વડોદરામાં પાણી ભરાતા થયેલ ભ્રષ્ટાચારની તપાસ વિજિલન્સ અને જ્યુડિશિયલ કરે તેવી માંગ: કોંગ્રેસ
હાલમાં સમગ્ર ગુજરાત ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં વરસાદ એ ખૂબ જ જોર પકડ્યું છે. તેવામાં વડોદરા શહેરમાં આવેલ વિશ્વામિત્રી નદીના પાણીમાં વધારો થતા અવારનવાર પૂરની પરિસ્થિતિ અને શહેરમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિઓ જોવા મળે છે. જેને લીધે લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોય તેવું જાણવા મળેલ છે અને આ માટે જવાબદાર વડોદરા કોર્પોરેશન છે. વરસાદી કાંસ ઉપર ગેરકાયદેસર બાંધકામ કરીને પુરાણ કરનારા બિલ્ડરો સામે અને અધિકારીઓ સામે આંકરા પગલાં લેવામાં આવે તે જરૂરી છે. આ સમગ્ર ઘટનાની વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવેલ છે.
કોંગ્રેસના શહેર પ્રમુખ એવા ઋત્વિજ જોશી અને વિરોધ પક્ષના નેતા એવા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ની આગેવાની માં મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર દિલીપ રાણાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તેમણે અરજી કરી હતી કે આ સમગ્ર ઘટનાની વિજિલન્સ અથવા જ્યુડિશિયલ દ્વારા તપાસ કરવામાં આવે.
આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર વડોદરા શહેરમાં પાણી ભરાવાની મૂળ સમસ્યાનું કારણ પાલિકા દ્વારા લગભગ ૧૦ જેટલી કાંસો જે વરસાદી પાણીના નિકાલ માટે હોય છે તે લગભગ ૧૫ થી ૨૫ મીટર પહોળી હતી તેને બિલ્ડરોના ઇશારે ૩ થી ૫ મીટર જેટલી કરી નાખવામાં આવી છે. જેથી વરસાદી પાણીનો નિકાલ ખૂબ જ ઓછો થઈ ગયો છે. ઉપરાંત બાંધકામ પરવાનગી વિભાગ જાણે બિલ્ડરો માટે મહેરબાન થયા હોય તેમ જીડીસી.આર ને માળીએ ચડાવી ૩૦ મીટર માર્જિન વિશ્વામિત્રી નદીના કિનારે અને કુદરતી વરસાદી પાણીના નિકાલ માટેના કાંસના છેડાથી ૯ મીટર સુધીના માર્જિનને છોડવાના નિયમને અજાણ્યો કરીને કુદરતી કાંસ ની ઉપર રોડ અને પાર્કિંગની મંજૂરી આપી દીધી છે. સમયસર નિર્ણય ન લેવાને કારણે વડોદરા શહેર અને ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં લોકોની સોસાયટીમાં પાણી ભરાયા છે તેનો જવાબદાર પાલિકા તંત્ર અને માનવસર્જિત બાંધકામો છે.
વધુમાં જણાવતા તેમણે કહ્યું હતું કે વડોદરા પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી માં પણ વેઠ ઉતારાઈ હોય તેવું લાગી રહ્યું છે. આ સમગ્ર મામલે થયેલ ભ્રષ્ટાચારની વિજિલન્સ તપાસ અને દોષીઓ ને સજાની માંગણી કરવામાં આવી છે જેને તપાસ જ્યુડિશિયલ દ્વારા પણ કરવામાં આવે તેવી માંગણી છે. તંત્રની બેદરકારી અને વર્ષોથી વરસાદી પાણીના નિકાલ માટેના કાંસાની ઉપર બાંધકામ કરવામાં આવ્યા જેથી આજે આ પરિસ્થિતિ સર્જાય છે. તંત્રની બેદરકારીને લીધે આજે શહેરમાં પાણી ભરાયા છે અને લોકોને કરોડનું નુકસાન થયેલ છે તેને માટે જવાબદાર ફક્ત તંત્ર જ છે.
શું આજે વડોદરા શહેર વિશ્વામિત્રી નદીના પૂરને કારણે ડૂબ્યું છે? જવાબ છે ના દર વર્ષે ફક્ત બે કે ત્રણ ઇંચ વરસાદમાં જ શહેર પાણીમાં ડૂબવા લાગે છે. તરસાલી ગોરવા ના વિસ્તારો વરસાદને કારણે વિશ્વામિત્રી નદીના પાણીમાં ડૂબ્યા છે. અલકાપુરી વિસ્તારમાં નદીના પાણીને કારણે લોકોને તકલીફ પડી રહી છે. સુભાનપુરા ઇલોરા પાર્ક ના વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના પૂરને કારણે લોકોને હેરાની પડે છે. નવા યાર્ડ રેલવે કોલોની અને ગંગોત્રી જેવા વિસ્તારો ના રોડ અને સમગ્ર વિસ્તાર પાણીમાં ડૂબ્યાં હતા. છાણી જકાતનાકા ના વિસ્તારો વિશ્વામિત્રીના પૂરના કારણે સાથે સાથે છાણી ગામ બાજવા રોડ અને જીએસએસસીના વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના પાણી ઘુસ્યા છે જેના લીધે ત્યાંના લોકોને ખૂબ જ સમસ્યા પડી રહી છે.
ઓલ્ડ પાદરાના વિસ્તારો પણ કંઈક આ જ રીતે પાણીમાં ડૂબી ગયા છે કંઈક આ જ રીતે વિશ્વામિત્રી નદી વડોદરા શહેર પંચમહાલ જીલ્લો અને ભરૂચ જિલ્લાના વિસ્તારોમાંથી પસાર થાય છે. વિશ્વામિત્રી નદી પાવાગઢ થી નીકળી ૧૩૫ કિ.મી ઢાઢર નદી અને ખાનપુર ની નદીઓને મળી ખંભાતના અખાતમાં વિલીન થાય છે. આ નદીના પુનઃઉસ્થાન માટે વિશ્વામિત્રી નદી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવવાની માંગણી છે. સાથે સાથે વિશ્વામિત્રી નદીનો ૩૫ km નો પટ જે વડોદરા શહેરને આવરી લે છે તે વિસ્તારમાં આવેલ દરેક કાંસાને ઉપરના દબાણના દબાણને હટાવવાની માંગણી છે.
વિશ્વામિત્રી નદીમાં સમા ખાતે અગોરા મોલના તંત્ર દ્વારા સરકારી જમીન અને નદીના એક લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં પુરાણ કરીને ગેરકાયદેસર રીતે સાત મીટર લાંબી દીવાલ બાંધેલ છે. જેના સત્તાવાર પુરાવા પણ છે. આ ઉપરાંત ઓડનગર બેન્કર્સ હોસ્પિટલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બાલાજી ગ્રુપ દ્વારા ગેરકાયદેસર રીતે કાંસ અને વરસાદી પાણીના નિકાલ ઉપર દબાણ કરીને નાની ચેનલ બનાવી ઢાંકીને તેના ઉપર કોર્પોરેશન દ્વારા રોડ બનાવવામાં આવ્યો છે. તે તદ્દન ગેરકાયદેસર છે અને તેના લીધે તે વિસ્તારના ૫૦ થી પણ વધારે સોસાયટીના મકાનો અને દુકાનોમાં આર્થિક નુકસાન થયેલ છે. આ દરેક ગેરકાયદેસર કામગીરી સામે કાર્યવાહી કરવામાં આવે અને શહેરમાં જેટલા પણ પાણીના નિકાલ ની વ્યવસ્થા ઉપર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે તેને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવ્યા અને જવાબદાર અધિકારીઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે.
• તમે પાડેલા ફોટોગ્રાફ/વિડિયો તમારા વિસ્તારની સમસ્યાઓ ગટર,પાણીની સમસ્યાઓ, સામાજિક-ધાર્મિક કાર્યક્રમો, ખેતીવાડી અને પશુપાલનને લગતી સમસ્યાઓ, મહાનગરપાલિકા, નગરપાલિકા ના અધિકારીઓ ધ્યાન ન આપતા હોય, પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન માં ફરિયાદ ન લેતા હોય કે ટ્રાફિક પોલીસ તમારી સાથે ગેરવર્તન કરતી હોય તો તેની વિગતો, WhatsApp નં.96011 51675 પર મોકલી આપો, જેથી અમે તેને સારી રીતે પ્રકાશિત કરી શકીએ
• BYA News ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હમણાં જ જોડાવો અને ગુજરાત ભરના સમાચાર તેમજ આપના વિસ્તારની સમસ્યા કે પ્રેસનોટ મોકલો
• WHATSAPP group link : https://chat.whatsapp.com/IJx1Fzzqmdc6brKsftw4Bw
• Instagram
• https://www.instagram.com/b.y.a.news?igsh=MXJiazQ4ZDRrZ3pjbw==
• Facebook
• https://www.facebook.com/bharatyuvaabhiyansurat?mibextid=ZbWKwL
• YouTube channel
• https://www.youtube.com/@BHARATYUVAABHIYAN2014