Monday, September 16, 2024
SuratGujarat

સુરત : મનપામાં કચરા કૌભાંડ ઓવરલોડ કચરો ભરતા કોન્ટ્રાક્ટરો આચરે છે કૌભાંડ.?

સુરત શહેરમાં મનપામાં ફરી એક વાર વિવાદમાં આવ્યું છે, કોન્ટ્રાકટરો દ્વારા કચરાની ગાડીમાં ઓવરલોડ કચરો ભરતા હોય છે, ત્યારે ભૂતકાળમાં આજ પ્રકારનું કૌભાંડ અનેક વાર બહાર આવતા મનપામાં ચકચાર મચી જવા પામી છે,

BYA NEWS : સુરત મનપા આમ તો ગુજરાતમાં પોતાની એક અલગ ઓળખ ધરાવે છે, ત્યારે છાશવારે મનપા કચેરી વિવાદમાં આવતાની સાથે કૌભાંડ માટે પણ ગુજરાતમાં જાણીતી થઇ છે, ત્યારે થોડા સમય પહેલા મનપા દ્વારા શહેરના લોકોના ઘરેથી કચરો ઉપાડતી ડોર ટુ ડોર કચરાની ગાડી પોતાનું વજન વધારવા કૌભાંડ કરતી હોવાનો અનેક વાર વિડીયો વાયરલ થયા છે, ત્યારે આ મામલે સુરત મનપા દ્વારા કોન્ટ્રાકટરો પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી..!

સુરત મનપા દ્વારા લોકોના ઘરે થી કચરો ઉપાડતી ડોર ટુ ડોર કચરાની ગાડીને વજન પર મહેનતાણું ચુકવવામાં આવે છે, ત્યારે મનપાની કચરાની ગાડીના કર્મચારી વધુ મહેનતાણું લેવા માટે કચરામાં પાણી મેળવીને વજન વધારી વધારે મહેનતાણું લેવાનું કૌભાંડ કરતા હોય છે.! ત્યારે આવા અનેક કૌભાંડ બહાર આવ્યા છે, ત્યારે આજે એક નવું કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં કોન્ટ્રાકટરો ઓવરલોડ કચરો ભરી રોડ પર કચરો પડતાપાડતા જાય છે, અને તેઓને એક જ ધક્કામાં કામ થઇ જાય તે માટે ઓવરલોડ કચરો ભરતા હોય છે,

ત્યારે સુરત મહાનગરપાલિકા આ અંગે કોઈ કાર્યવાહી કરશે કે કોન્ટ્રાકટરો સાથે મળી જશે..?

પ્રાપ્ત મળતી વિગતો મુજબ અનેક જાગૃત લોકો દ્વારા કરવામાં આવેલ ફરિયાદો ના અંતે પણ સુરત મહાનગર પાલિકાના માનીતા ગાર્બેજ કલેક્શન” કોન્ટ્રાક્ટર અને કચરા વાહનો ના ડ્રાઈવરો કોઈ ને ગાંઠતા ન હોવાનું જાણવા મળેલ છે,
BYA NEWS ના પ્રતિનિધિ દ્વારા અનેક તસ્વીરો અહેવાલ પ્રસિદ્ધ કરવાની સાથે આરોગ્ય અધિકારીને રૂબરૂ ફરીયાદ કરતા અધિકારીઓ ફક્ત દિલાસા દઈ રહ્યા છે, જયારે કોન્ટ્રાક્ટરો ના કચરા વાહનો હજુ પણ બેફામ અને બિન્દાસ રોંગ સાઈડમાં પણ દોડી રહ્યા છે.
તેમ સુરત મહાનગર પાલિકા ના નિયમો ની ઐસી-તૈસી કરી ઓવરલોડ કચરો ભરી અને સીટી માં ચારે બાજુ કચરો નાખી સ્વચ્છ સીટી ને ગંદુ કરી રહ્યા છે

 

SMC અધિકારીઓ એ જણાવ્યા મુજબ સુચના આપેલ છે. તો શું સુચના મુજબ વાહનો ના ડ્રાઈવરો કોઈ ને ગાંઠતા નથી ?

સુરત મહાનગર પાલિકા ના અધિકારીઓ, કોન્ટ્રાકટર ને કેમ પંપાળી રહી છે એજ સમજાતું નથી શું કોન્ટ્રાકટર ઉપર કોઈ મોટા માથા નો હાથ છે ?

Surat garbage scam
Surat garbage scam

અનેક ફરિયાદો છતાં કોન્ટ્રાકટર કોઈ ને ગાંઠતા નથી આખરે  કોન્ટ્રાકટર ઉપર કોના ચાર હાથ એજ શહેર માં ચારે બાજુ ચર્ચા…!

જનતા ના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોઈ ત્યાં કાર્યવાહી થવી જ જોઈએ અને તાત્કાલિક કોન્ટ્રાકટર નું લાઇસન્સ અને કોન્ટ્રાકટ  રદ કરી દેવામાં આવે એવું લોક માંગ થઇ રહી છે, અનેક ભૂલો કરવા અનેક જાગૃત નાગરિકો દ્વારા ફરિયાદ છતાં ઉચ્ચ અધિકારીઓ પણ આંખ આડા કાન કરી રહ્યા છે.

સુરત મહાનગર પાલિકા ના અધિકારીઓ, અને સત્તાધીશો વચ્ચે સુરત ની આમ જનતા પીસાઈ રહી છે આટલી સાબિતી, આટલા ફોટોગ્રાફ, આટલા વિડીયો સાથે ની ફરિયાદો કરવા છતાં કોઈ પગલા લેવાતા નથી સુરત મહાનગર પાલિકા ના અધિકારીઓ, અને સત્તાધીશો પોતાના વચ્ચે ના ગજગ્રાહ દુર કરી ગાર્બેજ કોન્ટ્રાકટર ઉપર આકરા પગલા લઇ દાખલો બેસાડે અને કોન્ટ્રાકટર ના માણસો દ્વારા કચરા જ્યાં ત્યાં વેરે છે એની ઉપર પેનલ્ટી ફટકારવા માં આવે.

ગાર્બેજ કલેક્શન” કોન્ટ્રાકટર ના વાહનો કચરો લેવા નહિ પણ નાખવા આવતા હોઈ હાલ તો એવું લાગી રહ્યું છે .

શોભા ના ગાંઠિયા થઇ તમાશો જોનારા અને જનતા ના તકલીફ ના સમયે નહિ દેખાતા કોર્પોરેટર ને પણ આવતી ચૂંટણી માં પોતાનો પરચો આપવાનું પણ કોઈ કોઈ જગ્યા એ સાંભળવા મળી રહ્યું  છે, તો જનતા ના ગુસ્સા નો ભોગ ના બનવું હોઈ તો આ રોંગ સાઈડ માં ચાલતા વાહનો તથા બેફામ કચરો ભરતા ગાર્બેજ કોન્ટ્રાકટર ઉપર આકરા પગલા લેવામાં આવે.

ગાર્બેજ કલેક્શન” કોન્ટ્રાકટર ના વાહનો જોતા તો એવું લાગી રહ્યું છે કે પ્રથમ તો એને જ સાફ સફાઈ ની જરૂર છે ગાડીઓ નું સ્તર ખુબ જ ખરાબ છે મોટાભાગ ની ગાડી બહુ જ ખરાબ હાલત માં જોઈ શકાય છે અમુક અમુક ગાડીઓ તો ફીટનેસ વગર ચાલી રહી છે અનેક ગાડીયો માં બાળ મજુરો કામ કરી રહ્યા છે જો તપાસ કરવામાં આવે તો અમુક અમુક ડ્રાઈવરો પાસે તો લાઇસન્સ પણ નહિ હોઈ.

સુરત ની જનતામાં એક એવી ચર્ચા પણ થઇ રહી છે કે સામાન્ય માણસ ને ભાંડી ને સસ્તી પબ્લીસીટી મેળવનાર પણ ક્યારેક લોક હિતાર્થે કામ કરે તો લોકો ના હ્રદય માં સ્થાન મેળવે…. પણ ભવિષ્ય માં કોઈ પક્ષ ની ટીકીટ ની લાય માં જનતા ને ભાંડનાર પાછા મત માટે જનતા પાસે જ આવવું પડશે એ પણ જાણી લે…. માટે તંત્ર ની ચાપલુસી કરવા કરતા અનેક લોકો ના સ્વસ્થ સાથે ચેડા કરનાર અધિકારીઓ તથા સત્તાધીશો સામે બાથ ભીડે તો જનતા ના હદય માં સ્થાન તથા પોતાની ઈમેજ સુધારવા માં સહાયતા મળશે.

 

આગે…આગે….દેખો…હોતા હૈ…ક્યાં..!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *