Friday, September 6, 2024
Blog

જાણો આજે જગતના નાથ એવા ભગવાન જગન્નાથ રથયાત્રા વિશે

આજે અષાઢી બીજ એટલે કે કેવો પાવન દિવસ કે જ્યારે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બાલભદ્ર સાથે પોતાના રથ ઉપર બેસીને નગરની યાત્રા કરવા નીકળે છે માટેજ આજના દિવસને ભગવાન જગન્નાથ રથયાત્રા ના પાવન અવસર તરીકે ઓળખવામાં આવે છે. તો આવો જાણીએ આ તહેવાર અને ચાર ધામ માં ના એક મંદિર વિશે.

ભગવાન જગન્નાથ રથયાત્રા વિશે જાણો

માન્યતાઓ અનુસાર રાજા ઈન્દ્રદયુન ના સપનામાં સ્વયં વિષ્ણુ ભગવાન આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે દરિયા કિનારે તેમને એક લાકડું મળશે તેનાથી મૂર્તિઓ બનાવીને મંદિર સ્થાપિત કરવું. બસ આ વાત ઉપર જ બીજા દિવસે સવારે જ્યારે રાજાએ દરિયા કિનારે ગયા લાકડું મળ્યું. આગળની માન્યતા અનુસાર એવું માનવામાં આવે છે કે ભગવાન જગન્નાથની મૂર્તિ સ્વયં વિશ્વકર્મા બનાવવા આવ્યા હતા પરંતુ તેમની એક શરત હતી. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી મળતું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈએ પણ દ્વાર ખોલી અંદર આવવું નહીં. પરંતુ ઘણા મહિનાઓ વિત્યા છતાં‌ કોઈપણ બહાર આવ્યું નહીં માટે રાજા દ્વાર ખોલી અંદર ગયા તે સમયે મૂર્તિ અધુરી બની હતી અને શરતો અનુસાર વિશ્વકર્મા મૂર્તિ અધુરી છોડીને જતા રહ્યા. માટે ઝાજના સમયે પણ જગન્નાથપુરી મંદિરમાં ભગવાનની મૂર્તિ અધુરી છે. માન્યતાઓ અનુસાર જ્યારે શ્રીકૃષ્ણ ભગવાને પોતાનો દેહ ત્યાગ કર્યો ત્યારે અંતિમ ક્રિયા બાદ તેમનું હૃદય જીવતું રહ્યું હતું કારણ કે તે સ્વયમ વિષ્ણુ ભગવાનનું હૃદય હતું. આગળ દરિયાના માર્ગે તે હૃદય જગન્નાથપુરી મંદિરમાં આવ્યું અને તે જ હૃદયને મૂર્તિની અંદર મૂકવામાં આવ્યું આજના સમયમાં તેને બ્રહ્મ પદાર્થના નામથી પણ ઓળખવામાં આવે છે. દરબાર વર્ષે જ્યારે મૂર્તિઓ બદલવામાં આવે છે ત્યારે પૂજારીઓ હાથે અને આંખે પટ્ટા બાંધીને મૂર્તિ માંથી તે બ્રહ્મ પદાર્થને બીજી મૂર્તિમાં મૂકે છે અને આ આખી પ્રક્રિયા આર્મીની સિક્યુરિટી ની વચ્ચે થાય છે. મંદિર ખૂબ જ અનોખું છે કારણકે મંદિર દરિયા કિનારા ની બાજુમાં હોવા છતાં મંદિરની અંદર દરિયાનો બિલકુલ અવાજ આવતો નથી. માન્યતા અનુસાર જ્યારે ભગવાન જગન્નાથ મંદિરમાં બિરાજે ત્યારે ગર્ભ ગ્રહમાં તેમને દરિયાનો ખૂબ જ અવાજ આવતો હતો માટે તેમણે હનુમાનદાદા ને આ સમસ્યાનો ઉકેલ લાવવા કહ્યું. આગળ હનુમાન દાદા એ સમુદ્ર દેવ ની વાત કરી કે મારા પ્રભુ અંદર વિશ્રામ કરી રહ્યા છે માટે તમે અવાજ ના કરો. સમુદ્ર દેવી ઉત્તર આપતા કહ્યું કે અવાજ પવનને લીધે આવે છે માટે તમે ઇન્દ્રદેવને વાત કરો જ્યારે હનુમાનદાદા ઈન્દ્રદેવ પાસે ગયા ત્યારે ઈન્દ્ર દેવે કહ્યું કે મારું કામ તો હવા નાખવાનું છે હું તેને બંધ ન કરી શકું. ત્યારબાદ હનુમાન દાદા પવનદેવ પાસે ગયા અને તેમને વિનંતી કરી ભવન દેવી ખૂબ જ વિનમ્રતાપૂર્વક કહ્યું કે તે હવા ને બંધ નહીં કરી શકે પરંતુ હનુમાનદાદા હોવાની વિરુદ્ધ દિશામાં ફરશે તો તેમને સમુદ્રનો અવાજ મંદિરની અંદર નહીં આવે અને હનુમાન દાદા પવનની વિરુદ્ધ દિશામાં ફરવા લાગ્યા માટે આજના સમયમાં પણ મંદિરની અંદર સમુદ્રનો અવાજ નથી આવતો અને મંદિરની ધજા એ પવનની વિરુદ્ધ દિશામાં ફરે છે.

જગન્નાથ રથયાત્રા એ એટલા માટે અનોખી છે કારણ કે અહીંયા ભગવાન સ્વયમ પોતાના ભક્તોને મળવા જાય છે આ રથયાત્રા એટલા માટે અન્યોકી છે કારણ કે અહીંયા હજારો ભક્તો એકતા પૂર્વક ભગવાનના રથને ખેંચે છે. જગન્નાથપુરી મંદિર એક એવું મંદિર છે જ્યાં હિન્દુ સમાજ સિવાય કોઈ પણ બહારના વ્યક્તિને મંદિર પરિસરમાં આવવાની અનુમતિ નથી. પરંતુ રથયાત્રા દરમિયાન દર વર્ષે એક મુસ્લિમ વ્યક્તિના ઘર પાસે રથ ઉભો રહી જાય છે. માન્યતાઓ અનુસાર મુઘલ સેનાનો એક ખૂબ જ મોટો સેનાપતી જેને યુક્ત દરમિયાન કપાળ ઉપર ખૂબ જ મોટો ધાવ આપ્યો હતો અને તે ગામ કોઈપણ પ્રકારે જાય તેમ ન હતું માટે તેની માતાએ તેને ભગવાન જગન્નાથની આરાધના કરવાનું. અને આરાધના કર્યા અને થોડા દિવસોમાં જ ભગવાન જગન્નાથ એ તેને સપનામાં આવી તેમની ભભૂત લગાવવા કહ્યું અને બીજા દિવસે સવારે જ્યારે તે વ્યક્તિ ઉઠ્યો ત્યારે તેના માથા નો ધાવ ભરાઈ ગયો હતો અને આ ખુશીમાં તે વ્યક્તિ ભગવાન જગન્નાથના દર્શન કરવા મંદિરે પહોંચ્યો પરંતુ વિધર્મી હોવા ને કારણે તેને મંદિર પરિસરમાં જવાની અનુમતિ ન મળી. તે વ્યક્તિના અંતિમ સમયમાં તેણે ભગવાન જગન્નાથને કહ્યું કે જો તેની ભક્તિ સાચી હોય તો ભગવાન જગન્નાથ રથયાત્રા દરમિયાન તેના ઘર પાસે ઉભા રહેશે અને માટે જ દર વર્ષે ભગવાનનો રથ તે વ્યક્તિના ઘર પાસે ઉભો રહે છે. અને આવી તો કેટલી માન્યતાઓ છે જેના લીધે જગન્નાથ રથયાત્રા અને જગન્નાથ મંદિર ખૂબ જ પ્રચલિત છે.

આજે અષાઢી બીજ અને જગન્નાથ રથયાત્રાના પાવન અવસર ઉપર આપ સર્વને ખૂબ ખૂબ શુભકામના જય જગન્નાથ 🙏🙏

 

BYA News SURAT

તમે પાડેલા ફોટોગ્રાફ/વિડિયો તમારા વિસ્તારની સમસ્યાઓ ગટર,પાણીની સમસ્યાઓ, સામાજિક-ધાર્મિક કાર્યક્રમો, ખેતીવાડી અને પશુપાલનને લગતી સમસ્યાઓ, મહાનગરપાલિકા, નગરપાલિકા ના અધિકારીઓ ધ્યાન ન આપતા હોય, પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન માં ફરિયાદ ન લેતા હોય કે ટ્રાફિક પોલીસ તમારી સાથે ગેરવર્તન કરતી હોય તો તેની વિગતો, WhatsApp નં.96011 51675 પર મોકલી આપો, જેથી અમે તેને સારી રીતે પ્રકાશિત કરી શકીએ

BYA News ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હમણાં જ જોડાવો અને ગુજરાત ભરના સમાચાર તેમજ આપના વિસ્તારની સમસ્યા કે પ્રેસનોટ મોકલો

• WHATSAPP group link : https://chat.whatsapp.com/IJx1Fzzqmdc6brKsftw4Bw

• Instagram
https://www.instagram.com/b.y.a.news?igsh=MXJiazQ4ZDRrZ3pjbw==

• Facebook
https://www.facebook.com/bharatyuvaabhiyansurat?mibextid=ZbWKwL

• YouTube channel
https://www.youtube.com/@BHARATYUVAABHIYAN2014

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *