Saturday, October 19, 2024
News

કાવડ યાત્રા માટે યોગી સરકાર ઉત્તરપ્રદેશ (Uttar pradesh) માં એક લાખ વૃક્ષો કાપશે, NGT આશ્ચર્ય પામ્યું

અત્યારે ગરમી નો સમય ચાલી રહ્યો છે પ્રકૃતિ પ્રમાણે માનીએ તો અત્યારે ગરમી ધીમી થઈ જવી જોઈએ અને ધીરે ધીરે વરસાદનું આગમન થવું જોઈએ પરંતુ ગ્લોબલ વોર્મિંગ ના કારણે ગરમી નો પ્રકોપ વધતો જાય છે દિલ્હી રાજસ્થાન જેવા રાજ્યો અને શહેરોમાં તાપમાનનો પારો ૫૫ ડિગ્રીએ પહોંચ્યો છે. દરેક નિષ્ણાતોનું માનવું છે કે આવી જ રીતે ચાલતું રહ્યું તો આવનારો સમય ભારત માટે દુષ્કાળ કાળઝાળ ગરમી જેવી હોનારતો લાવી શકે છે.
આવી પરિસ્થિતિમાં ઉત્તર પ્રદેશ (uttar pradesh) સરકારનો એક ખૂબ જ ચિંતાજનક નિર્ણય આવ્યો છે. ૧૧૧ km લાંબી કાવડ યાત્રા માટે એક લાખથી પણ વધારે વૃક્ષો કાપવાનો નિર્ણય લેવાયો છે જેની અંદર ૩૩,૦૦૦ મોટા વૃક્ષો અને ૭૮,૦૦૦ નાના વૃક્ષો કાપવાનો આદેશ સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. હાલમાં જ નિષ્ણાતોએ કરેલા એક સર્વે પ્રમાણે ભારતમાં આજની તારીખે ૨૦૦ કરોડ વૃક્ષો વાવવાની જરૂર છે અને વૃક્ષોની આટલી અછત હોવાને અજાણ્યા કરીને એક લાખથી પણ વધારે વૃક્ષો કાપવા શું ભારતના પર્યાવરણ માટે યોગ્ય ખરું તે એક સવાલ છે.

એક રિપોર્ટનું માનીએ તો કેન્દ્ર સરકારના પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે ઉત્તર પ્રદેશ(uttar pradesh) સરકારને ગાઝિયાબાદ મેરઠ અને મુઝફરનગર સહિતના યોજના સાથે સંકળાયેલા વિસ્તારોમાં આશરે ૧ લાખ ૧૦ હજાર વૃક્ષો કાપવાની અનુમતિ આપી હતી. આ વાતની જાણ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ને ને થતા તેમણે સમગ્ર પરિસ્થિતિ મામલે જવાબ માંગ્યો હતો. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એ ભારતમાં એક વૈધાનિક સંસ્થા છે જે પર્યાવરણીય સંરક્ષણ અને અન્ય કુદરતી સંસાધનોને લગતા કેસોના ઝડપી નિકાલ સાથે કામ કરે છે. તેની સ્થાપના ઈ.સ.૨૦૧૦ માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ હેઠળ કરવામાં આવી હતી. પર્યાવરણીય સંરક્ષણ માટે વૈધાનિક સંસ્થાની સ્થાપના કરવા માટે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ પછી ભારત વિશ્વનો ત્રીજો દેશ છે. માટે જ આ સંસ્થાએ યોગી સરકાર પાસે થઈ રહેલ કાર્યોનો જવાબ માંગ્યો છે. ૧૩ માર્ચ ના રોજ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલી પ્રથમ સનાવણી કરી હતી જેની અંદર ઉત્તર પ્રદેશ ફોરેસ્ટ વિભાગે જવાબ આપતા કહ્યું હતું કે તેઓ આશરે ૨૨૨ હેક્ટર જમીનમાં વૃક્ષારોપણ કરવાના છે. પરંતુ એક લાખ વૃક્ષોનું અમુક જ દિવસોમાં કાપી નાખવાનું અને તેની સામે ૨૨૨ હેક્ટર જમીનમાં વૃક્ષારોપણ કરવાથી શું તે કપાયેલા વૃક્ષોનું પુનઃ સ્થાપન થઈ શકશે ખરુ કારણકે વૃક્ષોને કાપવામાં વાર નથી લાગતી પરંતુ તેને ઉગવામાં આશરે પાંચ થી સાત વર્ષનો સમય લાગે છે અને દિલ્હી અને ઉત્તર પ્રદેશની ગરમીને જોતા આ નિર્ણય યોગ્ય માનવામાં આવી રહ્યો નથી.

જેની માટે આ દરેક કાર્ય થઈ રહ્યું છે આ પ્રોજેક્ટને કાવડ યાત્રા માર્ગ નામ આપવામાં આવ્યું છે જેને એક કરોડ શ્રદ્ધાળુ માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે આ શ્રદ્ધાળુ હરિદ્વારથી ગંગાજળ લઈને ઉત્તર પ્રદેશ હરિયાણા રાજસ્થાન દિલ્હી મધ્યપ્રદેશ અને વિવિધ શહેરો અને ગામડામાં પરત ફરે છે હાલ જે રસ્તો છે તે આમ નાગરિકો અને શ્રદ્ધા બંને માટે વધુ પડતો ભીડ વાળો છે જેના કારણે નવો માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યો છે શ્રાવણ મહિનામાં આ માર્ગ ઉપર મોટી કાવળયાત્રા નીકળે છે.

જો આ આખી પરિસ્થિતિને બીજો એક પહેલું જોઈએ તો ગુજરાત રાજસ્થાન હરિયાણા અને દિલ્હી આ ચાર રાજ્યોની સીમાઓ ઉપર એક ફોરેસ્ટ વોલ બનાવવામાં આવી રહી છે જે આશરે ૧૧૧ km લાંબી અને પાંચ કિલોમીટર પહોળી હોવાની શક્યતા છે. આ વૃક્ષોની દિવાલ એટલા માટે બનાવવામાં આવી રહી છે કે રાજસ્થાનનો રણ પ્રદેશ એ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે અને ફક્ત વૃક્ષો જ છે જે આ આગળ વધી રહેલા રણને રોકી શકે છે અને આપણે નાનપણમાં ભણ્યા છે કે વૃક્ષો એ વર્ષાને આમંત્રણ આપે છે તો જે જગ્યાએ વૃક્ષો વધારે હશે ત્યાં તેટલા જ પ્રમાણમાં વરસાદ થશે માટે જ આસામ મેઘાલય જેવા વિસ્તારોમાં ભારતમાં સૌથી વધારે વરસાદ થાય છે જ્યાં વૃક્ષોનું પ્રમાણ પણ વધારે છે.

જો સુરતની વાત કરીએ તો જાણવા મળેલ છે કે પાલ આરટીઓ થી આગળ જતા રસ્તા ઉપર વૃક્ષોને કાપવામાં આવશે ફક્ત રોડ મોટો કરવા માટે મેટ્રોની કામગીરી હોય કે પછી ગજરા સર્કલ ઉપર બની રહેલા પુલ નું કાર્ય આ દરેક કાર્યમાં વૃક્ષો કાપવામાં આવ્યા છે એ વસ્તુઓમાં કોઈ શંકા નથી કે તેની સામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે પરંતુ વૃક્ષો વાવી દેવાથી તેનું જતન થતું નથી તેને સમય પર પાણી પણ પૂરું પાડવાનું હોય છે જે લાગી રહ્યું છે કે એસએમસી ભૂલી રહી છે.

માર્ચ મહિનાની શરૂઆતમાં જ બેંગ્લોરમાં દુષ્કાળ પડ્યો હતો. લોકોને પાણી પીવા માટે ટેન્કરો મંગાવવા પડ્યા હતા. નવા ધોવા માટે તેઓએ મોલમાં જવું પડતું હતું. તો શું આ બધાને એક ચેતવણી સમાન માની શકાય ખરુ?

બંગાળમાં ચક્રવાત આવે છે ઉત્તર ભારતમાં કાળજાળ ગરમી છે આપણું લક્ષ્યદીપ ટાપુ આવનારા વર્ષોમાં અદ્રશ્ય થઈ જશે કહેવામાં આવી રહ્યું છે કે દર વર્ષે અડધો ઇંચ જેટલું  દરિયાનું સ્તર ઉપર આવી રહ્યું છે આપણા બરફવાળા વિસ્તારો ઓગળી રહ્યા છે ધરતીનું તાપમાન ધીમે ધીમે ઉપર આવી રહ્યું છે તો શું આ દરેક પરિસ્થિતિને જોતા ઉત્તર પ્રદેશ સરકારનો આ મોટો નિર્ણય આપણા દેશના પર્યાવરણ માટે સુરક્ષિત છે ખરો? આજની તારીખમાં દરેક દેશવાસીઓને અપીલ છે કે આપના ઘરની આસપાસ જ્યાં પણ આપને વૃક્ષારોપણ કરવા જેવું લાગે ત્યાં મહેરબાની કરીને વૃક્ષો ઉઘાડો આપણું એક નાનકડું કાર્ય આપણા જ પર્યાવરણ અને આવનારી પેઢી માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. આપણા ભારતમાં કેટલાય લોકો એવા છે જેમણે હજારો હેકટર જમીનમાં વૃક્ષો વાવ્યા છે.ને  શું તમે ફોરેસ્ટ મેન ઓફ ઇન્ડિયા ને ઓળખો છો?

જાદવ “મોલાઈ” પેયેંગ  એક પર્યાવરણ કાર્યકર્તા અને માજુલીના વન કાર્યકર છે, ભારતના ફોરેસ્ટ મેન તરીકે પ્રખ્યાત છે. કેટલાંક દાયકાઓ દરમિયાન, તેમણે બ્રહ્મપુત્રા નદીના રેતીબાર પર વૃક્ષો વાવ્યા અને તેનું જતન કર્યું અને તેને વન અનામતમાં ફેરવ્યું.  તેમના પછી મોલાઈ ફોરેસ્ટ તરીકે ઓળખાતું જંગલ, જોરહાટ, આસામ, ભારતના કોકિલામુખ પાસે આવેલું છે અને તે લગભગ ૧૩૬૦ એકર/૫૫૦ હેક્ટર વિસ્તારને સમાવે છે. ૨૦૧૫ માં, તેમને પદ્મશ્રી, ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેનો જન્મ આસામની આદિવાસી મિસિંગ જનજાતિ માં થયો હતો. ૧૯૭૦ દરમિયાન ઉત્તરાખંડમાં ચીપકો આંદોલન ચલાવવામાં આવ્યો હતો. ત્યાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ જંગલોને કાપીને ફેક્ટરીઓ બનાવવા માંગતી હતી માટે જ ત્યાંના લોકોએ દરેક ઝાડને વળગીને ઉભા રહ્યા હતા જેથી તે લોકો તે ઝાડને બચાવી શકે માટે જ તેને ચીપકો આંદોલન નામ આપવામાં આવ્યું હતું.

હું દરેક દેશવાસીઓને અપીલ કરું છું કે જેમ બને તેમ વધુ વૃક્ષો વાવો અને આપણા પર્યાવરણને બચાવો. વૃક્ષોનું મહત્વ તે વ્યક્તિ નથી જાણતું જેના માથે કોન્ક્રીટ નો છાયડો છે વૃક્ષોનું મહત્વ તેને પૂછો જે વૃક્ષના છાયડા નીચે સૂવે છે. વૃક્ષોનું મહત્વ એ પક્ષીને પૂછો કે જેનું તે ઘર છે જેના ઉપર તે તેનો માળો બનાવીને રહે છે વૃક્ષોનું મહત્વ એ તેવા વ્યક્તિઓને પૂછો જેના માથે તેની ઠંડક છે વૃક્ષોનું મહત્વ એ પર્યાવરણને પૂછો કે જેનું તે અભિન્ન અંગ છે વૃક્ષો વગર પૃથ્વીની કલ્પના કરવી એ આત્મા વગર શરીરની કલ્પના કરવી સમાન છે જો શરીરમાં આત્મા નહીં હશે તો શરીરનું કંઈ કામ નથી તે એક નાશવંત દેહ છે તે જ રીતે જો વૃક્ષો નહીં હોય તો આપણી પૃથ્વીની કલ્પના કરવી અશક્ય છે તેના વગર કહી શકાય કે પૃથ્વીનું અસ્તિત્વ જ નથી માટે આપ સર્વ દેશવાસીઓને નમ્ર વિનંતી છે કે જેમ બને તેમ વધુમાં વધુ વૃક્ષો ઉઘાડો.

જય હિન્દ જય ભારત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *