Saturday, December 21, 2024
Surat

સુરતમાં રક્ષકના ચેહરામાં ભક્ષક સમાન 16 બોગસ ડોક્ટર ઝડપાયા

કોરોના બાદ જો કોઈ વ્યક્તિને આ સંસારમાં ભગવાનને દરજ્જો આપવામાં આવ્યો હોય તો તે ડોક્ટર છે પણ શું થાય જ્યારે તે જ ડોક્ટર તેજ જીવનનો રક્ષક એ ભક્ષક બની જાય. કંઈ આવી જ પરિસ્થિતિ સુરતમાં જોવા મળી છે જ્યાં સુરત સીટી પોલીસને એસ ઓ જી દ્વારા પાંડેસરા અને ડીંડોલી વિસ્તારમાં બરોડા પાડવાથી 16 જેટલા ડમી ડોક્ટરો કે જેઓ પોતાની ડીગ્રી વગર પ્રેક્ટિસ કરી રહ્યા હતા તેમને ઝડપી લેવામાં આવ્યા છે. ઇન્જેક્શન સીરપ અને દવા મળીને કુલ 2.35 લાખ રૂપિયાનો મુદ્દા માલ ઝડપી લેવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એસ ઓ જી ની ટીમ દ્વારા બુધવારે પાંડેસરા અને ડીંડોલી વિસ્તારમાં 17 જગ્યાએ બોગસ ડોક્ટરોના ક્લિનિકો ધમધમતા હોવાની જાણ થઈ હતી. તબિબની ડિગ્રી વગર કે પછી બોગસ ડિગ્રીના આધારે ક્લિનિક કે દવાખાના શરૂ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે રમી રહેલા તબીબોની શોધખોળ માટે અલગ અલગ ટીમ બનાવીને દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસ અને હેલ્થ અધિકારીઓની ટીમ ને એક બે નહીં પરંતુ 16 જેટલા બોગસ ડોક્ટરો મળી આવ્યા હતા.

પોલીસે ક્લિનિક અને દવાખાનામાં સર્ચ દરમિયાન ઇન્જેક્શન સીરપ જુદી જુદી દવાઓ મળીને કુલ ૨.૩૫ લાખ રૂપિયા નો મુદ્દા માલ કબજે કરેલ હતો. ઝડપાયેલા બોગસ તબીબોની પૂછપરછ દરમિયાન તેઓ અગાઉ ક્લિનિક દવાખાના અથવા તો હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા હતા તેવી જાણ થઈ હતી. દવાની સારી જાણકારી મળી જતા નોકરી છોડી જાતે જ તબિયત બની પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી.

સુરતમાં 16 બોગસ ડોક્ટર ઝડપાયા અગાઉ માર્ચ મહિના દરમિયાન પણ બે બોગસ ડોક્ટર પકડાયા હતા.

અગાઉ માર્ચ મહિના દરમિયાન પણ બે બોગસ ડોક્ટરો પકડમાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ડીંડોલીના હરીનગરમાં મધુમીતા ક્લિનિક ચલાવતા ઉત્તમ વિમલ ચક્રવર્તી અને શિવ નગર સોસાયટીમાં સાઇક ક્લિનિક ચલાવતા સંજય રામકૃપા મોરિયા ને ઝડપી પાડ્યા હતા. મધુમતા ક્લિનિકમાંથી 7000 રૂપિયાથી વધુ અને 60 ક્લિનિક માંથી 83 હજાર રૂપિયાથી વધુ ની દવા અને ઇન્જેક્શન નો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો.

BYA News SURAT

તમે પાડેલા ફોટોગ્રાફ/વિડિયો તમારા વિસ્તારની સમસ્યાઓ ગટર,પાણીની સમસ્યાઓ, સામાજિક-ધાર્મિક કાર્યક્રમો, ખેતીવાડી અને પશુપાલનને લગતી સમસ્યાઓ, મહાનગરપાલિકા, નગરપાલિકા ના અધિકારીઓ ધ્યાન ન આપતા હોય, પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન માં ફરિયાદ ન લેતા હોય કે ટ્રાફિક પોલીસ તમારી સાથે ગેરવર્તન કરતી હોય તો તેની વિગતો, WhatsApp નં.96011 51675 પર મોકલી આપો, જેથી અમે તેને સારી રીતે પ્રકાશિત કરી શકીએ

BYA News ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હમણાં જ જોડાવો અને ગુજરાત ભરના સમાચાર તેમજ આપના વિસ્તારની સમસ્યા કે પ્રેસનોટ મોકલો

• WHATSAPP group link : https://chat.whatsapp.com/IJx1Fzzqmdc6brKsftw4Bw

• Instagram
https://www.instagram.com/b.y.a.news?igsh=MXJiazQ4ZDRrZ3pjbw==

• Facebook
https://www.facebook.com/bharatyuvaabhiyansurat?mibextid=ZbWKwL

• YouTube channel
https://www.youtube.com/@BHARATYUVAABHIYAN2014

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *