Thursday, November 28, 2024
Surat

Surat Collector | પૂર્વ કલેક્ટરે 2000 કરોડનું જમીન કૌભાંડ કર્યું હોવાના વિપક્ષના આક્ષેપ બાદ હજુ પણ તંત્ર દિશાવિહીન

 પૂર્વ કલેક્ટરશ્રી (surat collector )2000 કરોડનું જમીન કૌભાંડ કર્યું હોવાના વિપક્ષના આક્ષેપ બાદ હજુ પણ તંત્ર દિશાવિહીન
ભ્રષ્ટાચાર રોકવા માટે જજુમી રહેલ જાગૃત નાગરિક કોઈ સામાન્ય કિસ્સામાં ફોલ્ટમાં આવે તો દબાવી દેવાના પૂરા પ્રયાસ થાય છે ત્યારે 2000 કરોડના કૌંભાંડ માં હજું કોઈ ઠોસ કાર્યવાહી કેમ થઈ નથી રહી એ વિચાર માગી લેતી બાબત છે

કાયદાકીય રીતે પૂર્વ કલેકટર દ્વારા જે જમીન સરકારી હોવાનું કહેવાયું હતું, તે જમીનમાં રાતોરાત ગણોતિયાનું નામ દાખલ કરીને કેવી રીતે ખેલ
પાડી દેવામાં આવ્યો છે, તેને લઈને અનેક શંકાઓ ઊભી થઈ રહી છે. ત્યારે જો આ મામલે તપાસ કરવામાં આવે તો સમગ્ર હકીકત બહાર આવશે…

Surat Collector | પૂર્વ કલેક્ટરે 2000 કરોડનું જમીન કૌભાંડ કર્યું હોવાના વિપક્ષના આક્ષેપ બાદ હજુ પણ તંત્ર દિશાવિહીન

(પ્રતિનિધિ, ભારત યુવા અભિયાન)
સુરત :  ડુમસ વિસ્તારની સરકારી જમીન કલેક્ટર (surat collector) દ્વારા ખોટી રીતે આદેશ કરીને ગણોતિયાના નામે ચડાવી દેવાના આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે. જેને લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી હવે આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. ત્યારે કોના ઇશારે ગણોત્યાનું નામ દાખલ કરવામાં આવ્યું અને આની પાછળ કયા રાજનેતાનો ખેલ છે, તે મામલે SITની રચના કરી તપાસ કરવાની માંગ કોંગ્રેસ નેતા દ્વારા કરવામાં આવી છે. વિપક્ષ નેતાના આક્ષેપોને લઈ આ મોટો ભ્રષ્ટાચાર હોવાથી તપાસનો વિષય બન્યો છે. કાયદાકીય રીતે પૂર્વ કલેકટર દ્વારા જે જમીન સરકારી હોવાનું કહેવાયું હતું, તે જમીનમાં રાતોરાત ગણોતિયાનું નામ દાખલ કરીને કેવી રીતે ખેલ પાડી દેવામાં આવ્યો છે, તેને લઈને અનેક શંકાઓ ઊભી થઈ રહી છે. ત્યારે જો આ મામલે તપાસ કરવામાં આવે તો સમગ્ર હકીકત બહાર આવશે. ડુમસ વિસ્તારની 2.17 લાખ ચોરસ મીટર જમીન ગણતીયાનું નામ દાખલ કરાવીને બે હજાર કરોડ રૂપિયાનો ખેલ પાડી દેવાનો આક્ષેપ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી દ્વારા કરવામાં આવ્યો છે. પોતાના અંગત બિલ્ડરને લાભ કરાવવા માટે રાજકીય દબાણ હેઠળ જમીન ગણોતિયાનું નામ દાખલ કરાવી દેવામાં આવ્યું છે કે કેમ? તેને લઈને મોટો પ્રશ્ન સર્જાઇ રહ્યો છે. રાજ્ય સરકાર સુધી આ સમગ્ર મામલો પહોંચ્યો છે. જેથી સરકાર ઉચ્ચ કક્ષાએપણ તપાસ શરૂ કરશે એવી અટકળો છે.

Surat Collector | પૂર્વ કલેક્ટરે 2000 કરોડનું જમીન કૌભાંડ કર્યું હોવાના વિપક્ષના આક્ષેપ બાદ હજુ પણ તંત્ર દિશાવિહીન
કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, જે જમીનમાં વર્ષોથી ગણોતિયા ન હતા તે જમીનમાં એકાએક આ ગણોતિયા ઉભા કરવામાં આવ્યા છે. એથી પણ વધુ ગંભીર બાબત એ છે કે, સુરતના પૂર્વ કલેકટર રાજેન્દ્રકુમાર દ્વારા આ જમીન સરકારી હોવાનું સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. તો આ સરકારી જમીન બદલી થવાના એક દિવસ પહેલા જ તે સમયે સુરતના કલેક્ટર રહેલા આયુષ ઓક દ્વારા ગણોતિયાનું નામ દાખલ કરવા માટેનો આદેશ કેવી રીતે અપાયો છે. અંદાજે 2.17 લાખ ચોરસ મીટર જમીન ખાનગી વ્યક્તિના નામ પર ચડાવી દઈને 2000 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો મામલો છે. આ સમગ્ર મામલે SITની રચના થવી જોઈએ. સરકારને જે કોઈ હજારો કરોડનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, તેની પણ તપાસ કરવામાં આવે એ ઇચ્છનીય છે.

BYA News SURAT

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *