Tuesday, November 5, 2024
Entertainment

શું શુભમન ગિલ (Shubman Gill) તેનાથી 9 વર્ષ મોટી રિદ્ધિમા પંડિત સાથે લગ્ન કરશે ? જાણો વિસ્તૃતમાં

    રિદ્ધિમા પંડિત અને ક્રિકેટર શુભમન ગિલ (Shubman Gill) ના લગ્નના સમાચાર સાંભળીને ચાહકો ચોંકી ગયા હતા. હવે અભિનેત્રીએ આ સમાચારોનું સત્ય જણાવ્યું છે.

આજકાલ સોશિયલ મીડિયા ઉપર અફવાઓનો એક નવો તુફાન ચાલી રહ્યો છે. જેમ આગ લગાવવા માટે એક નાનકડી ચિનગારીની જરૂર હોય તેમ જ સોશિયલ મીડિયા ઉપર કોઈ વાત ચલાવવા માટે એક નાનકડી ખબરની જરૂર હોય છે. અને એવામાં જ શુભમન ગીલ અને રિદ્ધિમાં પંડિતના સંબંધોની વાત આવી છે. ક્રિકેટર અને બોલીવુડનો સંબંધ વર્ષો જૂનો છે. પછી એ નીના ગુપ્તા અને વિવ રિચર્ડ્સ હોય, મનસુર અલી ખાન પટોડી અને શર્મિલા ટેગોર, કા તો પછી આજના જનરેશન ની વાત કરીએ તો ઝહીર ખાન અને સાગરિકા ઘાટગે, વિરાટ કોહલી ને અનુષ્કા શર્મા, આથયા શેટ્ટી અને કે એલ રાહુલ આ દરેકના સંબંધો જગ જાહેર છે. ભારત અને પાકિસ્તાનના સંબંધો પણ પ્રેમને રોકી શકતા નથી માટે જ પાકિસ્તાની ક્રિકેટર મોહસીન ખાન એ ભારતીય અભિનેત્રી રીના રોય જોડે લગ્ન કર્યા હતા અને હવે આ બધામાં શુભમન ગીલનું નામ પણ જોડાઈ ચૂક્યું છે. સૌપ્રથમ તેનું નામ સારા તેંડુલકર સાથે જોડાયું હતું. ત્યારબાદ સારા અલી ખાન અને હવે રિદ્ધિમાં પંડિત સાથે જોડાયું છે. આની પહેલા પણ શુભમન ગીલ અને સારા તેંડુલકરને સાથે જોવામાં આવ્યા હતા માટે જ તે બંનેના સંબંધોની અફવા ઉડી હતી અને ત્યારબાદ તે બંને છૂટા થયા હોય તેવી વાતો આવી. એ સંબંધોનું પૂર્ણવિરામ મુકાયા બાદ સારા અલી ખાન નું નામ પણ ખૂબ ચર્ચામાં રહ્યું હતું. શુભમન ગીલ (Shubman Gill) ની દરેક મેચમાં સારા અલી ખાન નું નામ ઉચ્ચારવામાં આવતું હતું. પણ છેલ્લા કેટલાક દિવસોથી તેનું નામ રિદ્ધિમાં પંડિત સાથે પણ જોડવામાં આવી રહ્યું છે. આ વાતોનો જવાબ આપતા રિદ્ધિમા માં પંડિતે એક સ્ટોરી મૂકીને કહ્યું કે, “સવારથી તેમને મીડિયા તરફથી ખૂબ જ વધારે ફોન કોલસ આવ્યા છે તેમના અને શુભમન ગીલના વચ્ચે‌ કોઈપણ પ્રકારના સંબંધો નથી અને જો આવી કોઈ પણ મહત્વની વાત હશે તો તે જાતે જ લોકોને કહી દેશે”.

ઉલ્લેખનીય છે કે ઘણી અફવાઓ પ્રમાણે તે બંને ડિસેમ્બર 2024 માં રાજસ્થાનમાં લગ્ન કરવાના હતા અને તે લગ્નને ગુપ્ત રાખવા માંગતા હતા સાથે સાથે તેમના લગ્ન દરમિયાન કોઈ પણ પ્રકારની મીડિયા કે ફોનની પરવાનગી ન હતી. પરંતુ રિદ્ધિમાં પંડિતે આ દરેક અફવાઓનો જવાબ તેમની વાતથી આપી દીધો છે. સોશિયલ મીડિયાના આ જમાનામાં અફવાઓ અત્યારે ખૂબ જ વધારે જોર પકડી રહી છે. છેલ્લા કેટલાય દિવસોથી એક અફવા જોર પકડેલ છે કે હાર્દિક પંડ્યા અને નતાશા ના છૂટાછેડા ની વાતો ખૂબ જ જોર પકડેલ હતી. તેની પાછળ પણ ઘણા કારણો હતા જેમ કે નતાશાએ હાર્દિક જોડે ના ફોટા ડીલીટ કર્યા તે મુંબઈની કોઈપણ મેચમાં જોવા ન મળી જન્મદિનને કોઈએ પણ એકબીજાને વિશ ન કર્યું. આ બધી વાતોને જોતા સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી વાતો ફેલાઈ હતી. જોકે બંને જણાએ આ વાતોનો જવાબ હજી સુધી આપ્યો નથી. નતાશા એક અભિનેત્રી છે અને તેના અને હાર્દિક પંડ્યાના લગ્ન 2020 માં થયા હતા. ઉલ્લેખનીય છે કે દરેક મોટા છૂટાછેડાની જેમ આ વખતે પણ હાર્દિક પંડ્યાની 70% મિલકત નતાશા લઈ લેશે તેવી વાતો ફેલાઈ હતી. પરંતુ આ બધી અફવાઓ હતી તેવું જોવા મળી રહ્યું છે. વાતો તો એવી પણ ઘણી ઉઠી હતી કે 2024 IPL દરમિયાન હાર્દિક પંડ્યા નો સમય ખૂબ જ ખરાબ ચાલી રહ્યો હતો અને તેના લીધે જ તેના ડિવોર્સની વાત ઉઠી હતી.

માટે આવી કોઈ પણ પ્રકારની અફવાઓ ઉપર વિશ્વાસ કરવો નહીં. જ્યાં સુધી કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ દ્વારા જાણ ન કરવામાં આવે.

 

BYA News SURAT

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *