60 દિવસમાં આરોપો ઘટાડવા પડશે.

૧૦. કોસની સુનાવણી પૂરી થયાના ૩૦ દિવસમાં ચુકાદો આપવાનો રહેશે. ચુકાદો આપ્યા બાદ તેની નકલ સાત દિવસમાં આપવી પડશે.

૧૧. પોલીસે અટકાયત કરેલ વ્યક્તિના પરિવારને લેખિતમાં જાણ કરવાની રહેશે. ઓફલાઈન અને ઓનલાઇન પણ જાણકારી આપવાની રહેશે.

૧૨. મહિલાઓ અને બાળકો વિરુદ્ધ બીએનએસ માં કુલ 36 જોગવાઈ કરવામાં આવી છે. કલમ 63 હેઠળ બળાત્કારનો કેસ નોંધાશે. કલમ 64 માં ગુનેગાર માટે મહત્તમ આજીવન કેદ અને ઓછામાં ઓછી દસ વર્ષની ની જોગવાઈ છે.

૧૩. કલમ 65 હેઠળ 16 કે તેથી ઓછા વર્ષેની પીડિતા સાથે બળાત્કાર કરવા પર 20 વર્ષની સખત કેદ, આજીવન કાળાવાસ અને દંડની જોગવાઈ છે.

૧૪. બાર વર્ષ કે તેથી ઓછી ઉંમરની વિવિધતા સાથે રેપ કરવા બદલ આરોપીને લઘુત્તમ 20 વર્ષની સજા આજીવન કારાવાસ અથવા મૃત્યુ દંડ આપવાની જોગવાઈ છે. લગ્નની લાલચ આપી સબંધ બાંધનાર ગુનાને બળાત્કાર થી અલગ ગુનો ગણવામાં આવ્યો છે એટલે કે તેને રેપ ની અંદર ઉમેરવામાં આવ્યો નથી.

૧૫. એસએમએસ દ્વારા પીડિતાને તેના મોબાઈલ ઉપર કેસને લગતા દરેક અપડેટ આપવામાં આવશે. અપડેટ આપવાની સમય મર્યાદા 90 દિવસ નક્કી કરવામાં આવી છે.

૧૬. રાજ્ય સરકારે હવે રાજકીય કેસોને એક પક્ષીય રીતે બંધ કરી શકાશે નહીં. ધારણા પ્રદર્શનમાં ફરિયાદ કરનાર સામાન્ય નાગરિક હોય તો તેની મંજૂરી મેળવવાની રહેશે.

૧૭. સાક્ષીઓના રક્ષણ માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. તમામ ઇલેક્ટ્રોનિક પુરાવાઓ પણ પેપર રિકોડૅની જેમ કોર્ટમાં માન્ય રહેશે.

૧૮. મોબ લીચીંગ ને પણ ગુના હેઠળ આવરી લેવામાં આવ્યું છે. શારીરિક ઈજા પહોંચાડતા ગુનેગારોને કલમ 100થી 146 હેઠળ આવડી લેવામાં આવ્યા છે. હત્યા હેઠળ કલમ 103 ની અંદર કેસ નોંધવામાં આવશે કલમ 111 માં સંગઠિત અપરાધ માટે સજાની જોગવાઈ છે. સેકશન 113 માં ટેરર એકટ નું વર્ણન કરવામાં આવ્યું છે. મોબ લીચીંગના કેસમાં સાત વર્ષે ની કેદ અથવા આજીવન કારાવાસ અથવા મુત્યુ દંડની જોગવાઈ છે.

૧૯. કલમ 169-177 હેઠળ ચૂંટણીલક્ષી ગુના રાખવામાં આવ્યા છે. મિલકતોને નુકસાન ચોરી લુંટ જેવી બાબતોને કલમ 303-334 ની અંદર રાખવામાં આવી છે. માનહાની નો ઉલ્લેખ કલમ 356 માં કરવામાં આવ્યો છે. દહેજ હત્યાને કલમ 79 માં મૂકવામાં આવ્યા છે.

૨૦. નાના મોટા ગુનાઓમાં પકડાયેલા લોકોને સજા તરીકે કોમ્યુનિટી સર્વિસ કરવાની રહેશે. નવા સુધારેલા કાયદાઓમાં આત્મહત્યાનો પ્રયાસ જાહેર સેવકો દ્વારા ગેરકાયદેસર વેપાર નાની ચોરી જાહેરમાં નશો અને બાદનક્ષી જેવા કેસમાં સામાજિક સેવાની જોગવાઈ કરવામાં આવી છે.

 

BYA News SURAT

તમે પાડેલા ફોટોગ્રાફ/વિડિયો તમારા વિસ્તારની સમસ્યાઓ ગટર,પાણીની સમસ્યાઓ, સામાજિક-ધાર્મિક કાર્યક્રમો, ખેતીવાડી અને પશુપાલનને લગતી સમસ્યાઓ, મહાનગરપાલિકા, નગરપાલિકા ના અધિકારીઓ ધ્યાન ન આપતા હોય, પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન માં ફરિયાદ ન લેતા હોય કે ટ્રાફિક પોલીસ તમારી સાથે ગેરવર્તન કરતી હોય તો તેની વિગતો, WhatsApp નં.96011 51675 પર મોકલી આપો, જેથી અમે તેને સારી રીતે પ્રકાશિત કરી શકીએ

BYA News ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હમણાં જ જોડાવો અને ગુજરાત ભરના સમાચાર તેમજ આપના વિસ્તારની સમસ્યા કે પ્રેસનોટ મોકલો

• WHATSAPP group link : https://chat.whatsapp.com/IJx1Fzzqmdc6brKsftw4Bw

• Instagram
https://www.instagram.com/b.y.a.news?igsh=MXJiazQ4ZDRrZ3pjbw==

• Facebook
https://www.facebook.com/bharatyuvaabhiyansurat?mibextid=ZbWKwL

• YouTube channel
https://www.youtube.com/@BHARATYUVAABHIYAN2014

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *