Friday, September 20, 2024
News

આણંદ સિંચાઈ વિભાગની કચેરીમાં દલાલો ને લીધે સામાન્ય અરજદાર પરેશાન

આણંદ સિંચાઈ વિભાગની કચેરીમાં જિલ્લા કલેકટરના પરિપત્રની એસીતેસી

  • જિલ્લા કલેકટરના પરિપત્રની એસીતેસી
  • અધિકૃત પાસે મોકલીને નાણાં અને સમયના વ્યય થતો હોવાનો આક્ષેપ.

આણંદ: હાલમાં જિલ્લા કલેકટર દ્વારા સરકારી કચેરીઓની 100 મીટર ત્રિજ્યામાં અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર સખત પાબંધી મૂકવામાં આવી હતી છતાં આણંદ સિંચાઈ વિભાગ કચેરીમાં પરિપત્રની વાતને અવગણવામાં આવી હોય એવું લાગ્યું હતું. સાળંગ સિંચાઈ વિભાગની કચેરીમાં વચેતીયાઓના રાજથી અરજદારો પરેશાન અને ખૂબ રોષમાં હોય એવું દેખાઈ રહ્યું છે.
રાજ્ય સરકાર ગમે તેટલા સરકારી નોકરોને કાર્યક્ષમ બની પ્રજાની સમસ્યાઓને ઉકેલવાનો પ્રયત્ન કરે પરંતુ આણંદ કલેકટર ની કચેરી પાસે ઇજનેર કાર્યપાલ સિંચાઈ વિભાગની કચેરી દ્વારા અરજદારોને બિનજરૂરી નિયમો બતાવીને જાણી જોઈને હેરાન કરવામાં આવી રહ્યા છે. કર્મચારીઓના જો હું તમને ભર્યા નિર્ણયો તથા કામમાં વિલંબની નીતિને લાગુ કરી અરજદારને પરેશાન કરાવી રહ્યા હોવાની પરિસ્થિતિ ને લીધે અરજદારો ગુસ્સામાં આવ્યા છે.

શાખામાં અરજદારોનુ સરળ કામ પૂરું કરવાને બદલે પોતાની સાથે સંબંધ ધરાવતા એજન્ટો પાસે અરજદારોને મોકલવામાં આવતા હોવાની વાત નજરમાં આવી છે. કચેરીમાં સાવ સરળ કામ માટે આવતા અરજદારોને કચેરીના અધિકારીઓ દ્વારા દલાલો પાસે મોકલી નાણા અને સમય બંનેનો બગાડ થતો હોવાની વાત સામે આવી છે. નાના કામ માટે મોટો વ્યવહાર ન કરાય તો અરજી ફાઈલ દફતરે કરી તેવાનું પણ એજન્ટો કહી બિનજરૂરી પુરાવા માંગી હેરાન કરવામાં આવે છે.

આ પ્રકારના ગેરકાયદેસર કાર્યને લીધે કેટલાક અરજદારોએ ઉચ્ચકક્ષાએ રજૂઆતો પણ કરી છે પરંતુ કાર્યાલય ઇજનેરી સિંચાઈ વિભાગની કચેરી સામે કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવતા નથી. ત્યારે અનઅધિકૃત પ્રવૃત્તિ અટકાવી પરિપત્રનું ચુસ્ત પાલન કરાય તેવી અરજદારો માંગણી કરી રહ્યા છે.

 

BYA News SURAT

તમે પાડેલા ફોટોગ્રાફ/વિડિયો તમારા વિસ્તારની સમસ્યાઓ ગટર,પાણીની સમસ્યાઓ, સામાજિક-ધાર્મિક કાર્યક્રમો, ખેતીવાડી અને પશુપાલનને લગતી સમસ્યાઓ, મહાનગરપાલિકા, નગરપાલિકા ના અધિકારીઓ ધ્યાન ન આપતા હોય, પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન માં ફરિયાદ ન લેતા હોય કે ટ્રાફિક પોલીસ તમારી સાથે ગેરવર્તન કરતી હોય તો તેની વિગતો, WhatsApp નં.96011 51675 પર મોકલી આપો, જેથી અમે તેને સારી રીતે પ્રકાશિત કરી શકીએ

BYA News ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હમણાં જ જોડાવો અને ગુજરાત ભરના સમાચાર તેમજ આપના વિસ્તારની સમસ્યા કે પ્રેસનોટ મોકલો

• WHATSAPP group link : https://chat.whatsapp.com/IJx1Fzzqmdc6brKsftw4Bw

• Instagram
https://www.instagram.com/b.y.a.news?igsh=MXJiazQ4ZDRrZ3pjbw==

• Facebook
https://www.facebook.com/bharatyuvaabhiyansurat?mibextid=ZbWKwL

• YouTube channel
https://www.youtube.com/@BHARATYUVAABHIYAN2014

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *