Thursday, May 30, 2024
SuratGujarat

સુરત શહેરી વિકાસ સત્તામંડળ ના મુખ્ય કારોબારી અધિકારી કે.એસ.વસાવા અને મામલતદાર (દબાણ) સિલાસ ફારમર અરજદારો ની અરજીઓ ને સમજી રહ્યાં છે ગાજર ની પીપુડી સમાન..?

મામલતદાર સિલાસ ફારમર સુડા ના મુખ્ય અધિકારી હોય તેમ વર્તન કરી તેઓ તકેદારી આયુક્ત તેમજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ની કચેરીઓ ના પત્રો ને પસ્તી સમાન ગણાતા તેઓની કામગીરી પર ઉઠી રહ્યાં છે અનેક સવાલો…!

સુરત :- સુડા સમાવિષ્ટ હદ વિસ્તારમાં ચાલતા બાંધકામો ને છાવરવામાં મસમોટો હાથ ધરાવનાર તેમજ ભ્રષ્ટાચારમાં “ટોપ ઓફ ધ ટાઉનમાં નામ બનાવનાર મુખ્ય કારોબારી અધિકારી કે.એસ.વસાવા અને મામલતદાર (દબાણ) સિલાસ ફારમર ની જોડીએ આખે-આખા સુડા ની દશા બગાડી હોય તેમ નજરે પડી રહ્યું છે,

SUDA BHAVAN NEWS SURAT

ગુજરાત તકેદારી આયોગ, મુખ્યમંત્રી કાર્યલય, તેમજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, સહીત ના પત્રો ને ઘોળી ને પી જનારા (નજર અંદાજ) આવા ભ્રષ્ટાચારી મુખ્ય કારોબારી અધિકારી કે.એસ.વસાવા અને મામલતદાર (દબાણ) સિલાસ ફારમર ની જોડી સામે કોઈ કાર્યવાહી થશે ખરી..?
સુરત શહેરી વિકાસ સત્તા મંડળ માં ગેરકાયદે બાંધકામો ને છાવરીને આચરવામાં આવતો ભ્રષ્ટાચાર આજે ઉડીને આંખે વળગે એટલી હદે પહોંચી ગયો છે, ભ્રષ્ટ અધિકારીઓ ગેરકાયદે બાંધકામ કરનારા મિલ્કતદારો સાથે સેટિંગનો ખેલ પાર પાડીને ફક્ત ગેરકાયદે બાંધકામોને જ કહેવાતી મંજૂરી નથી આપતાં, પરંતુ આવા ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ અનેક ફરિયાદો થયા બાદ પણ આંખ આડા કાન કરી છાવરતાં જોવા મળે છે,
એટલું જ નહી પણ કાર્યવાહીના નામે ફક્ત નોટીસોનું નાટક રચીને ઉચ્ચ અધિકારીઓની આંખોમાં ધૂળ ઝોંકવાનો પ્રયાસ કરતાં હોય છે, ત્યારે આવો જ એક કિસ્સો સુરત શહેરી વિકાસ સત્તા મંડળ નો સામે આવ્યો છે, જેમાં સુડા ના મુખ્ય કારોબારી અધિકારી કે.એસ.વસાવા અને મામલતદાર (દબાણ) સિલાસ ફારમર ની ભૂંડી ભૂમિકા ભજવી હોવાનું મનાઈ રહ્યું છે, ત્યારબાદ સુડા મા સતત ગેરકાયદેસર બાંધકામો ને છાવરનાર મામલતદાર (દબાણ) સિલાસ ફારમર જેવા ભ્રષ્ટ અધિકારીઓ ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ ઠોસ કાર્યવાહી ન કરી બાંધકામો ને છાવરવા ના ભાગ રૂપે નાયબ કલેકટરશ્રી દ્વારા નોટીસ પાઠવ્યા બાદ પણ પોતે સુડા ના વડા તરીકે ફરજ બજાવી રહ્યાં હોય તેમ નોટીસ ને પણ નજર અંદાજ કરી રહ્યાં છે, ત્યારબાદ નોટીસ પાઠવ્યા બાદ કોઈ જ નક્કર કાર્યવાહી ન કરવા ના બદલે બાંધકામ ધારકો પાસે થી રિશ્વત (લાંચ લેતા હોય તેમ જણાઈ રહેલ છે, કેમ કે નાયબ કલેકટરશ્રી દ્વારા નોટીસ પાઠવ્યા બાદ કરવાની કાર્યવાહી તો ફક્ત ને ફક્ત મામલતદાર (દબાણ) સિલાસ ફારમર ને જ કરવાની રહેતી હોય છે, પરંતુ સદર મામલતદાર (દબાણ) સિલાસ ફારમર કોઈ જ કાર્યવાહી ન કરી પોતાનો વ્યક્તિગત હેતુ સિદ્ધ કરી ભ્રષ્ટાચાર આચરતા નજરે પડી રહ્યાં છે, ત્યારબાદ જે તે બાંધકામ ધારકો પાસે થી તગડી રકમ વસુલ કરી, મળેલ સત્તા નો દુરઉપયોગ કરી ભ્રષ્ટાચાર આચરી રહ્યાં હોવાની ચર્ચાઓ ઊઠવા પામી છે, તેમ વિસ્તૃત જાણવા જઈએ તો મામલતદાર (દબાણ) સિલાસ ફારમર ના હદ વિસ્તારમા ચાલતા તમામ બાંધકામો ગેરકાયદે હોવા છતાં કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નથી, અને એક પણ બાંધકામ નું ડીમોલેશ કરવામાં આવેલ નથી,

જેથી આવા ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા સમગ્ર સુડા ની કચેરીમાં ચર્ચાઓ ઉઠવા પામી છે કે, ગેરકાયદેસર બાંધકામ છાવરવા માટે મામલતદાર (દબાણ) સિલાસ ફારમર એ ખુબ મોટી રકમ લઇ લીધેલ હોવાથી બાંધકામ વપરાશ શરુ થવા દેવામાં આવેલ છે,

ગેરકાયદે બાંધકામો ને છાવરીને આચરવામાં આવતો ભ્રષ્ટાચાર આજે એટલી હદે પહોંચી ગયો છે, ભ્રષ્ટ અધિકારી મામલતદાર (દબાણ) સિલાસ ફારમર ગેરકાયદે બાંધકામ કરનારા મિલ્કતદારો સાથે સેટિંગનો ખેલ પાર પાડીને ફક્ત ગેરકાયદે બાંધકામોને જ કહેવાતી મંજૂરી નથી આપતાં, પરંતુ આવા ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ ફરિયાદો થયા બાદ પણ છાવરતાં જોવા મળે છે,

ઉચ્ચ કક્ષાએ અનેક રજુઆતો કરવા છતાં આ મામલતદાર (દબાણ) સિલાસ ફારમર સુડામાં હજુ કેટલો સમય કેટલો ભ્રષ્ટાચાર આચરે છે..? તે જોવાનું રહ્યું..

 

BYA News SURAT

• તમે પાડેલા ફોટોગ્રાફ/વિડિયો તમારા વિસ્તારની સમસ્યાઓ ગટર,પાણીની સમસ્યાઓ, સામાજિક-ધાર્મિક કાર્યક્રમો, ખેતીવાડી અને પશુપાલનને લગતી સમસ્યાઓ, મહાનગરપાલિકા, નગરપાલિકા ના અધિકારીઓ ધ્યાન ન આપતા હોય, પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન માં ફરિયાદ ન લેતા હોય કે ટ્રાફિક પોલીસ તમારી સાથે ગેરવર્તન કરતી હોય તો તેની વિગતો, WhatsApp નં.96011 51675 પર મોકલી આપો,
જેથી અમે તેને સારી રીતે પ્રકાશિત કરી શકીએ

• BYA News ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હમણાં જ જોડાવો અને ગુજરાત ભરના સમાચાર તેમજ આપના વિસ્તારની સમસ્યા કે પ્રેસનોટ મોકલો

• WHATSAPP group link : https://chat.whatsapp.com/IJx1Fzzqmdc6brKsftw4Bw

• Instagram
• https://www.instagram.com/b.y.a.news?igsh=MXJiazQ4ZDRrZ3pjbw==

• Facebook
• https://www.facebook.com/bharatyuvaabhiyansurat?mibextid=ZbWKwL

• YouTube channel
• https://www.youtube.com/@BHARATYUVAABHIYAN2014

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *