Wednesday, September 18, 2024
Surat

રાજપરા લેઉઆ પટેલ મંડળ સુરત દ્વારા યોજાયો 32મો સ્નેહ મિલન સમારોહ

રાજપરા લેઉઆ પટેલ મંડળ સુરત દ્વારા તા-09-06-2024 રવિવાર ના રોજ વ્રજવાડી ફાર્મ મોટા વરાછા સુરત ખાતે 32મા સ્નેહ મિલન સમારોહ તેમજ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજપરા ગામના વતની હાલ સુરત ખાતે વસવાટ કરતા સૌ વડીલો ભાઈઓ બહેનો અને બાળકોએ આ કાર્યક્રમમા ઉપસ્થિત રહી ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. રાજપરા લેઉઆ પટેલ મંડળ સુરત દ્વારા આયોજીત સ્નેહમિલન સમારોહ તેમજ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ માં ગામના યુવાનો વડીલો દ્વારા દાતાશ્રી તરીકે જોડાઈને રાજપરા ગામના સુરત ખાતે અભ્યાસ કરતા તમામ વિધાર્થીઓ ને નોટબુક વિતરણ તથા તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. તેમજ વડીલ મુરબ્બી શ્રી મુળજીભાઈ ધામેલીયા.તથા કોર્પોરેટર શ્રી નરેશભાઈ ધામેલીયા તેમજ તમામ દાતાશ્રી ને પણ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્નેહ મિલન સમારોહ માં મોટીવેશનલ સ્પીકર મનીષ વઘાસીયા નાં સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજપરા લેઉઆ પટેલ મંડળ સુરત દ્વારા યોજાયો 32મો સ્નેહ મિલન સમારોહ

મનીષ વઘાસીયા દ્વારા દરેક સમસ્યાનું સમાધાન સમજણ વિશે ખુબજ સુંદર રીતે પરીવારમાં નાના મોટી સમસ્યાઓનુ કઇ રીતે સમાધાન મળી રહે અને પુરો પરીવાર હળીમળીને સાથે રહે. તેમજ પ્રેમ લાગણી અને સ્નેહ જળવાઈ રહે. તે બાબત ખુબ જ સુંદર સમજણ આપી હતી. મોટીવેશનલ સ્પીકર મનીષ વઘાસીયા નાં સેમીનાર દરમ્યાન રાજપરા લેઉઆ પટેલ મંડળ સુરત નાં તમામ ભાઈઓ બહેનો બાળકો ભાવવિભોર બની ગયા હતા. અને આંખોમાંથી આંસુની ધારા વહી ગઇ હતી. રાત્રે 8-કલાકે સ્નેહ મિલન સમારોહ સમુહ ભોજન સાથે પુર્ણ કરવામા આવ્યો હતો. સ્નેહ મિલન સમારોહની તમામ જવાબદારી મંડળ સંચાલકશ્રીઓ તેમજ સ્ટેન્ડ ગૃપ નાં યુવા મિત્રોએ સંભાળી હતી.

BYA News SURAT

• તમે પાડેલા ફોટોગ્રાફ/વિડિયો તમારા વિસ્તારની સમસ્યાઓ ગટર,પાણીની સમસ્યાઓ, સામાજિક-ધાર્મિક કાર્યક્રમો, ખેતીવાડી અને પશુપાલનને લગતી સમસ્યાઓ, મહાનગરપાલિકા, નગરપાલિકા ના અધિકારીઓ ધ્યાન ન આપતા હોય, પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન માં ફરિયાદ ન લેતા હોય કે ટ્રાફિક પોલીસ તમારી સાથે ગેરવર્તન કરતી હોય તો તેની વિગતો, WhatsApp નં.96011 51675 પર મોકલી આપો,
જેથી અમે તેને સારી રીતે પ્રકાશિત કરી શકીએ

BYA News ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હમણાં જ જોડાવો અને ગુજરાત ભરના સમાચાર તેમજ આપના વિસ્તારની સમસ્યા કે પ્રેસનોટ મોકલો

• WHATSAPP group link : https://chat.whatsapp.com/IJx1Fzzqmdc6brKsftw4Bw

• Instagram
https://www.instagram.com/b.y.a.news?igsh=MXJiazQ4ZDRrZ3pjbw==

• Facebook
https://www.facebook.com/bharatyuvaabhiyansurat?mibextid=ZbWKwL

• YouTube channel
https://www.youtube.com/@BHARATYUVAABHIYAN2014

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *