Saturday, October 19, 2024
HealthBlog

આભા કાર્ડ એટલે શું ? આભા કાર્ડ ડાઉનલોડ કરવું ? જાણો વિસ્તૃત માં

આજના સમયમાં મેડિકલ અને ડોક્ટર નો ખર્ચો કેટલો છે તે જગજાહેર છે. કોરોના બાદ લોકોને શારીરિક તકલીફો પણ વધી છે અને સાથે સાથે મેડિકલના ખર્ચા પણ વધ્યા છે. આવી પરિસ્થિતિમાં બે વ્યક્તિઓને સૌથી વધારે ફાયદો જોવા મળે છે એક તો ડોક્ટર પોતે જેની હોસ્પિટલમાં સારવાર લેવાથી મન મરજી મુજબનું બિલ બનાવી તે સામાન્ય વ્યક્તિના માથે એક પૈસા નો પહાડ મૂકી દે છે બીજી તરફ ઇન્સ્યોરન્સ કંપની પોતાના ઇન્સ્યોરન્સ વેચીને પૈસા કમાય છે અને જ્યારે કલેમ આપવાનો સમય આવે ત્યારે જેમ બને તેમ ઓછું આપવાનું થાય તેમ કરે છે આવી પરિસ્થિતિમાં સામાન્ય નાગરિક માટે શું સગવડ થઈ શકે તે સરકારે વિચાર કર્યો છે.અને સરકાર લઈને આવી છે આપણા માટે આભા કાર્ડ

૧.આભા કાર્ડ એટલે શું?

– ભારતમાં અલગ-અલગ યોજનાઓને લઈને અલગ- અલગ કાર્ડ બનાવવામાં આવે છે. જેવા કે સ્વાસ્થ્ય યોજના માટે આયુષ્માન ભારત કાર્ડની યોજના છે. હાલ ભારતમાં આભા કાર્ડને લઈને ખૂબ ચર્ચાઓ થઈ રહી છે.-

૨.  આભા કાર્ડ કઈ રીતે બનાવાય?

– આભા કાર્ડ બનાવવા માટે સૌથી પહેલા તમારે આભાની અધિકૃત વેબસાઇટ https://ndhm.gov.in/ પર જવું પડશે. તે પછી તમારે આભા કાર્ડ બનાવવા માટે ક્લિક કરવાનું રહેશે. આ પછી તમારી પાસે તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ અને આધાર કાર્ડ નંબરથી આધાર કાર્ડ મેળવવાનું ઓપ્શન હશે

૩. આભા કાર્ડ નું પૂરું નામ શું?

– આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ. આ કાર્ડ આયુષ્માન ભારત ડિજિટલ મિશન તરીકે લોન્ચ કરવામાં આવ્યું છે.

૪. આભા કાર્ડ ના ફાયદા કેટલા?

– આ આભા કાર્ડ કરાવવાના ઘણા બધા ફાયદાઓ પણ છે તેમનો એક ફાયદો તમે તમારી બધી તબીબી માહિતી જેમ કે રિપોર્ટ, નિદાન, દવાના, પ્રિસ્ક્રિપ્શનો, વગેરે. માત્ર થોડી ક્લિક્સ સાથે ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ તમે તમારા મેડિકલ રેકોર્ડને હોસ્પિટલો, ક્લિનિક્સ, ડૉક્ટરો વગેરે સાથે સરળતાથી શેર કરી શકો છો. આમ, તમે નવા વિસ્તારોમાં પણ તબીબી સંભાળ મેળવી શકો છો. તદુપરાંત તમે હેલ્થકેર પ્રોફેશનલ રજિસ્ટ્રી ને ઉપયોગ કરી શકો છો જે ભારતના તમામ ડોકટરોની વિગતોનું સંકલન થનાર છે. સાથે સાથે તમે હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રી ને પણ ઉપયોગ કરી શકો છો જે ભારતમાં તમામ ને સરકારી અને ખાનગી તબીબી સુવિધા ની લીસ્ટ ઉપલબ્ધ થનાર છે. અને છેલ્લે આ કાર્ડ આયુષ સારવાર સુવિધાઓમાં પણ માન્ય છે. સારવારમાં આયુર્વેદ, યોગ અને . નેચરોપથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથીનો સમાવેશ થાય છે.

૫.આભા કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું?

આભા કાર્ડ એટલે શું ? આભા કાર્ડ ડાઉનલોડ કરવું ? જાણો વિસ્તૃત માં

  • ૨. તમારા આધાર કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સનો ઉપયોગ કરીને લૉગિન કરો. પછી, તમારો મોબાઇલ નંબર દાખલ કરો અને મોબાઇલ નંબર પર પ્રાપ્ત OTP દાખલ કરીને ચકાસણી પૂર્ણ કરો.

 

આ પછી, તમારે નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પૂછવામાં આવેલી અન્ય તમામ માહિતી ભરવાની જરૂર છે અને ‘સબમિટ’ પર ક્લિક કરો.

 

  • ૩. એકવાર નોંધણી પૂર્ણ થઈ જાય, અને તમારું હેલ્થ આઈડી બની જાય ત્તયાર બાદ તમારી લોગ-ઇન સ્ક્રીન પર દેખાતા ‘હેલ્થ કાર્ડ જુઓ’ વિકલ્પ પર ક્લિક કરીને કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

૬. આભા કાર્ડ માટેનું હેલ્પલાઇન નંબર શું છે?

આભા કાર્ડ ને લગતા કોઈપણ કામ માટે તમે તેના આપેલ ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરી શકો છો જેથી તમને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તેનું નીદાન થઈ શકે. Toll Free Helpline Number – 14477 or 1800-11-4477

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *