સુરતના ઉધના વિસ્તારમાં રહીશો જીવતા બોમ્બ સમાન અંબર કોલોની ની બિલ્ડિંગમાં રહે છે.
હાલમાં જ સુરતમાં પાલી ખાતે મકાન દુર્ઘટના બની હતી જે બાદ સુરતમાં જર્જરીત મકાન સામે કાર્યવાહી તેજ થઈ રહી છે. સુરતમાં મકાન માલિક અને ભાડુઆત વચ્ચેની તકરારને કારણે મિલકત વધુ જર્જરીત જ બની રહી છે જેના કારણે સુરતના હરીપુરા અને પાલી જેવી મકાન હોનારત થવાની શક્યતા જણાઈ રહી છે. આ જ રીતે આમાં સુરતના ઉધના ના અંબર કોલોની વિસ્તારમાં આવેલ એક જર્જરીત એપાર્ટમેન્ટ લોકો માટે હોનારતનું કારણ બની શકે છે. બિલ્ડીંગના માલિક મુંબઈ રહે છે અને ત્યાં માત્ર ભાડુઆત વસાવટ કરે છે. આ બિલ્ડીંગ જર્જરીત થવાને કારણે પાલિકાએ અગાઉ નોટિસ આપી છે અને આજે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
ઉધના વિસ્તારમાં રહીશો જીવતા બોમ્બ સમાન અંબર કોલોની ની બિલ્ડિંગમાં રહે છે.
સુરત પાલિકાના ઉધના એ ઝોનમાં અંબર કોલોની વિસ્તાર આવેલ છે જેમાં ઝૌનબ એપાર્ટમેન્ટ આવેલ છે. આ એપાર્ટમેન્ટ ના લોકોએ પાલિકાને એક અરજી કરી હતી. આ અરજીમાં તેઓએ જણાવ્યું હતું કે આ એપાર્ટમેન્ટ છેલ્લા આઠ વર્ષથી જર્જરીત છે. છેલ્લા પાંચ વર્ષ મા તો અનેક નોટિસ આપવામાં આવી હતી અને કેટલીક વાર સ્લેબના પોપડા પડ્યા છે તેવા પણ બનાવો બન્યા છે. આ બિલ્ડીંગ જર્જરી થવા છતાં બિલ્ડીંગના માલિકને ત્યાંના રહીશોની કંઈ પણ પડેલી ન હોય તેવું જણાઈ રહ્યું છે. આ બિલ્ડિંગમાં 100 જેટલા લોકો વસવાટ કરે છે અને તે તમામના જીવને જોખમ છે તેથી પાલિકા આની ઉપર કડક કામગીરી કરે તેવી માંગણી તેને રહીશો દ્વારા કરવામાં આવેલ છે.
સુરતના પાલી ખાતે મકાન હોનારત બાદ બાલિકા તંત્ર વધુ સતર્ક બની ગયું હોય અને આ અરજીના આધારે આજે અધિકારીઓ મુલાકાત કરીને સ્થિતિને તાગ મેળવ્યો હોય તેવું જાણવા મળી રહ્યું છે. દરમિયાન આ બિલ્ડિંગના માલિક અને ભાડુઆત વચ્ચે ઝઘડો હોવાની પણ વાત બહાર આવી છે પરંતુ એના લીધે ત્યાંના રહીશો ઉપર ખતરો ના થાય તે જોવાનું પાલિકાનું કામ છે.
• તમે પાડેલા ફોટોગ્રાફ/વિડિયો તમારા વિસ્તારની સમસ્યાઓ ગટર,પાણીની સમસ્યાઓ, સામાજિક-ધાર્મિક કાર્યક્રમો, ખેતીવાડી અને પશુપાલનને લગતી સમસ્યાઓ, મહાનગરપાલિકા, નગરપાલિકા ના અધિકારીઓ ધ્યાન ન આપતા હોય, પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન માં ફરિયાદ ન લેતા હોય કે ટ્રાફિક પોલીસ તમારી સાથે ગેરવર્તન કરતી હોય તો તેની વિગતો, WhatsApp નં.96011 51675 પર મોકલી આપો, જેથી અમે તેને સારી રીતે પ્રકાશિત કરી શકીએ
• BYA News ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હમણાં જ જોડાવો અને ગુજરાત ભરના સમાચાર તેમજ આપના વિસ્તારની સમસ્યા કે પ્રેસનોટ મોકલો
• WHATSAPP group link : https://chat.whatsapp.com/IJx1Fzzqmdc6brKsftw4Bw
• Instagram
• https://www.instagram.com/b.y.a.news?igsh=MXJiazQ4ZDRrZ3pjbw==
• Facebook
• https://www.facebook.com/bharatyuvaabhiyansurat?mibextid=ZbWKwL
• YouTube channel
• https://www.youtube.com/@BHARATYUVAABHIYAN2014