Monday, July 22, 2024
GujaratSurat

સુરત મહાનગરપાલિકા દ્વારા બનવવામાં આવેલ ભેસ્તાન આવાસ જર્જરિત

આ એક તથ્ય છે કે કોઈપણ વસ્તુની શરૂઆત કરવી એ સરળ છે પરંતુ તેને ચાલુ રાખવી અને સારી રીતે તેની ઉપર કામ કરવું તે ખૂબ અઘરું છે. તમે ઘણા લોકોને જોયા હશે જે જાન્યુઆરીની પહેલી તારીખે જીમ જોઈન્ટ કરેલ પરંતુ અઠવાડિયું સુધી ગયા બાદ તે કંટાળા ના કારણે જવાનું ટાળી દે છે. એક વૃક્ષને વાવવું સરળ છે પરંતુ તે વૃક્ષોને સમયસર પાણી આપીને મોટું કરવું એ સરળ નથી. અને આવું જ કંઈક જોવા મળ્યું છે સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ આવાસમાં.

૨૦૧૩માં બનાવવામાં આવેલ સુરત મહાનગરપાલિકા ના સરસ્વતી આવાસ હવે જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યું છે શું છે તેની હકીકત સમજીએ.

સુરત મહાનગરપાલિકાએ છેલ્લા ૨૦ વર્ષમાં ખૂબ જ વિકાસ કર્યો હોય તેવું દેખાઈ રહ્યું છે તે જ વિકાસના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાએ વર્ષ ૨૦૧૩માં ભેસ્તાન ખાતે સરસ્વતી આવાસ બનાવ્યા હતા જેમા ૨૦ બિલ્ડીંગો બનાવવામાં આવી હતી અને લગભગ ૬૪૦ લાભાર્થીઓને ફ્લેટ આપવામાં આવ્યા હતા. શરૂઆતથી જ ઘણા લોકોને બિલ્ડીંગની ક્વોલિટી ઉપર શંકા થતી હતી અને એવું દેખાઈ રહ્યું છે કે ઈજાદારનો જવાબદારી નો સમય પૂરો થાય તે પહેલા જ બિલ્ડીંગો જર્જરીત થતી જોવા મળી છે. ઘણી પરિસ્થિતિઓમાં બિલ્ડીંગના સ્લેબ પડી જતા હતા જેના કારણે બિલ્ડીંગ રહેવા લાયક ન હોવાનું અનુમાન કરી ત્યાંથી લોકોને ખસેડાયા હતા. ઉલ્લેખનીય છે કે ભેસ્તાનના આ સરસ્વતી આવાસના ૨૦ બિલ્ડીંગોને આશ્ચર્યજનક રીતે તોડી પાડી નવી બિલ્ડીંગો બનાવવા માટે સૈધાંતિક મંજુરી સાથે સ્ક્રેપ વેલ્યુ નક્કી કરવાની અરજી સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી હતી. જાણવા મળેલ છે કે પાલિકાએ આ ૨૦ બિલ્ડીંગોની સ્ક્રેપ વેલ્યુ ૨.૮૬ કરોડ રાખી હતી જેના માટે ટેન્ડર ૫૧.૫૪% નીચું એટલે કે ૧.૩૦ કરોડની ઓફર આવી છે જેના ઉપર ભવિષ્યમાં પાલિકા વિચાર કરીને નિર્ણય લેશે.

મહાનગરપાલિકાએ વર્ષ ૨૦૧૨-૧૩ માં ટીપી સ્કીમ નંબર ૨૨ એટલે કે ભેસ્તાનમાં એસપી નંબર ૯૦ માં સ્થિત જર્જરીત સરસ્વતી આવાસ બનાવ્યા હતા. આ આવાસ ના કેમ્પસની ૨૦ બિલ્ડીંગોમાં કુલ ૬૪૦ મકાનો બનાવવામાં આવ્યા હતા. જોકે બિલ્ડીંગની ક્વોલિટી સારી ન હોવાને કારણે ઘણી દુર્ઘટનાઓ બની હતી જેના કારણે ત્યાંના લોકો રહેવા પણ ગભરાતા હતા. આ બિલ્ડીંગો રહેવા લાયક નથી તેવું જાણ થતાં મહાનગરપાલિકાએ ત્યાં રહેતા શરણાર્થીઓને ત્યાંથી ખસેડી સ્લમ અપગ્રેડિશન પ્રોજેક્ટ હેઠળ શરણાર્થીઓને અન્ય જગ્યાએ સ્થાન આપવામાં આવ્યું છે.

અહીંયા રહેતા ધારકોને સુરત મહાનગરપાલિકા નવેસરથી નવી જગ્યા આપવાનું નક્કી કરેલ છે. આ કાર્યને પુનઃ વિકાસ યોજના ૨૦૧૬ હેઠળ સમાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી સ્થાયી સમિતિ દ્વારા જુન- ૨૦૨૦માં રજુ કરવામા આવી હતી. ત્યારબાદ આ તમામ ૨૦ બિલ્ડીંગોનુ ડિમોલિશન કરવામાં આવશે સાથે જ સક્રેપ વેલ્યુ નક્કી કરીવા માટે કન્સલ્ટ ની રચના કરવામાં આવી છે.

આ પણ વાંચો : આભા કાર્ડ એટલે શું ? આભા કાર્ડ ડાઉનલોડ કરવું ? જાણો વિસ્તૃત માં

પાલિકાએ નક્કી કરેલ કન્સલ્ટ દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ ના એસ ઓ આર હેઠળ લગભગ ૨.૬૮ કરોડની સ્ક્રેપ વેલ્યુ નો અંદાજ નક્કી કરવામાં આવ્યો છે.વિભાગ દ્વારા આ સ્ક્રેપ વેલ્યૂ મંજૂર કરવા સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરી છે. સ્ક્રેપ વેલ્યુ નક્કી કર્યા બાદ આશ્ચર્યજનક રીતે તમામ બિલ્ડીંગોને તોડી પાડવામાં આવશે અને નવેસરથી ટેન્ડર બહાર પાડી તેને ફરીથી બનાવવામાં આવશે. પરંતુ શું આ દરેક વસ્તુમાં નાખવામાં આવેલ પૈસા વેળફાશે નહીં કારણ કે પહેલા પણ આ જ રીતે બિલ્ડીંગો બનાવી હતી એ ટેન્ડર બહાર પાડી કાર્ય કરવામાં આવ્યું હતું. હાલમાં ટેન્ડર માટે જે ઓફર આવી છે તે પાલિકાના સ્ક્રેપ વેલ્યુ કરતા ૫૧.૫૪% ઓછી છે એટલે કે ૧.૩૦ કરોડની ઓફર આવી છે હવે આ હેન્ડર ને સમિતિ દ્વારા રજૂ કરવામાં આવશે અને તે નક્કી કરશે કે આના ઉપર ભવિષ્યમાં કામ કરવું કે નહીં.

BYA News SURAT

• તમે પાડેલા ફોટોગ્રાફ/વિડિયો તમારા વિસ્તારની સમસ્યાઓ ગટર,પાણીની સમસ્યાઓ, સામાજિક-ધાર્મિક કાર્યક્રમો, ખેતીવાડી અને પશુપાલનને લગતી સમસ્યાઓ, મહાનગરપાલિકા, નગરપાલિકા ના અધિકારીઓ ધ્યાન ન આપતા હોય, પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન માં ફરિયાદ ન લેતા હોય કે ટ્રાફિક પોલીસ તમારી સાથે ગેરવર્તન કરતી હોય તો તેની વિગતો, WhatsApp નં.96011 51675 પર મોકલી આપો,
જેથી અમે તેને સારી રીતે પ્રકાશિત કરી શકીએ

BYA News ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હમણાં જ જોડાવો અને ગુજરાત ભરના સમાચાર તેમજ આપના વિસ્તારની સમસ્યા કે પ્રેસનોટ મોકલો

• WHATSAPP group link : https://chat.whatsapp.com/IJx1Fzzqmdc6brKsftw4Bw

• Instagram
https://www.instagram.com/b.y.a.news?igsh=MXJiazQ4ZDRrZ3pjbw==

• Facebook
https://www.facebook.com/bharatyuvaabhiyansurat?mibextid=ZbWKwL

• YouTube channel
https://www.youtube.com/@BHARATYUVAABHIYAN2014

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *