Monday, July 22, 2024
Surat

જીઆઈડીસી કાર્યપાલક ઇજનેર અર્જુન વસાવાને માહિતી અધિકાર અધિનિયમની તાલીમ ક્યારે અપાશે?

જીઆઈડીસી કાર્યપાલક ઇજનેર અર્જુન વસાવા વિરુદ્ધ અનેક રજૂઆતો પડતર એની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો 2000 કરોડના મુખ્ય સુત્રધાર પુર્વ કલેક્ટર આયુષ ઓકની જેમ ઘરે બેસવાનો વારો આવી શકે!
2000 કરોડના ભ્રષ્ટાચારમાં જે શહેરના પૂર્વ કલેકટર સસ્પેન્ડ થતાં હોય એ શહેરના અન્ય બાબુઓ આખરે કાયદાને ઘોળી જઈ કોની રહેમ નજર હેઠળ ફરજ બજાવી રહેલ છે….
સચિન, પાંડેસરા, કતારગામની સહિતની જીઆઈડીસીમાં જ્યારે 400 થી વધુ ગેરકાયદેસર બાંધકામ ધારકો ને બિનઅધિકૃત બાંધકામ સાત દિવસમાં દુર કરવાની નોટિસ આપી ફક્ત ને ફકત પોતાનો હેતુ સિદ્ધ કરી સદર ગેરકાયદેસર બાંધકામો વિરૃદ્ધ સતત કાર્યવાહી ન કરવાનું નક્કી કર્યું હોય ત્યારે આ ભ્રષ્ટ અધિકારીઓ માહિતી કેવી રીતે આપી શકે એ આપણે સમજી શકીયે છીએ!

(પ્રતિનિધિ, ભારત યુવા અભિયાન)
સુરત : ભારત સરકાર દ્વારા ભ્રષ્ટાચાર ઉજાગર કરવા અને વહીવટી પારદર્શિતા માટે જ્યારથી માહિતી અધિકાર અધિનિયમ 2005 કાયદો લાવવામાં આવ્યો ત્યારથી ભ્રષ્ટ સરકારી બાબુઓ ને આ કાયદો આંખ માં કણાં ની જેમ ખૂચી રહ્યો છે.

જ્યારે કેટલાક કિસ્સામાં તો આખેઆખા તંત્ર કે વિભાગ ને જ માહિતી અધિકાર અધિનિયમ 2005 અને એનો ઉપયોગ કરનારા અરજદારોથી પૂરેપૂરી નફરત છે.
ત્યારે વાત કરીએ સુરત શહેરના ભાટપોર ખાતે આવેલ જીઆઇડીસી કચેરીની.તો અહી કોઈપણ અરજદાર દ્વારા માહિતી માગવામાં આવે તો જાહેર માહિતી અધિકારી અને નાયબ ઇજનેર દ્વારા કાયદાનું સદંતર ખોટું અર્થઘટન કરી ગેરરીતિ આચરનાર તત્ત્વોને પૂછવામાં આવે છે કે, આપની માહિતી અરજદાર ને આપવી કે નહિ.

જીઆઈડીસી કાર્યપાલક ઇજનેર અર્જુન વસાવાને માહિતી અધિકાર અધિનિયમની તાલીમ ક્યારે અપાશેજીઆઈડીસી કાર્યપાલક ઇજનેર અર્જુન વસાવાને માહિતી અધિકાર અધિનિયમની તાલીમ ક્યારે અપાશે
હકીકતમાં કોઈપણ ગેરરીતિ અન્વયે કોઈપણ સરકારી કચેરી દ્વારા જે તે સંસ્થા કે વ્યક્તિ ને કોઈપણ કચેરી નોટિસ પાઠવે તો એ માહિતી સાર્વજનિક કરવા માટે કોઈ પ્રતિબંધ નથી , તદુપરાંત એવી માહિતી માટે ત્રાહિત પક્ષકાર નો હવાલો આપી માહિતી આપવા બાબતે ખોટું કરનાર વ્યક્તિ પાસે માહિતી જાહેર કરવા માટે સંમતિ મેળવવાની નથી, એવા ગુજરાત માહિતી આયોગમાં અનેક ચુકાદા આવેલ છે.

પરંતુ સચિન, પાંડેસરા , કતારગામની સહિતની જીઆઈડીસી માં જ્યારે 400 થી વધુ ગેરકાયદેસર બાંધકામ ધારકો ને બિનઅધિકૃત બાંધકામ સાત દિવસમાં દુર કરવાની નોટિસ આપી ફક્ત ને ફકત પોતાનો હેતુ સિદ્ધ કરી સદર ગેરકાયદેસર બાંધકામો વિરૃદ્ધ સતત કાર્યવાહી ન કરવાનું નક્કી કર્યું હોય ત્યારે આ ભ્રષ્ટ અધિકારીઓ માહિતી કેવી રીતે આપી શકે એ આપણે સમજી શકીયે છીએ!
કચેરીના નિયમો મુજબ બિન અધિકૃત બાંધકામો દુર ન કરી પોતાનો હેતુ સિદ્ધ કરી લીધો હોય એટલા માટે જ કદાચ તેઓ અરજદારો ને ખોટેખોટા પ્રત્યુત્તર પાઠવી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ પણ કરતા રહેતા હોય છે.
પરંતુ હદ તો ત્યારે થાય છે જ્યારે ગેરરીતિ આચરનાર તત્ત્વો ને છાવરી રહેલ જાહેર માહિતી અધિકારીઓ વિરૃદ્ધ અરજદાર દ્રારા પ્રથમ અપીલ દાખલ કરવામાં આવેતો પ્રથમ અપીલ અઘિકારી અને કાર્યપાલક ઇજનેર અર્જુન વસાવા દ્વારા કાયદાકીય પ્રક્રિયા મુજબ સુનાવણી નું રોજકામ સુદ્ધાં કરવાંમાં આવતું નથી. તેમજ કાર્યપાલક ઇજનેર અને અપીલ અધિકારી અર્જુન વસાવા તો જાહેર માહિતી અધિકારીની ખુલ્લી તરફેણ માં ઉતરી પડી અરજદારની રજૂઆત સુદ્ધાં સાંભળતા નથી.

ત્યારે અહી સવાલ એ થાય છે 2000 કરોડ ના ભ્રષ્ટાચાર માં જે શહેર ના પૂર્વ કલેકટર સસ્પેન્ડ થતાં હોય એ શહેરના અન્ય બાબુઓ આખરે કાયદાને ઘોળી જઈ કોની રહેમ નજર હેઠળ ફરજ બજાવી રહેલ છે.
ઉલ્લેખનીય છે કે, કાર્યપાલક ઇજનેર અર્જુન વસાવા એ સચિન, પાંડેસરા, કતારગામ, ખટોદરા જીઆઈડીસી માં મોટાપાયે ગેરકાયદેસર બાંઘકામ ધારકો ને ફક્ત નોટિસ આપી આગળ ઉપરની કોઈ કાર્યવાહી ના કરવામાં આવતા તેઓ વિરૃદ્ધ ખાતાકીય તપાસ માટે પણ અનેક રજૂઆતો પડતર છે ત્યારે, આ કાર્યપાલક ઇજનેર અર્જુન વસાવા આખરે કાયદાથી કોના રક્ષણ થી ફરજ બજાવી રહ્યા છે નિષ્પક્ષ તપાસનો વિષય છે.

 

BYA News SURAT

તમે પાડેલા ફોટોગ્રાફ/વિડિયો તમારા વિસ્તારની સમસ્યાઓ ગટર,પાણીની સમસ્યાઓ, સામાજિક-ધાર્મિક કાર્યક્રમો, ખેતીવાડી અને પશુપાલનને લગતી સમસ્યાઓ, મહાનગરપાલિકા, નગરપાલિકા ના અધિકારીઓ ધ્યાન ન આપતા હોય, પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન માં ફરિયાદ ન લેતા હોય કે ટ્રાફિક પોલીસ તમારી સાથે ગેરવર્તન કરતી હોય તો તેની વિગતો, WhatsApp નં.96011 51675 પર મોકલી આપો, જેથી અમે તેને સારી રીતે પ્રકાશિત કરી શકીએ

BYA News ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હમણાં જ જોડાવો અને ગુજરાત ભરના સમાચાર તેમજ આપના વિસ્તારની સમસ્યા કે પ્રેસનોટ મોકલો

• WHATSAPP group link : https://chat.whatsapp.com/IJx1Fzzqmdc6brKsftw4Bw

• Instagram
https://www.instagram.com/b.y.a.news?igsh=MXJiazQ4ZDRrZ3pjbw==

• Facebook
https://www.facebook.com/bharatyuvaabhiyansurat?mibextid=ZbWKwL

• YouTube channel
https://www.youtube.com/@BHARATYUVAABHIYAN2014

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *