Sunday, October 20, 2024
Surat

સુરત મહાનગરપાલિકા ની કાર્યવાહી, શિક્ષણ સમિતિ ના ખાનગી શાળાનું ગેરકાયદે બાંધકામ સીલ

સુરત મહાનગરપાલિકા ને શાળામાં ગેરકાયદેસર બાંધકામ થયું હોવાની ફરિયાદ મળી હતી. જેને લઈને આજે 25મી જૂને તે ગેરકાયદેસર બાંધકામને સીલ મારી દેવામાં આવ્યું છે.

BYA News : સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં ગોડાદરા મધુસુદન રેસીડેન્સીસ સોસાયટીમાં અરિહંત એકેડેમિક નામની શાળા ચાલી રહી છે. અહીં અંગ્રેજી અને હિન્દી માધ્યમના નર્સરી થી ધોરણ 12 સુધીના વર્ગો ચાલે છે. અહીં 1500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તે શાળાના મુખ્ય ટ્રસ્ટી તરીકે શિક્ષણ સમિતિ દ્વારા નિયુક્ત અનુરાગ કોઠારી કાર્યરત છે. શાળામાં ગેરકાયદેસર બાંધકામ થયું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈને આજે 25મી જૂને તે ગેરકાયદેસર બાંધકામને સીલ મારી દેવામાં આવી હતી. અને આ કાર્યવાહી તથા શિક્ષણપદ તરીકે અનુરાગ કોઠારીની જગ્યાને બદલવાની માંગણી થઈ હતી.

સુરત મહાનગરપાલિકા ની કાર્યવાહી શિક્ષણ સમિતિ ના ખાનગી શાળાનું ગેરકાયદે બાંધકામ સીલ

શિક્ષણ સમિતિના ભાજપના કાર્યકર દ્વારા શાળામાં બિન કાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે. બે વખત ડિમોલેશન કર્યું હોવા છતાં બાંધકામ ન કરવાની બાહેધરી આપ્યા બાદ પણ બાંધકામ કરવામાં આવ્યું હતું. જેની ફરિયાદ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલ વાલા એ કરી હતી. રાજકોટની દુર્ઘટના બાદ સુરતના સરકારી કર્મચારીઓ કોઈપણ પ્રકારનુ જોખમ ન લેવા માંગતા હોવાથી આ બાંધકામને સીલ મારી દેવામાં આવ્યું હતું.

પૂર્વ કોંગ્રેસ કોર્પોરેટર અસલમ સાયકલ વાલા એ કહ્યું હતું કે, “ભાજપના શિક્ષણ અધિકારી પોતાના પદનું ગેરકાયદેસર ઉપયોગ કરી રહ્યા છે. જેના દ્વારા સ્ટાફમાં અને કેટલાય એવા ગરીબ માતા પિતા કે જે પોતાના બાળકને અહીંયા ભણાવી રહ્યા છે તેમની સામે શાળાની છબી ખરાબ થાય છે. પોતાના પદ નો ખોટો ફાયદો ઉઠાવનાર અનુરાગ કોઠારીને પોતાની ફરજમાંથી તાત્કાલિક ધોરણે બહાર કરવામાં આવે.”

BYA News SURAT

તમે પાડેલા ફોટોગ્રાફ/વિડિયો તમારા વિસ્તારની સમસ્યાઓ ગટર,પાણીની સમસ્યાઓ, સામાજિક-ધાર્મિક કાર્યક્રમો, ખેતીવાડી અને પશુપાલનને લગતી સમસ્યાઓ, મહાનગરપાલિકા, નગરપાલિકા ના અધિકારીઓ ધ્યાન ન આપતા હોય, પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન માં ફરિયાદ ન લેતા હોય કે ટ્રાફિક પોલીસ તમારી સાથે ગેરવર્તન કરતી હોય તો તેની વિગતો, WhatsApp નં.96011 51675 પર મોકલી આપો, જેથી અમે તેને સારી રીતે પ્રકાશિત કરી શકીએ

BYA News ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હમણાં જ જોડાવો અને ગુજરાત ભરના સમાચાર તેમજ આપના વિસ્તારની સમસ્યા કે પ્રેસનોટ મોકલો

• WHATSAPP group link : https://chat.whatsapp.com/IJx1Fzzqmdc6brKsftw4Bw

• Instagram
https://www.instagram.com/b.y.a.news?igsh=MXJiazQ4ZDRrZ3pjbw==

• Facebook
https://www.facebook.com/bharatyuvaabhiyansurat?mibextid=ZbWKwL

• YouTube channel
https://www.youtube.com/@BHARATYUVAABHIYAN2014

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *